ETV Bharat / state

પાટણમાં ગટરના ભૂવાનું સમારકામ ન થયું, કોંગ્રેસ દ્વારા ચેરમેનનું પૂતળા દહન કરાયું - પાટણમાં ગટરના ભૂવાનું સમારકામ

પાટણના કુલડીવાસમાં 15 દિવસથી ગટરના ભૂવાનું સમારકામ કરવામાં ન આવતા રહીશો રોષે (Patan People Furious over Drain Pothole ) ભરાયાં હતાં. રહીશો સહિત પાટણ કોંગ્રેસના કાર્યકર્તાઓએ નગરપાલિકાના ભૂગર્ભ ગટર વિભાગ ચેરમેનના (Patan Underground Sewerage Committee Chairman ) પૂતળાંનું દહન (Congress Burnt Effigy Of Chairman ) કરી પાલિકા સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

પાટણમાં ગટરના ભૂવાનું સમારકામ ન થયું, કોંગ્રેસ દ્વારા ચેરમેનનું પૂતળા દહન કરાયું

author img

By

Published : Sep 3, 2022, 9:43 PM IST

પાટણ પાટણ શહેરમા થયેલ ભારે વરસાદને કારણેના વોર્ડ નંબર 7માં આવેલ કુલડીવાસ નજીક મુખ્ય માર્ગ વચ્ચે ભૂગર્ભ ગટરમાં મોટું ભંગાણ થતા રસ્તા વચ્ચે સાત ફૂટથી વધુ મોટો ભૂવો પડ્યો હતો. આ ખાડો ખુલ્લો રહેતા તેમાંથી ભૂગર્ભ ગટરના ખુલ્લા રહેતા પાણીના કારણે દુર્ગંધથી લોકો (Patan People Furious over Drain Pothole )ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતાં. જે બાબતે તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

ખાડો ખુલ્લો રહેતા તેમાંથી ભૂગર્ભ ગટરના ખુલ્લા રહેતા પાણીના કારણે દુર્ગંધથી લોકો ત્રાહિમામ છે

રહીશો કંટાળીને રોષે ભરાયાં પાટણ નગરપાલિકા ભૂગર્ભ ગટર વિભાગને ગટરમાં પડેલા ભૂવાનું સત્વરે પુરાણ કરવા બાબતે અનેક રજૂઆતો કરવામાં આવી હતી. છતાં નગરપાલિકા દ્વારા છેલ્લા 15 દિવસથી પડેલા ભૂવાનું સમારકામ યોગ્ય રીતે હાથ ન ધરાવતા રહીશો કંટાળીને રોષે (Patan People Furious over Drain Pothole )ભરાયાં હતાં.

આ પણ વાંચો પાટણના ધારાસભ્યે કોંગ્રેસ ટીમ સાથે જાતે વેટમિક્સ પાથરી ખાડા પૂર્યાં, વિરોધનો નવતર પ્રયોગ

ચક્કાજામ કર્યો આ મુદ્દે રોષિત રહીશો દ્વારા પાટણ કોંગ્રેસના સભ્યોને સાથે રાખી વિસ્તારમાં ચક્કાજામ કરી નગરપાલિકાના સત્તાધીશો વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકારી ભૂગર્ભ ગટર સમિતિના ચેરમેન (Patan Underground Sewerage Committee Chairman ) જયેશ પટેલનું પૂતળા દહન (Congress Burnt Effigy Of Chairman )કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

આ પણ વાંચો કોર્ટના આદેશ બાદ પણ નગરપાલિકાની બેદરકારી, રખડતા ઢોરે મહિલાને માર્યુ શિંગડું

કોંગ્રેસ ભ્રષ્ટાચારના ખોટા આક્ષેપો કરે છે ભૂગર્ભ ગટર સમિતિના ચેરમેન (Patan Underground Sewerage Committee Chairman ) જયેશ પટેલે જણાવ્યું હતું કે ભૂવો પડ્યો છે તે જગ્યાએ બુકડી દુખવાડા બંને બાજુની ક્રોસ પાઇપ લાઇન 25થી 30 વર્ષ જૂની હોઈ ચેમ્બર પાસે જ અડધી ખવાઈ ગઈ હતી. જે નવી નાખવામાં આવી છે. વોટર વર્કસનું કામ પૂર્ણ કરી ચેમ્બરમાં જામ થયેલ માટી કાઢી ટૂંક સમયમાં આ ભૂવો પુરવામાં આવશે. કોંગ્રેસ ભ્રષ્ટાચારના ખોટા આક્ષેપો કરી રાજકારણ કરી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.