ETV Bharat / state

હવે પાટણ કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામાની વાત ઉચ્ચારી, શા માટે નારાજ છે તે પણ કહ્યું - કોંગ્રેસમાંથી રાજીનામું

કોંગ્રેસના ખંભાત ધારાસભ્યના રાજીનામાના પડઘા પાટણમાં પણ સંભળાવાની શક્યતા સામે આવી છે. આજે પાટણ બેઠકના કોંગ્રેસ ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે માંગણીઓ નહીં સ્વીકારાતી હોવાનો મુદ્દો આગળ ધરી જરૂર પડે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની વાત ઉચ્ચારી છે.

હવે પાટણ કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામાની વાત ઉચ્ચારી, શા માટે નારાજ છે તે પણ કહ્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 20, 2023, 4:29 PM IST

તેમને હરાવવા પ્રયાસ કરનારાઓ સામે પગલાં ન લેવાતા નારાજ

પાટણ : ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા ઓપરેશનની શરૂઆત કરી છે. વિસાવદર આપના ધારાસભ્ય અને ખંભાત બેઠકના કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં પડ્યા બાદ આજે પાટણથી આ પ્રકારની ખબર મળી રહી છે. પાટણ બેઠકના કોંગ્રેસના ધારાસભ્યે તેમની માંગણીઓ નહીં સ્વીકારતી હોવાનો મુદ્દો આગળ ધરી જરૂર પડે પક્ષમાંથી રાજીનામું આપવાની વાત ઉચ્ચારી છે. એટલું જ નહીં, રાજીનામાં આપવા માટે કોઈની સલાહ લેવાની જરૂર નથી તેવું નિવેદન આપતા પાટણનું રાજકારણ ગરમાયું છે.

રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી : ખંભાત બેઠકના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી કહ્યું હતું કે પક્ષના અન્ય ધારાસભ્યો પણ ગુંગળામણ અનુભવી રહ્યા છે. તેવા નિવેદનના 24 કલાકમા જ પાટણ વિધાનસભા બેઠક ઉપરથી છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાઈ આવતા ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે પણ પોતાના રાજીનામાં બાબતે મોટું નિવેદન આપ્યું છે.

ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના જ કેટલાક આગેવાન નેતાઓએ મને હરાવવાના પ્રયાસો કર્યા હતાં. તેવા લોકો સામે પક્ષના હાઈ કમાન્ડને અવારનવાર લેખિતમાં રજૂઆતો કરી છે. છતાં પક્ષ દ્વારા આજ દિન સુધી તેઓ સામે કોઈ કડક કાર્યવાહી કે નિર્ણય લેવાયા નથી કે તેઓને પક્ષમાંથી સસ્પેન્ડ પણ કર્યા નથી. પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરનારા આવા લોકો સામે અનદેખી કરવામાં આવી રહી છે. જો અમારી કરેલી રજૂઆતો સંદર્ભે પક્ષ દ્વારા ત્વરિત કોઈ નિર્ણય નહીં લેવાય તો હું પણ પક્ષમાંથી રાજીનામું આપીશ...ડોક્ટર કિરીટ પટેલ( કોંગ્રેસ ધારાસભ્ય, પાટણ )

રાજીનામું આપવા કોઈની સલાહની જરૂર નથી : રાજીનામાં બાબતે મતદારોના દ્રોહ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કિરીટ પટેલે જણાવ્યું હતું કે રાજીનામું આપવા માટે કોઈની રાય લેવાની જરૂર નથી. ચૂંટણીમાં ઊભા રહેવા જનાદેશ લેવાની જરૂર પડે છે છતાં રાજીનામું આપતા પહેલા અમારા ટેકેદારો અને શુભેચ્છકો સાથે ચર્ચા કરીશ.

રાજીનામું આપનાર પ્રતિનિધિને કચરો કહેવો યોગ્ય નથી : કોંગ્રેસ મોવડી મંડળના એક વરિષ્ઠ નેતા દ્વારા રાજીનામું આપનાર કોંગ્રેસના ધારાસભ્યોની કચરા સાથે કરેલી સરખામણીની ટિપ્પણી મામલે ધારાસભ્ય જણાવ્યું હતું કે કોઈપણ પક્ષમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિ જ્યારે રાજીનામું આપે તો તે દબાણ કે પૈસાની લાલચમાં જ રાજીનામું આપે છે તેવું નથી. તેની પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે પક્ષમાં થતી અવગણના માંગણીઓ નહીં સ્વીકારવી જેવી નારાજગીઓ પણ જવાબદાર હોય છે. જેથી કચરો કહેવો યોગ્ય નથી. આવા લોકો સાથે પક્ષ દ્વારા બેઠક કરી ચર્ચા કરી તેનું કારણ જાણી નારાજગી દૂર કરવી જોઈએ.

રાજકારણ ભરશિયાળે ગરમાયું : આગામી લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા નબળી બેઠકો પરના કોંગ્રેસના ધારાસભ્યની વિકેટો ખેરવવાની શરૂ કરી છે ત્યારે આજે પાટણ બેઠકના ધારાસભ્ય કિરીટ પટેલે પણ રાજીનામાને લઈને નિવેદન આપતા જિલ્લાનું રાજકારણ ભરશિયાળે ગરમાયું છે.

  1. પક્ષપલટાની મૌસમ; શું કોંગ્રેસમાં હજી વધુ વિકેટની શક્યતા ! જાણો શું કહે છે કોંગ્રેસના ધારાસભ્ય ?
  2. ભાજપના ડૉક્ટર વિરોધ પક્ષોના ધારાસભ્યોની માનસિકતાનું કરી રહ્યા છે 'ઓપરેશન'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.