ETV Bharat / state

પાટણના રણાસણના 23 વર્ષીય યુવકની લંડનમાં આત્મહત્યાનું ઘૂંટાતું રહસ્ય, ડેડબોડી લાવવા સાંસદની મદદ માગતો પરિવાર

પાટણના રણાસણ ગામનો મીત પટેલ નામનો યુવક સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો. બે મહિના પહેલાં જ વિદેશ ગયેલા આ યુવકની લાશ મળી આવી છે. તે પરિવાર સાથે પાંચેક દિવસથી સંપર્કવિહીન હતો. જોકે યુવકે આત્મહત્યા કરી રહ્યો હોવાના વોઇસ મેસેજ કર્યાં હતાં. પરિવારે ડેડબોડી વતન લાવવા સાંસદની મદદ માંગી છે. Family seeking MP help to bring dead body Patan youth committed suicide in London

પાટણના રણાસણના 23 વર્ષીય યુવકની લંડનમાં આત્મહત્યાનું ઘૂંટાતું રહસ્ય, ડેડબોડી લાવવા સાંસદની મદદ માગતો પરિવાર
પાટણના રણાસણના 23 વર્ષીય યુવકની લંડનમાં આત્મહત્યાનું ઘૂંટાતું રહસ્ય, ડેડબોડી લાવવા સાંસદની મદદ માગતો પરિવાર
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 22, 2023, 9:36 PM IST

યુવકે વિદેશમાં કરી આત્મહત્યા

પાટણ : પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના ખેડૂત પુત્રનો એકનો એક દીકરો બે માસ અગાઉ સ્ટુડન્ટ વિઝા ઉપર અભ્યાસ અર્થે યુકેના લંડન ગયો હતો.જ્યાં છેલ્લા પાંચ દિવસથી તેનો સંપર્ક પરિવાર સાથે તૂટી જતા ચિંતાતુર પરિવારને તેની લાશ મળ્યાના સમાચાર મળતા પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયું હતું. આ મૃતક યુવકે આત્મહત્યા કરી હોવાની બાબત પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવી છે. પરિવારજનો તથા ગામના સરપંચે મૃતકની ડેડબોડીને માદરે વતન પરત લાવવા પાટણના સાંસદનો સંપર્ક કરી સરકાર પાસે મદદ માગી છે.

બે માસ પહેલાં ગયો લંડન : આ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના ખેડૂત પ્રવીણભાઈ જોધાભાઈ પટેલનો એકનો એક દીકરો મીત પટેલ ઉંમર વર્ષ તેવી બે માસ અગાઉ અભ્યાસ અર્થે સ્ટુડન્ટ વિજા ઉપર યુકેના લંડન ખાતે ગયો હતો. ગત તારીખ 11 9 23 ના રોજ મીત પટેલ અમદાવાદ એરપોર્ટથી લંડન જવા રવાના થયા બાદ અવારનવાર પરિવાર સાથે વાતચીત થતી હતી પરંતુ તારીખ 17/ 11/ 23 થી તેનો ફોન બંધ આવતો હોવાથી પરિવારજનો ચિંતામાં મુકાયાં હતાં. મીત પટેલે તેના પરિવાર સાથે ગત શુક્રવારે છેલ્લી વાત કરી હતી ત્યારબાદ તેનો સંપર્ક તૂટી ગયો હતો. છેલ્લા પાંચ દિવસથી મીત પટેલનો સંપર્ક નહીં થતા પરિવારજનો ચિંતામાં હતાં. ત્યારે ગતરોજ મીત પટેલની લાશ મળી આવ્યાના સમાચાર મળતા પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું અને સમગ્ર ગામમાં શોક છવાઈ ગયો હતો.

હત્યાની આશંકા : ખેડૂત પરિવારનો એકના એક દીકરાની લાશ મળ્યાના સમાચારથી સમગ્ર પંથકમાં માતમ છવાયો હતો. ત્યાં ગામના સરપંચ જયંતીભાઈ પટેલ સહિત પરિવારજનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મીત પટેલનું અપહરણ કરીને તેની હત્યા કરવામાં આવી છે. અમારી સાથે છેલ્લે શુક્રવારના રોજ વાત થઈ હતી.

અન્ય કોઈના ત્રાસથી કરી આત્મહત્યા : લંડન અભ્યાસ અર્થે ગયેલા મીત પટેલે ત્રણ જેટલા ઓડિયો કોલ તેના પરિવારજનોને મોકલ્યા છે જેમાં તેણે જણાવ્યું હતું કે હું છેલ્લા કેટલાક સમયથી હેરાન થઈ રહ્યો છું.અહીં મારા ઉપર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે.મમ્મી પપ્પા મારા ઉપર એક વ્યક્તિ હાવી થઈ ગઈ છે અને આ વ્યક્તિ મારા ઉપર વધુ હાવી થાય તે પહેલા હું મરી જઈશ. આ વ્યક્તિ 19/ 11 /23 પહેલાં હાવી થાય તે પહેલા હું આત્મહત્યા કરીશ. 19 તારીખ મારા જીવનની છેલ્લી તારીખ છે. મમ્મી પપ્પા મેં તમારા પંદર લાખ રૂપિયા બગાડ્યા છે. તો મને માફ કરજો હું કેનેડિન બરફીન પર છું જ્યાં હું મરી જઈશ મને છેલ્લે બાથરૂમમાં લિક્વિડ પીવડાવ્યું હતું. તમોને હેરાન કરું તે પહેલાં હું મરી જઈશ. મારી બહેનને સારા પરિવારમાં પરણાવજો મને શોધવાની કોશિશ ન કરતાં હું ત્રણ વોઇસ કોલ છોડીને કરું છું જે સાંભળી લેજો બાય બાય..

મરતા પહેલા યુવકે ઓડિયો બનાવ્યો : આ ઓડીયો કોલમાં શબ્દો હતાં મીત પટેલના જેને 19 તારીખે આત્મહત્યા કરતા પહેલા તેના પરિવારજનોને મોકલ્યા હતા. મીત સાથે એવું તો શું થયું હતું કે તેને આત્મહત્યા કરવી પડી તેની ઉપર કોણ હાવી થયું હતું? શું આ કોઈ રેગિંગ હશે કે પછી અન્ય કોઈ કારણ... આ બધા સવાલોના જવાબ તો તપાસમાં જ બહાર આવશે પરંતુ હાલ તો ખેડૂત પ્રવીણભાઈ પટેલના પરિવારમાં આક્રંદ સાથે માતમ છવાયો છે.

ડેડબોડી લાવવા સાંસદની મદદ : રણાસણના મીત પટેલની ડેડબોડીને ભારત લાવવા અને માદરે વતન લાવવા માટે પરિવારજનો તથા ગામના સરપંચ જયંતીભાઈ પટેલે સાંસદ ભરત ડાભીને જાણ કરતા સાંસદે આ મામલે વિદેશ મંત્રાલયને લેખિત જાણકારી આપી છે. ગુજરાત અને ભારત સરકાર પાસે મદદ માગી છે.

માતાપિતા માટે લાલબત્તી સમાન બનાવ : માતાપિતા માટે લાલબત્તી સમાન બનાવ હાલમાં મીત પટેલના વિદેશ અભ્યાસ જતા અને લાશ મળી આવવાનો બનાવ વિદેશ અભ્યાસની ઘેલછા રાખતા માતા-પિતા માટે લાલબત્તી સમાન બનાવ છે. લાખો રૂપિયાનો ખર્ચ ઘરના દાગીના વેચી મોંઘી લોન બેંકમાંથી મેળવી વહાલસોયા પુત્રને વિદેશ મોકલતા પહેલા માતા પિતાએ તમામ પ્રકારની ચોકસાઈ કરવી જરૂરી છે.

  1. Surat fraud visa case: વિદેશમાં જઈને સારૂં કમાવવાની આશામાં 15 શ્રમીકોએ ગુમાવ્યાં લાખો રૂપિયા, ઠગબાજ એજેન્ટોથી ચેતવતો કિસ્સો
  2. Uttarakhand Accident : પરિવારજનોએ ડેડબોડી મેળવવા રાહ જોવી પડશે, સિવિલ એવિએશન અને કાર્ગો નિયમ મુજબ અમદાવાદ લવાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.