પાટણ: જિલ્લાની તમામ નગરપાલિકાઓ,પંચાયત વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા જિલ્લા કલેકટરે બહાર પાડેલુ જાહેરનામાનું સુચારૂં અમલીકરણ થાય તે માટે માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત 6 જુલાઈના રોજ નગરપાલિકા દ્વારા 8000 રૂપિયા, ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયત વિભાગ દ્વારા રૂપિયા 7200 તથા પોલીસ વિભાગ દ્વારા સૌથી વધુ રૂપિયા 3.44 લાખ કરતા વધુ દંડ વસુલ કરવામાં આવ્યો છે.
કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા સૌથી અગત્યની બાબત ફેસ માસ્ક છે, ત્યારે જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા ફરજીયાત માસ્ક પહેરવા બાબતે પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાના ભંગ બદલ અત્યાર સુધીમાં પાટણ જિલ્લામાં 14,617 વ્યક્તિઓને માસ્ક ન પહેરવા બદલ રૂ.29.23 લાખ કરતાં વધુ રકમનો દંડ કરવામાં આવ્યો છે.