ETV Bharat / state

પાટણ જોગમાયા પરુની દયનીય સ્થિતિ જોઇને જાગો સરકાર આપી છે ચૂંટણી બહિષ્કારની ચીમકી - પાટણ જોગમાયા પરુની દયનીય સ્થિતિ

સરકાર દ્વારા નલ સે જલ અને દરેક ગામોને જોડતા પાકા રોડ રસ્તાઓની જાહેરાતો કરવામાં આવે છે. ત્યારે પાટણ જિલ્લાનું જોગમાયા પરુ જે હાલતમાં દિવસો પસાર કરી રહ્યું છે તે જોઇને ખરેખર દુખદ આશ્ચર્યમાં મૂકાઈ જવાય છે. આઝાદીના 75 વર્ષ બાદ પણ અહીંના બાળકો કાદવ ખૂંદીને શાળાઓ જતાં જોવા મળે છે. Pathetic Condition of Patan Jogmaya Paru Road Problem in Patan Gujarat Assembly Election 2022 Threat of election boycott

પાટણ જોગમાયા પરુની દયનીય સ્થિતિ જોઇને જાગો સરકાર આપી છે ચૂંટણી બહિષ્કારની ચીમકી

author img

By

Published : Aug 18, 2022, 10:02 PM IST

પાટણ સરસ્વતી તાલુકાના ગોલીવાડા ગામથી જોગમાયા પરાને જોડતો બે કિલોમીટરના કાચા રસ્તા પર જતાં શાળાએ જતાં બાળકોના દ્રશ્યો સાચે જ શરમજનક છે. ચોમાસાના ચાર મહિના કાદવ કિચડના થર અને વરસાદી પાણી ભરાઈ રહેવાને કારણે લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીઓનો સામનો કરવો પડે છે. વધુ વરસાદને કારણે આ પરુ સંપર્ક વિહોણું પણ બને છે ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી આ સમસ્યાથી કંટાળેલા જોગમાયા પરાના રહીશોએ આ સમસ્યાથી ત્રસ્ત બની આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 નો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

જોગમાયા પરુ જે હાલતમાં દિવસો પસાર કરી રહ્યું છે તે જોઇને ખરેખર દુખદ આશ્ચર્યમાં મૂકાઈ જવાય છે

આ પરા વિસ્તારમાં 30 પરિવારો કરે છે વસવાટ સરસ્વતી તાલુકાના ગોલીવાડા ગામથી બે કિલોમીટરના અંતરે આવેલ જોગમાયા પરામા આઝાદીના 75 વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ છે. આ પરાને જોડતો ડામરનો પાકો રસ્તો ન હોઈ રહીશો અને વિદ્યાર્થીઓને કાચા નેળિયામાંથી જ અવરજવર કરવુ પડે છે. આ પરા વિસ્તારમાં 30 પરિવારોનો વસવાટ છે જેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.

ઘણીવાર આવી રીતે બાળકોને લાવવા લઇ જવા પડે છે

વિદ્યાર્થીઓ કાદવ ખૂંદીને શાળાએ જવા મજબૂર ચોમાસાના ચાર મહિના આ નેળીયાના માર્ગ ઉપર વરસાદી પાણી અને કાદવ કીચડના થર જામતા અહીંથી ચાલીને જવું મુશ્કેલ બને છે. જેના કારણે સ્થાનિક ગામ લોકો ચોમાસા દરમિયાન કામ વગર અવરજવર કરવાનું ટાળે છે. જ્યારે શાળાએ જતા 40 જેટલા વિદ્યાર્થીઓ જીવના જોખમે કાદવ કિચડ ખૂંદીને શાળાએ જાય છે. તો ઘણી વખત વરસાદી પાણી વધુ ભરાઈ જતા ફરજિયાત ટ્રેક્ટરની કલ્ટી પર બેસાડીને ગામ લોકો વિદ્યાર્થીઓને શાળાએ મૂકવા અને લેવા જાય છે.

આ પણ વાંચો ખરેખર! બિસ્માર રસ્તાના કારણે થઈ રહ્યું છે લોકોનું સન્માન...

આરોગ્યલક્ષી સેવાઓ મેળવવામાં ભોગવવી પડે છે હાલાકીઓ તો પ્રસૂતિ કે આકસ્મિક બીમારીના સમયે એમ્બ્યુલન્સ પણ આ માર્ગ ઉપરથી આવી ન શકતા રહીશોને ફરજિયાત ટ્રેક્ટર જેવા વાહનોમાં સારવાર અર્થે લઈ જવાની ફરજ પડે છે. ધોરણ 10 માં અભ્યાસ કરતી પૂજા ઠાકોરે જણાવ્યું હતું કે સરકાર એક બાજુ બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરે છે. ત્યારે ચોમાસાના ચાર મહિના શાળાએ જવાના માર્ગ ઉપર કાદવ કિચડના થર જામતા શાળાએ જવું મુશ્કેલ બને છે જેના કારણે અમારો અભ્યાસ પણ બગડે છે.

આ પણ વાંચો ચાર ગામનો રસ્તો બન્યો માથાનો દુખાવો !

આગામી ચૂંટણી બહિષ્કારની ગામ લોકોએ આપી ચીમકી ગામના અગ્રણી દેવુભા ઠાકોરે જણાવ્યું હતું કે આઝાદીના 75 વર્ષ બાદ પણ જોગમાયા પરાના રહીશો પાકા રસ્તાની સુવિધાથી વંચિત છે. સરકાર વિકાસની વાતો કરે છે પણ અમોને પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી. ચોમાસાના ચાર મહિના અમારા માટે મુશ્કેલીભર્યાં બની રહે છે. વર્ષો જૂની અમારી પાકા રોડની માંગણી સરકાર દ્વારા આગામી દિવસોમાં પૂરી કરવામાં નહીં આવે તો આવનારી વિધાનસભાની ચૂંટણી બહિષ્કાર બહિષ્કારની ચીમકી પણ આપવામાં આવી છે. Pathetic Condition of Patan Jogmaya Paru Road Problem in Patan Gujarat Assembly Election 2022 Threat of election boycott

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.