ETV Bharat / state

Gujarat Monsoon: સમગ્ર પાટણ પંથકમાં પાણી...પાણી...રસ્તા પર નદીઓ વહેતી હોય એવું ચિત્ર - હવામાન વિભાગની આગાહી

ગુજરાત રાજ્યમાં વિધિવત રીતે ચોમાસું શરૂ થઈ ગયું છે. ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. નેશનલ હાઈવેથી લઈને શહેરના તમામ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. પણ સમગ્ર પાટણ પંથકમાં મેઘકૃપા થતા રસ્તા પર જાણા નદીઓ વહેતી હોય એવું ચિત્ર જોવા મળ્યું છે. જોઈએ એક ખાસ રીપોર્ટ

Patan Monsoon News : પાટણના સાત તાલુકાઓમાં મેઘમહેર

author img

By

Published : Jun 29, 2023, 12:45 PM IST

પાટણના સાત તાલુકાઓમાં મેઘમહેર

પાટણ : છેલ્લા એક અઠવાડિયાથી અસહ્ય ગરમી અને ઉકળાટને કારણે પાટણમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે સમગ્ર જિલ્લામાં બુધવારે રાત્રે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. હવામાન ખાતાના રીપોર્ટ અનુસાર, આકાશમાં ઘટાટોપ કાળા ડિબાંગ વાદળો ધસી આવ્યા હતા. વીજળીના તેજ લિસોટા તેમજ મેઘગર્જના સાથે ધોધમાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. વરસાદી પાણી માર્ગો ઉપર ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું હતું.

ખુશનુમા વાતાવરણ : વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો બીજી તરફ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. નાના બાળકો તેમજ મોટેરાઓએ પ્રથમ વરસાદમાં પલડવાનો આનંદ માણ્યો હતો. જોકે, સતત ભેજવાળા હવમાનનને કારણે તાપમાન નીચું ઊતર્યું હતું. એકાએક ઋતુનો બદલાવ જોવા મળતા જનજીવન પર એની સીધી અસર થઈ હતી.

સાર્વત્રિક મેઘ મલ્હાર : પાટણ જિલ્લાના વહીવટી તંત્રના એક અહેવાલ અનુસાર, 7 તાલુકાઓમાં અડધાથી લઈને સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. અસહ્ય ઉકળાટ,બફારા અને ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠેલા લોકોએ રાહત અનુભવી હતી. બુધવારની રાત્રે પણ હવામાનમાં આવેલા પલટા બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ હતી. જોકે, UGVCL પાટણના કર્મચારીઓએ તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો પુનઃ કાર્યરત કર્યો હતો.

વરસાદી આંકડા: પાટણ જિલ્લામાં મેઘમહેર થતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. જિલ્લાના પાટણમાં 47 mm , ચાણસ્મા તાલુકામાં 43 mm , શંખેશ્વર તાલુકામાં 7 mm , સરસ્વતી તાલુકામાં 81 mm, સિદ્ધપુર તાલુકામાં 34 mm, હારીજ તાલુકામાં 31 mm અને સમી તાલુકામાં 7 mm વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સરસ્વતી તાલુકામાં 81 mm વરસાદ નોંધાયો છે. જ્યારે સાંતલપુર અને રાધનપુર તાલુકા કોરા રહ્યા હતા. એવું તંત્રના એક રીપોર્ટમાંથી જાણવા મળ્યું છે.

મોટી આગાહીઃ હવામાન વિભાગની આગાહી અનુસાર પાટણ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સૌથી વધુ વરસાદ સરસ્વતી તાલુકામાં 81 mm નોંધાયો છે. જ્યારે રાધનપુર અને સાંતલપુર તાલુકા કોરા રહ્યા છે. જોકે, ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. આવનારા દિવસોમાં હજું ભારે વરસાદ પડે એવી પૂરી સંભાવનાઓ છે

ખરીફ વાવેતર: ખેડૂત ભાઈઓએ ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, જિલ્લામાં ખેડૂતો ખરીફ વાવેતરમાં ખાસ કરીને બીટી કપાસ, અડદ, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર કરી શક્યા છે. હારીજ તાલુકામાં 500 હેક્ટરમાં અને ચાણસ્મા તાલુકામાં 4 હેક્ટરમાં અડદનું વાવેતર થયું છે. જ્યારે જિલ્લાના નવ તાલુકાઓમાં બીટી કપાસનું 15,131 હેક્ટરમાં વાવેતર થયું છે. તો 2522 હેક્ટર માં ઘાસચારાનું વાવેતર થવા પામ્યું છે.

  1. Gujarat Monsoon 2023: ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, 147 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ
  2. Gujarat Monsoon 2023: બિપરજોયને કારણે ગુજરાતમાં ચોમાસાની પ્રગતિ ધીમી, ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.