પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં છ વર્ષ અગાઉ નિર્માણ કરવામાં આવેલ 4 જેટલા બાંધકામના કામોમાં ગેરરીતિ થઇ હોવાના આક્ષેપો મામલે યુનિવર્સિટીના તે સમયના મદદનીશ ઇજનેર સામે ચાર્જશીટ કરવામાં આવી હતી. જે અંગે તેઓએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરતાં કોર્ટે સ્ટે આપ્યો હતો. ત્યારબાદ આ તપાસ પૂર્ણ કરવા કોર્ટે આદેશ કરતા યુનિવર્સિટી દ્વારા ફાઇનલ તપાસ માટે બે સભ્યોની કમિટી રચી તપાસ સોંપાતા તપાસ અધિકારી દ્વારા તપાસ ( Patan University Corruption Investigation ) પૂર્ણ કરાઈ છે. તેનો રિપોર્ટ આગામી દિવસોમાં યુનિવર્સિટીને સુપરત કરાશે.
કૌભાંડ શું હતું?
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 2015-16 માં નિર્માણ કરાયેલ કન્વેન્શન હોલ, આર્કિટેક ભવન, સિલ્વર જ્યુબલી પાર્ક, અને ગેસ્ટ હાઉસના કરોડો રૂપિયાના બાંધકામમાં ટેન્ડરની રકમ કરતાં પાંચ કરોડ રૂપિયા વધુનું ચુકવણું કોન્ટ્રાક્ટરને કરવામાં આવ્યું હોવાના કૌભાંડનો પર્દાફાશ ( Patan University Corruption Investigation ) થયો હતો. જેને લઇને તે સમયે યુનિવર્સિટીની કારોબારી સમિતિએ તપાસ સમિતિ રચના કરી તપાસ સોંપી હતી જેમાં નિવૃત્ત મુખ્ય સચિવ પી. કે. લહેરીની સમિતિએ (P K Laheri Investigation Committee) તપાસ કરી યુનિવર્સિટીને તપાસ રિપોર્ટ સોંપ્યો હતો જેમાં બાંધકામમાં હલકી ગુણવત્તાનું કામ થયું હોવાનું તેમજ ટેન્ડરમાં દર્શાવ્યા મુજબ કામ પૂર્ણ કર્યું ન હોવાનું સામે આવ્યું હતું.
મદદનીશ ઇજનેરને ચાર્જ શીટ અપાઈ હતી
આ મુદ્દાને લઈને યુનિવર્સિટી દ્વારા મદદનીશ ઇજનેર કિરીટ ગજ્જરને ચાર્જ શીટ આપવામાં આવી હતી. આ મુદ્દાને લઈને મદદનીશ ઇજનેરે 10 જુલાઈ 2017 ના રોજ નામદાર હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરતા કોર્ટે તે સમયે આ બાબતે કંઈ ન કરવા સ્ટે આપ્યો હતો. ત્યારબાદ જુલાઈ 2021ના રોજ કોર્ટે આ બાંધકામોમાં થયેલા ભ્રષ્ટાચાર મામલે તપાસ પૂર્ણ કરવા યુનિવર્સિટીને આદેશ કર્યો હતો. જે આદેશને પગલે યુનિવર્સિટી દ્વારા ફાઇનલ તપાસ માટે બે સભ્યોની તપાસ સમિતિની રચના કરી તપાસ સોંપવામાં ( Patan University Corruption Investigation ) આવી હતી. જેમાં તપાસ અધિકારી ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટીના પૂર્વ કુલપતિ એચ.એન ખેર અને લીગલ એડવાઈઝર જે કે દરજી દ્વારા આ મુદ્દાને લઈને યુનિવર્સિટીમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Marks Improvement Scam : HNGUમાં MBBSના ગુણ સુધારણા કૌભાંડની ચાર્જશીટ મામલે કારોબારીએ કુલપતિનો જવાબ ફગાવ્યો
તપાસ રિપોર્ટ યુનિવર્સિટીને સુપરત કરાશે
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 4 જેટલા બાંધકામોમાં થયેલ નાણાકીય કૌભાંડની ફાઇનલ તપાસ કરી રહેલા તપાસ અધિકારી એચ. એન. ખેરે જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં બાંધકામો બાબતે જે આક્ષેપો થયા જ છે. તેના અનુસંધાને મારી ટીમ દ્વારા નવું સેટિંગ કરી અલગ-અલગ વ્યક્તિઓના નિવેદનો લેવામાં આવ્યા છે અને તપાસની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તપાસ રિપોર્ટ યુનિવર્સિટીને સુપરત કરાશે. યુનિવર્સિટી આ રીપોર્ટને આધારે જે જવાબદારો ( Patan University Corruption Investigation ) સામે કાર્યવાહી કરશે.
આ પણ વાંચોઃ પાટણ યુનિવર્સિટીમાં આગામી કારોબારીમાં MBBSના ગુણસુધારણાના દોષિતો સામે કાર્યવાહી કરાશે
લહેરી સમિતિએ 700 પાનાંનો રીપોર્ટ આપ્યો હતો
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 6 વર્ષ બાદ વિવિધ બાંધકામના કૌભાંડની તપાસનો દોર ફરી ધમધમતો થયો છે. ત્યારે જોવાનું એ છે કે તે સમયે લહેરીની તપાસ સમિતિએ(P K Laheri Investigation Committee) 700 પાનનો તપાસ રિપોર્ટ આપ્યો હતો, તેેમાં એક જ વ્યક્તિનું નામ બહાર આવ્યું હતું. પરંતુ આ કૌભાંડમાં અન્ય કોઈ સંડોવાયેલા છે કે નહીં તે તો ફાઇનલ તપાસ ( Patan University Corruption Investigation ) રિપોર્ટમાં જ બહાર આવશે.