ETV Bharat / state

સિદ્ધપુરના માધુ પાવડિયા ઘાટ ખાતે ત્રણથી વધુ વ્યક્તિઓને એકઠા થવા પર પ્રતિબંધ - kartak sud poonam 2020

સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના પટમાં માધુ પાવડિયા ઘાટ ખાતે કારતક સુદ પૂનમ સુધી ગુજરાત, રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રથી મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ અને સરામણા વિધિ જેવી ધાર્મિક વિધિ માટે આવે છે. ત્યારે આ વર્ષે 30 નવેમ્બરને કારતક સુદ પૂનમ સુધી કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટર દ્વારા જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

Sidhpur
Sidhpur
author img

By

Published : Nov 24, 2020, 11:48 PM IST

  • કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે જાહેરનામુ બહાર પાડ્યું
  • તર્પણ વિધિ માટે વધુ વ્યક્તિઓ એકઠા થવા પર પ્રતિબંધ
  • માધુ પાવડીયા ઘાટ અને સરસ્વતી નદીના પટમાં લારી ગલ્લા અને ફેરિયાઓ માટે પ્રતિબંધ

પાટણ : રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે, ત્યારે પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટ સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના પટમાં માધુ પાવડિયા ઘાટ ખાતે 30 નવેમ્બરને કારતક સુદ પુનમ સુધી લોકો તર્પણ વિધિ જેવી ધાર્મિક વિધિમાં બહોળા પ્રમાણમાં આવતા શ્રદ્ધાળુઓ પર જરૂરી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં ત્રણથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

તર્પણ વિધિ માટે આવતા લોકોએ ફરજિયાત માસ્ક પહેરવુ

આ સાથે તમામ વ્યક્તિઓએ ફરજિયાતપણે માસ્ક પહેરવું અથવા હાથરૂમાલ કે મોંઢા અને નાકની ફરતે યોગ્ય રીતે બાંધેલા કપડાથી મોંઢુ અને નાક ઢાંકીને રાખવાનું રહેશે. આ પ્રમાણે નહીં કરનારા લોકો પાસેથી રૂપિયા 1000નો દંડ વસુલ કરવામાં આવશે. સ્થળ પર દંડની ભરપાઈ કરવામાં નહીં આવે તો ભારતીય દંડ સંહિતા(IPC) 1860ની કલમ 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

ખાનગી વાહનોમાં વધુ પ્રવાસીઓને બેસાડવા પર રોક

આ ઉપરાંત ખાનગી વાહનો, ઓટો રીક્ષા, કેબ વગેરેમાં ડ્રાઈવર સહિતના પ્રવાસીઓની સંખ્યા અંગેની સરકારની વખતોવખતની સૂચનાઓથી નિર્ધારીત કર્યા મુજબ ઓટો રીક્ષામાં ડ્રાઈવર ઉપરાંત માત્ર બે યાત્રી, પરિવારના ઉપયોગ માટેના ખાનગી વાહનમાં ડ્રાઈવર ઉપરાંત માત્ર 3 વ્યક્તિઓ, ટુ-વ્હિલર પર ચાલક સહિત મહત્તમ બે વ્યક્તિઓ તથા કેબ, ટેક્ષી, કેબ એગ્રીગેટર્સમાં ડ્રાઈવર ઉપરાંત 3 વ્યક્તિઓ તેમજ જો બેઠક ક્ષમતા 6 કે તેથી વધુ હોય તો ડ્રાઈવર ઉપરાંત 4 વ્યક્તિઓ પ્રવાસ કરી શકશે. આ દરેક કિસ્સામાં ડ્રાઈવર સહિતના યાત્રીઓએ ફેસ માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવાનો રહેશે.

કાર્તિક પૂર્ણિમાના મેળા માટે કોઈ પરમિશન આપવામાં આવી નથી

સિદ્ધપુર મુકામે કાર્તિકી પૂર્ણિમા સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા મેળા માટે કોઈ પરવાનગી આપવામાં આવી નથી. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે અને કોવિડ 19નું સંક્રમણ ન ફેલાય તે હેતુથી માધુ પાવડિયા ઘાટ, તે તરફથી ચતુર્દિશામાં જતા તમામ માર્ગોના 1 કિલોમીટરના વિસ્તારમાં તથા સરસ્વતી નદીના પટમાં ચા-નાસ્તો, જમવાનું, રમકડા વગેરેના લારી-ગલ્લા અને ફેરિયાઓ માટે સંપૂર્ણ પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.