ETV Bharat / state

Patan Crime : પાટણમાં ડ્રગ્સ સાથે બે શખ્સોને પોલીસે પકડ્યા, 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત - Drug trafficking in Patan

પાટણ SOG એ ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. આ આરોપીઓ પાસેથી ડ્રગ્સ સહિત 2,43,750નો મુદ્દામાલ જપ્ત કરીને કડક પૂછપરછ કરવામાં આવી હતી. ડ્રગ્સ મહેસાણાના શખ્સ પાસેથી લાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મહેસાણાના શખ્સની પણ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નPatan Crime : પાટણમાં ડ્રગ્સ સાથે બે શખ્સોને પોલીસે પકડ્યા, 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Patan Crime : પાટણમાં ડ્રગ્સ સાથે બે શખ્સોને પોલીસે પકડ્યા, 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
author img

By

Published : Jun 27, 2023, 3:40 PM IST

પાટણમાં ડ્રગ્સ સાથે બે શખ્સોને પોલીસે પકડ્યા

પાટણ : SOG પોલીસે બાતમી આધારે ઊંઝા તરફથી આવી રહેલી ગાડીમાંથી હિરોઈન ડ્રગ્સના જથ્થા સાથે પાટણના બે શખ્સોને ઝડપી લીધા છે. તેઓની પાસેથી ડ્રગ્સ સહિત 2,43,750નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેઓની પૂછપરછ કરતા આ ડ્રગ્સ મહેસાણાના શખ્સ પાસેથી લાવ્યા હોવાનું જાણવા મળતા પોલીસે મહેસાણાના શખ્સની પણ ધરપકડ કરી છે. પાટણના ઝડપાયેલા બે શખ્સો પૈકી એક આરોપી અગાઉ પણ ડ્રગ્સના કેસમાં ઝડપાયેલો છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માગણી કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

નાના શહેરોમાં ડ્રગ્સ ગુસાડવાનો પ્રયાસ : ડ્રગ્સનો કાળો કારોબાર કરનાર માફિયાઓ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના મોટા શહેરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઘુસાડી રહ્યા છે. તેઓનીઆ મેલી મુરાદને ગુજરાત પોલીસ નિષ્ફળ બનાવીને મોટા પ્રમાણમાં ડ્રગ્સ જથ્થા સાથે આરોપીઓને ઝડપી રહી છે, ત્યારે હવે ગુજરાતના નાના શહેરોમાં પણ ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ માફિયાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે મહેસાણાથી ગાડી મારફતે પાટણમાં ઘુસાડાતા હેરોઈન ડ્રગ્સને પાટણ પોલીસે બાતમી આધારે ઝડપી લઇ ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

17.650 ગ્રામ હેરોઈન ડ્રગ્સ ઝડપાયું : સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટિક્સ પદાર્થ કે કેફીદ્રવ્યના ગેરકાયદેસર વેપાર અને હેરાફેરીનુ વેચાણ અટકાવવા તેમજ આવી પ્રવૃત્તિઓ આચરતા શખ્સો સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. રેન્જ આઈજીની સૂચના આધારે પાટણ SOG પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે, ઊંઝા તરફથી એક ટોયેટા ગાડીમાં બે શખ્સો હેરોઈન ડ્રગ્સ લઈને પાટણ તરફ આવી રહ્યા છે, ત્યારે મળેલી બાતમીને અનુસંધાને SOG પોલીસે હાશાપુર નજીક નાકાબંધી કરી વાહનોની સઘન તપાસ હાથ ધરી હતી.

મુદ્દામાલ સાથે આરોપી જપ્ત : તે દરમિયાન બાતમીવાળી ટોયોટા ગાડી આવી પહોંચતા પોલીસે તેને સાઈડમાં ઉભી રખાવી તપાસ કરતા તેમાંથી 17.650 ગ્રામ હિરોઈન ડ્રગ્સ કિંમત 88250 ટોયોટા ગાડી કિંમત 1,50,000, બે મોબાઈલ મળી 2,43,750 ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ અનિલ પરમાર, પટેલ જતીન ઉર્ફેદ ડેની, સાલવીવાડા વાળાની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લાવી સગન પૂછપરછ કરી હતી. હિરોઈનનો આ જથ્થો મહેસાણાના રસીદ ખાન મુસલમાન પાસેથી લાવ્યા હોવાની કબુલાત કરતા પોલીસે રસીદ ખાનની પણ મહેસાણાથી અટકાયત કરી ત્રણેય સામે NDPC એક્ટર મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

SOG પોલીસે બાતમી આધારે ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓ પૈકી અનિલ પરમાર ભૂતકાળમાં પણ ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલો છે. તેની સામે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયેલી છે, ત્યારે અન્ય બે આરોપીઓ કેટલા સમયથી આ કાળો કારોબાર કરી રહ્યા છે. તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે. - વિજય પટેલ (એસ.પી.પાટણ)

આરોપીઓ એક દિવસના રિમાન્ડ પર : ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને છેલ્લા કેટલા સમયથી આ કાળા કારોબાર સાથે સંકળાયેલા છે. તેમજ અન્ય કઈ કઈ જગ્યાએ ટ્રકની હેરાફેરીઓ કરી છે. તેની સઘન તપાસ અર્થે પોલીસે આરોપીઓને પાટણની ચોથા એડિશનલ જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માગણી કરતા કોર્ટે ત્રણેય આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

  1. Surat News : હર્ષ સંઘવીને પણ સિગરેટની લત લાગેલી, ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં કરી દિલ ખોલીને વાત
  2. Surendranagar Crime : સુરેન્દ્રનગર એલસીબી પોલીસે 17.81 લાખનું એમડી ડ્રગ્સ ઝડપ્યું, લોરેન્સ બીશ્નોઇ ગેંગના ઇનામી આરોપી પકડ્યાં
  3. Ahmedabad Crime News : અમદાવાદ માંથી ફરી એક વાર ડ્રગ્સ ઝડપાયું, 57 વર્ષીય આધેડની SOGએ કરી ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.