પાટણઃ શહેર સહિત જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારની સૂચનાથી પાટણ આરોગ્ય વિભાગ દ્વારા શહેર સહિત જિલ્લામાં અલગ-અલગ ટીમો બનાવી રેપિડ એન્ટી ઝોન ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
પાટણ શહેરના વિવિધ જાહેર સ્થળો, વિસ્તારો, પોળો તેમજ સોસાયટી વિસ્તારોમાં આરોગ્યની ટીમો દ્વારા આ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુરુવારે પાટણ તાલુકા આરોગ્ય ટીમ દ્વારા શહેરના જૂના ગંજ બજાર ખાતે રેપિડ એન્ટી જોન ટેસ્ટ કરવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં 50થી વધુ લોકોએ ટેસ્ટ કરાવ્યો હતો.
ટેસ્ટ ઉપરાંત આરોગ્યના કર્મચારીઓએ દુકાનદારો અને રાહદારીઓને માસ્ક પહેરવું અને હાથ વારંવાર ધોવા અંગેનું માર્ગદર્શન આપ્યું હતું.