- યુનિવર્સિટી MBBSનો કથિત કૌભાંડની તપાસનો પુનઃ ધમધમાટ શરૂ થયો
- કોરોના સંક્રમણ ઘટતા ગૃહવિભાગના તપાસ અધિકારીએ પુનઃ તપાસ હાથ ધરી
- અધિકારીએ ઉત્તરવહીઓ સહિતનો અહેવાલ મગાવ્યો
પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ આચરવાનો અખાડો બની ગઇ હોય તેમ એક પછી એક કૌભાંડ પ્રકાશમાં આવી રહ્યા છે, ત્યારે MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં 3 નપાસ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ બદલી તેમને પાસ કરવાનો કથિત કૌભાંડ મામલો બહુચર્ચિત બન્યો હતો. આ સમગ્ર બનાવની તપાસ થાય અને કૌભાંડમાં સંડોવાયેલાઓને કડકમાં કડક સજા થાય તે માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીને તપાસ સોંપી હતી, પરંતુ આગળની કાર્યવાહી થાય તે પહેલાં જ કોરોનાએ હાહાકાર મચાવતા તપાસ અટવાઈ હતી. જ્યારે હવે કોરોના સંક્રમણ ઘટતા પુનઃ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
આ પણ વાંચો: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિવાદિત પરિપત્રથી વિધાર્થીઓએ નોંધાવ્યો વિરોધ
યુનિવર્સિટીના સત્તાધીશોએ ઉત્તરવહીઓ પહોચતી કરવાની કવાયત હાથ ધરી
ગૃહ વિભાગના તપાસ અધિકારી દ્વારા તમામ પુરાવાઓ ઉત્તરવહીઓ અને અહેવાલ મગાવ્યો છે. જેને લઇને યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ગત તારીખ 24મી માર્ચના રોજ મળેલી યુનિવર્સિટીની કારોબારીની બેઠકમાં અધુરી ચર્ચાઓ બાદ તેની ઉત્તરવહીઓ સીલ કરી હતી. જે ઉત્તરવહીઓ તપાસ અધિકારીને પહોંચતી કરવાની કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો: પાટણની HNGU અને ઈન્દોરની SAGE યુનિવર્સિટી વચ્ચે MOU
તપાસ અધિકારીના અહેવાલ બાદ જ કૌભાંડ પરથી પડદો ઉચકાશે
આ સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે. તપાસ અધિકારી તમામ પુરાવાઓનું નિરીક્ષણ કર્યા બાદ આ અહેવાલ આપે છે, ત્યારબાદ જ કૌભાંડ ઉપરથી પડદો ઉચકાશે.
