ETV Bharat / state

Patan Police Security: ગુજરાત સ્થાપના દિન માટે પાટણએ સુરક્ષાને લઈને કસી કમર - પાટણ જિલ્લા પોલીસ વડા

પોટણમાં ગુજરાત સ્થાપના દિનની(Gujarat Foundation Day) ઉજવણીને લઈને અભેદ સુરક્ષા કરવામાં આવી છે. આ સુરક્ષામાં આઇજીની અધ્યક્ષતામાં હજારો પોલીસ જવાનો સુરક્ષા માટે તૈનાત થશે. તેમજ પોલીસ પરેડ( Patan Police Parade) યોજવામા આવશે.

Patan Police Security: ગુજરાત સ્થાપના દિન માટે પાટણએ સુરક્ષાને લઈને કસી કમર

author img

By

Published : Apr 28, 2022, 10:40 PM IST

પાટણ: પાટણમાં આગામી પહેલી મે 2022ના રોજ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન રાજ્યપાલ સહિત પ્રધાનમંડળના પ્રધાનો અને સચિવો ઉપસ્થિત રહેશે. જેને અનુલક્ષી પાટણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત(Patan Police Security) તૈનાત કરવામાં આવ્યો છે. પાટણમાં IG(Inspector General of Police Patan) સહિત 1600 સોથી વધુ પોલીસ જવાનો સુરક્ષામાં તૈનાત કરાયા છે.

પાટણમાં ગુજરાત ગૌરવ દિનની ઉજવણીને લઈને અભેદ સુરક્ષા માટે આઇજીની અધ્યક્ષતામાં 1600 પોલીસ સુરક્ષા તૈનાત

આ પણ વાંચો: Gujarat Gaurav Din in Patan : અહીં યોજાશે પહેલીવાર રાજ્ય સ્થાપના દિવસ સમારોહ, જાણો કેવો છે તંત્રનો ધમધમાટ

ઉજવણીને લઈને અભેદ સુરક્ષા - આ ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે પાટણમાં પહેલી મેના રોજ ગૌરવ દિવસની જાજરમાન ઉજવણી થવાની છે. ત્યારે શહેરમાં પોલીસ બંદોબસ્ત અને પોલીસ દ્વારા કરવામાં આવનાર વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. આ અંગે જિલ્લા પોલીસ વડા(Patan District Police Chief) વિજય પટેલે પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની(Patan Law and order) સ્થિતિ જળવાઇ રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત તૈનાત કરાયો છે. આ કાર્યક્રમને અનુલક્ષીને પાટણમાં એક IG, 11 DYSP, 19 PI,122 PSI તથા 1650 પોલીસ જવાનો તૈનાત કરાયા છે.

આ પણ વાંચો: ગુજરાત સ્થાપના દિવસે ઓનલાઈન માધ્યમથી કોરોના સામે રક્ષણ મેળવવા પ્રાર્થના કરાઈ

આઇજીની અધ્યક્ષતામાં 1600 પોલીસ સુરક્ષા માટે તૈનાત - આ ઉપરાંત પોલીસ હેડ ક્વાર્ટરમાં 29, 30 એપ્રિલ અને 1લી મેના રોજ જાહેર જનતા માટે શસ્ત્ર પ્રદર્શન નિહાળવાનું પણ આયોજન કરાયું છે. જે જાહેર જનતા માટે સવારે 10થી 1 અને સાંજે 4થી 8 કલાક સુધી ખુલ્લુ રહેશે. 1લી મે રવિવારના દિવસે સાંજે 5.00 કલાકે કોલેજ ગ્રાઉન્ડમાં પોલીસ પરેડ યોજાશે. જેનું મહામહિમ રાજ્યપાલ અને મુખ્યપ્રધાન નિરીક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ પોલીસ જવાનો દ્વારા રાઇફલ ડ્રિલ, મોટર સાયકલ સ્ટંટ(Motorcycle stunt in Patan), ડોગ શો, અશ્વ શો, બેન્ડ ડિસ્પ્લે અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.