ETV Bharat / state

દારૂ પકડવા પોલીસે ચલાવી સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઈવ, અંતે મળી સફળતા - Patan Police seized Alcohol

પાટણ જિલ્લાની પોલીસ અત્યારે દેશી અને વિદેશી દારૂ પકડવામાં (Patan Police seized Alcohol) વ્યસ્ત છે. પોલીસે અહીં છેલ્લા 4 દિવસમાં સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઈવ (Patan Police Special Prohibition Drive) યોજી 97 જેટલા કેસ નોંધ્યા હતા. આ સાથે જ પોલીસે લાખો રૂપિયાનો દારૂનો મુદ્દામાલ પણ જપ્ત (Action of Patan police to arrest liquor) કર્યો હતો.

દારૂ પકડવા પોલીસે ચલાવી સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઈવ, અંતે મળી સફળતા

author img

By

Published : Jul 30, 2022, 3:29 PM IST

પાટણઃ બોટાદ ચકચારી લઠ્ઠાકાંડ (Botad Latha Kand Case) પછી રાજ્યભરની પોલીસની જાણે ઊંઘ ઊડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે પાટણ પોલીસ પણ હવે આ મામલે સતર્ક (Patan police alert) બની છે. અત્યારે અહીંની પોલીસ દારૂનો જથ્થો પકડવા હાથ ધોઈને પાછળ પડી છે. ત્યારે છેલ્લા 4 દિવસમાં પોલીસે અહીં સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઈવ (Patan Police Special Prohibition Drive) પણ યોજી હતી. તેમ જ 97 જેટલા કેસ નોંધી 1,43,840 રૂપિયાનો દારૂનો મુદ્દામાલ જપ્ત (Action of Patan police to arrest liquor) કર્યો હતો.

પોલીસે બનાવી વિવિધ ટીમ - જિલ્લામાંથી દારૂની બદીને ડામવા માટે જિલ્લા પોલીસ વડાએ 33 ટીમ બનાવી હતી. આ ટીમે વિવિધ અડ્ડાઓ પર (Patan Police Special Prohibition Drive) દરોડા પાડી દેશી અને વિદેશી દારૂના 97 કેસ શોધી કાઢ્યા હતા. અહીં દેશી દારૂના 47 ગુના નોંધાયા છે. સાથે જ 497 કિલો દેશી દારૂનો જથ્થો પકડાયો હતો.

પોલીસે બનાવી વિવિધ ટીમ

આ પણ વાંચો- મિથેનોલના એક પણ ટીપાંનો દુરુપયોગ ન થાય તે દિશામાં પોલીસની કામગીરી

આટલો મુદ્દામાલ પકડાયો - આ ઉપરાંત દેશી દારૂના 32 કેસ નોંધાયા હતા. તેમાં 11,415 લિટર દારૂના જથ્થાનો નાશ (Destruction of liquor stock in Patan) કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે વિદેશી બ્રાન્ડની ભારતીય બનાવટના દારૂના 5 કેસ નોંધ્યા હતા. આમાં 1,11,430 રૂપિયાની કિંમતના 825 વિદેશી દારૂની બોટલોને પોલીસે જપ્ત કરી હતી.

આ પણ વાંચો-દારૂના ધંધામાં 30 ટકા ભાજપ, 30 ટકા પોલીસ અને 40 ટકા બુટલેગરનો હિસ્સો: જગદીશ ઠાકોર

જાન્યુઆરીથી અત્યાર સુધીમાં પ્રોહિબિશનના 3,000થી વધુ કેસ નોંધાયા- જિલ્લા પોલીસ વડા વિજય પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાંથી દારૂની બદી ડામવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. તેમ જ સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઈવ (Patan Police Special Prohibition Drive) યોજી દારૂના કેસ શોધવામાં આવ્યા હતા. તો પોલીસે અહીં જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં વિદેશી અને દેશી દારૂના 3,000થી વધુ કેસ (Prohibition cases in Patan) નોંધી અંદાજે 1.5 કરોડ રૂપિયાનોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.