રવિવારે રાજ્ય સહિત દેશના વિવિધ રાજ્યોમાં નિટની પરીક્ષા યોજાવા જઈ રહી છે. તેમાં સેન્ટરની પસંદગીમાં ભૂલને કારણે વિદ્યાર્થીઓને બિહારના પટનાના બદલે ગુજરાતના પાટણ ખાતે પરીક્ષા આપવાની ફરજ પડી છે. એવું નથી કે, આ પ્રકારની ભૂલ પ્રથમ વખત જ બની છે આ ભૂલ ગત વર્ષે પણ થઈ ચૂકી છે અને મોટી સંખ્યામાં પરપ્રાંતના વિદ્યાથીઓને મુસીબતનો સામનો કરવો પડ્યો હતો.
પાટણ અને પટના આ બંન્ને સેન્ટરના ઉલ્લેખમાં વિદ્યાર્થીઓ ભૂલ કરી બેસે છે. તેમજ સેન્ટરની સાથે રાજ્યનો ઉલ્લેખ ન હોવા ના કારણે આ પ્રકારની ભૂલ થતી હોવાનું માનવમાં આવે છે જો કે, નિટની પરીક્ષા મેડિકલ ક્ષેત્રે જનાર વિદ્યાર્થી માટે મહત્વની પરીક્ષા હોય છે. એવામાં હજારો કિલોમીટરનું અંતર કાપી વિદ્યાર્થીઓને પટના થી પાટણ આવવાની ફરજ પડતા વિદ્યાર્થીઓ માનસિક અને શારીરિક થાકી જતા નિરાશ બન્યા હતા.