પાટણઃ ભારતમા વિશ્વભરમાં જાણીતી વિરાસતો અને શિલ્પ સ્થાપત્યો (Patan Museum)આવેલા છે. જેમાં કિલ્લા, વાવ, કોતરણીઓ, શિલ્પ સ્થાપત્ય, હસ્તકલા સહિત અનેક વિરાસત હાલ મોજુદ છે. ક્યાંક આવી વિરાસત ક્ષિત વિક્ષીત હોય તેના માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે મ્યુઝિયમ બનાવવામાં આવ્યા છે. સદીઓ જૂના ઐતિહાસિક વારસો જોડાયેલો છે. ઐતિહાસિક અને પૌરાણિક પાટનગર (Historical and mythical capital)એવા પાટણમાં પણ અનેક વિરાસતો આવેલી છે. રાણીની વાવ, સહસ્ત્રલિંગ તળાવ, પટોળા, મશરૂ આજે પણ જોવા મળે છે.
આ પણ વાંચોઃ World Water Day2022: પંચાસરના જૈન દેરાસર જળ સંગ્રહની આપે છે શીખ
મ્યુઝિયમમાં પ્રાથમિક સુવિધાઓ અભાવ - પાટણમાં એક દાયકા પહેલા કરોડો રૂપિયાના (Lack of Patan Museum facilities)ખર્ચે બનાવેલ મ્યુઝિયમ મા 200થી વધુ મૂર્તિઓ, શિલ્પસ્થાપત્યો, શિલાલેખો, પ્રાચીન અને અર્વાચીન લીપીના શિલાલેખો પણ મોજૂદ છે પણ આ મ્યુઝિયમમાં કેટલીક પ્રાથમિક સુવિધાઓ અભાવ હોવાને કારણે આ મ્યુઝિયમ મુલાકાતિઓ વગર સુનું પડ્યું છે. તેથી તાજેતરમાં મ્યુઝિયમ ખાતે નિયુક્ત થયેલા સૌપ્રથમ અધિકારીએ પુરાતત્વ વિભાગ (Department of Archeology)અને સરકારના પ્રવાસન વિભાગને આ મ્યુઝિયમમાં સુવિધાઓ વધારવા લેખિતમાં રજૂઆત કરાઇ છે.
આ પણ વાંચોઃ Bhupendra Patel Visit Rankivav: મુખ્ય પ્રધાને નિહાળી પાટણની ઐતિહાસિક રાણીકી વાવ
મ્યુઝિયમમાં સુવિધાઓ માટે રજૂઆત - રાણીની વાવ રોડ ઉપર આવેલ મ્યુઝિયમ દસ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યુ છે. જેમાં આજદિન સુધી કોઈ અધિકારી નિયુક્ત કરાયા ન હતા. જ્યારે સરકાર દ્વારા અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે મ્યુઝિયમમાં ફરજ બજાવતા અધિકારી મહેન્દ્રસિંગ સુરેલાએ મ્યુઝિયમમા સચવાયેલા પ્રાચીન સ્મારકોની પ્રવાસીઓને સરળતાથી સમજૂતી આપી શકે તે માટે દુભાષિયા, કંજરવેટર, આઈકનોગ્રાફી, હિસ્ટોરિયલ અને ટ્રાન્સલેટરની રજુઆત કરી છે.આ ઉપરાંત રાણીની વાવ અને સહસ્ત્રલિંગ સરોવર નિહાળવા આવતા પર્યટકો માટે કેન્ટીન અને ગેસ્ટ હાઉસની સુવિધા આ મ્યુઝિયમમાં થાય તે માટેની પણ રજૂઆત કરી છે.