ETV Bharat / state

Patan News : પાટણ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણમાં 25 પ્રશ્નો ઉકેલાયા, અરજદારોએ શું કહ્યું જૂઓ

રાજ્યના નાગરિકોની સમસ્યાઓને સાંભળતો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ શરુ થયાંના 20 વર્ષ પૂર્ણ થયાં છે. જે નિમિત્તે પાટણમાં પણ સ્વાગત સપ્તાહ ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત પાટણ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલા 25 પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

Patan News : પાટણ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણમાં 25 પ્રશ્નો ઉકેલાયા, અરજદારોએ શું કહ્યું જૂઓ
Patan News : પાટણ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણમાં 25 પ્રશ્નો ઉકેલાયા, અરજદારોએ શું કહ્યું જૂઓ
author img

By

Published : Apr 27, 2023, 9:39 PM IST

કલેક્ટરે પ્રશ્ન સાંભળ્યા અને ઉકેલ પણ લાવ્યાં

પાટણ : રાજ્ય સરકારના સ્વાગત ફરિયાદની 20 વર્ષની ઉજવણીને અનુલક્ષીને પાટણ જિલ્લા સેવા સદન ખાતે આજે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેકટર અરવિંદ વિજયને અરજદારોના વિવિધ પ્રશ્નોને સાંભળ્યા હતા. તેેમણે આ પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા માટે સંલગ્ન અધિકારીઓને તાકીદ કરી હતી

સ્વાગતમાં કયા પ્રશ્નો રજૂ થયાં : છેલ્લા 20 વર્ષથી ચાલતો સ્વાગત કાર્યક્રમ આજે છેવાડાના માનવી માટે સહાયરૂપ બન્યો છે. સ્વાગત કાર્યક્રમ શરૂ કરવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉદેશ્ય આજે ખરા અર્થમાં સાર્થક થઈ રહ્યો છે. પાટણ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદમાં વિવિધ વિસ્તારોમાંથી અરજદારો પોતાની રજૂઆતો લઈને આવ્યા હતા. સ્વાગત ફરિયાદમાં ગટર યોજના અંગેની કામગીરી બાબાત, માપણી કરવા બાબત, બસ સેવા શરૂ કરવા બાબત, ગેરકાયદેસર દબાણ દુર કરવા બાબત, વેરા બાબત, આવાસન, વગેરે જેવા પ્રશ્નોની રજૂઆતો અરજદારો તરફથી કરવામાં આવી હતી. કુલ 25 પ્રશ્નોને જિલ્લા કલેક્ટરે સાંભળ્યા હતા અને ત્વરિતપણે પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સંલગ્ન અધિકારીઓને સૂચન કર્યું હતું.

આ પણ વાંચો 20 Year Of Swagat : મને ખબર પડી છે કે સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચી છે કે નહીં : મોદી

કોની ફરિયાદનું નિરાકરણ આવ્યું : જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પોતાની રજૂઆત લઈને આવેલ પાટણના મોતીસા દરવાજા પાસે રહેતા તુલસીભાઈ વીરાભાઈ પરમારે જણાવ્યું હતું કે જમીન ફાળવણી બાબતનો પ્રશ્ન લઈને આવ્યા હતાં. નગરપાલિકાએ અમને વેચાણ દસ્તાવેજથી જે જમીન આપી હતી એની પ્રોપર્ટીકાર્ડ નકલ મળતી ન હતી. પરિણામે અમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો તેથી અમે પ્રથમ તાલુકા સ્વાગત અને ત્યારબાદ જિલ્લા સ્વાગતમાં અમારી રજૂઆત લઈને આવ્યા હતા. જિલ્લા સ્વાગતમાં કલેક્ટરે અમારો પ્રશ્ન સાંભળ્યો અને તેનો ત્વરીત નિકાલ કરી આપવાની બાંહેધરી આપી છે.

પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ : તુલસીભાઈએ વધુમાં કહ્યું હતું કે ખરેખર જિલ્લા સ્વાગત એટલે પ્રશ્નનો સ્થળ પર જ ત્વરીત નિકાલ કહી શકાય. સરકાર દ્વારા જે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહ્યો છે. તેના થકી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના વર્ષોથી નહીં ઉકેલાતા પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ આવે છે.

આ પણ વાંચો Gandhinagar News : 20 વર્ષ પહેલાની સ્વાગત કાર્યક્રમની સિદ્ધિને યુનાઇટેડ નેશન્સે એવોર્ડ આપી વધાવી

કલેક્ટર તરફથી સંતોષકારક જવાબ મળ્યો : સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને વખાણતાં પાટણ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આવેલ અન્ય એક ફરિયાદીની વાત પણ જાણીએ. ડીંડરોલના રહેવાસી રાઠોડ ધનજીભાઈ વિરાભાઈએ જણાવ્યું હતું કે અમે પ્લોટોની ફાળવણી બાબતે રજૂઆત કરી હતી જે બદલ અમને જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટર તરફથી સંતોષકારક જવાબ મળ્યો છે.

સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ : જાહેર જનતાના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેઓના મુખ્ય મંત્રીના શાસનકાળ દરમિયાન શરૂ કરાયેલ સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ થઈ ગયા છે. આ 20 વર્ષમાં અસંખ્ય લોકોએ સ્વાગત કાર્યક્રમ થકી પોતાની મુશ્કેલીઓનું સ્થાનિક કક્ષાએથી જ નિરાકરણ મેળવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.