ETV Bharat / state

Gujarat Gaurav Divas 2022 : ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યપ્રધાને પાટણ જિલ્લાને આપી કરોડોના વિકાસ કામોની ભેટ - ગુજરાત રાજ્યનો 62મો સ્થાપના દિવસ

સમગ્ર રાજ્યમાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીને(Celebration of Gujarat Pride Day) લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે રાજ્યકક્ષાની ઉજવણી પાટણમાં(State level celebration in Patan) મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત પાટણ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પાટણ જિલ્લાના વિકાસ કામો માટે રૂપિયા 140.68 કરોડની ફાળવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

Gujarat Gaurav Divas 2022
Gujarat Gaurav Divas 2022
author img

By

Published : May 1, 2022, 3:28 PM IST

પાટણ : આજે ગુજરાત રાજ્યના 62માં સ્થાપના દિવસની(62nd founding day of Gujarat state) જાજરમાન ઉજવણી જિલ્લા મથક પાટણ ખાતે મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. પાટણ ખાતેથી મુખ્યપ્રધાને ગુજરાત વાસીઓને સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ સુવર્ણ અવસર ઉપર પાટણ જિલ્લાને મુખ્યપ્રધાને 140.68 કરોડના વિકાસ કામોની ભેટ આપી હતી.

Gujarat Gaurav Divas 2022

આ પણ વાંચો - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પાટણ ખાતે રિજિયોનલ સાયન્સ સેન્ટરનું કર્યું લોકાર્પણ, જાણો તેની ખાસિયત

140.68 કરોડની ભેટ અપાઇ - મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, પાટણ જિલ્લાના નગરોમાં પાણી પુરવઠા ડ્રેનેજ લાઈન તથા તળાવના નવિનીકરણના કામો સહિત જનસુખાકારીના કામો માટે રૂપિયા 140.68 કરોડ અમૃતમ યોજના માંથી ફાળવવામાં આવશે. પાટણ શહેરમાં જ પાણી પુરવઠા અને ડ્રેનેજના કામો માટે રૂપિયા 127 કરોડ વપરાશે. આ ઉપરાંત પાટણ શહેરમાં અલગ ફાયર સ્ટેશન બનાવવા માટે રૂપિયા 05 કરોડની જાહેરાત કરવામાં આવી હતી. શહેરના નાગરિકોને તેમના રોજીંદા કામો માટે નગરપાલિકામાં સરળતા રહે તે માટે સિવિક સેન્ટર બનાવવા માટે 38 લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી.

Gujarat Gaurav Divas 2022
Gujarat Gaurav Divas 2022

આ પણ વાંચો - Gujarat Gaurav Divas 2022 : ધન્ય ધન્ય આ ધરાગુર્જરી, વાગોળો ગુજરાત સ્થાપના દિવસે વિશેષ સંસ્મરણો ઈટીવી ભારતની સંગાથે

નિવૃત કર્મચારીઓને પણ મળશે લાભ - રાજ્ય સરકારના કર્મચારીઓ તથા નિવૃત્ત કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો તારીખ 1/ 7 /2021 ની અસરથી આપવાનો નિર્ણય મુખ્યપ્રધાને કર્યો હતો. આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા સરકારના અન્ય કર્મચારીઓ તેમજ પેન્શનર્સને મળી કુલ 9.38 લાખ લોકોને મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ મળશે. મોંઘવારી ભથ્થામાં આ ત્રણ ટકા વધારાથી જે દસ મહિનાની એરિયર્સની રકમ આપવાની થાય છે. તે બે હપ્તામાં આપવાનો નિર્ણય પણ કરાયો છે. જે અનુસંધાને પ્રથમ હપ્તો મેં 2022 ના પગાર સાથે અને બીજો હપ્તો જૂન 2022 ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા 1217.44 કરોડનું નાણાકીય ભારણ વધશે.

કયા ખાતામાં કેટલા રુપિયાની ફાળવણી - સિદ્ધપુર નગરપાલિકામાં પાણી પુરવઠાના કામો માટે રૂપિયા 86 લાખ, ચાણસ્મા નગરપાલિકામાં પાણી પુરવઠા માટે 6.41 કરોડ તથા તળાવના નવીનીકરણ માટે રૂપિયા એક કરોડ ,હારીજ નગરપાલિકામાં પાણી પુરવઠા ના કામો માટે રૂપિયા 3.95 કરોડ અને તળાવના નવીનીકરણ માટે એક કરોડ મળી કુલ રુપિયા 140.68 કરોડનાં વિકાસકાર્યોની જાહેરાત કરી હતી. પાટણ યુનિવર્સિટી ખાતે યોજાયેલ ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત રાજ્યના મુખ્ય પ્રધાનના હસ્તે વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરવામાં આવી હતી તો આંગણવાડીના બાળકો માટે પોષણયુક્ત કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.