પાટણઃ પાટણ તાલુકાનાં દિગડી ગામે સધીમાતાનાં મંદિરે નજીક પાટણનાં ડ્રેસ મટિરીયલનો ધંધો કરતા એક યુવાન વેપારીએ લેણદારોનાં કહેવાતા ત્રાસ કારણે ગઇ રાત્રે ઝેરી દવા પીને આત્મહત્યા (Patan Merchant Commits Suicide) કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. જે અંગે મૃતકની પત્નીએ બાલીસાણા પોલીસ મથકે ફરિયાદ (Suicide case in Patan 2022) નોંધાવી હતી.
મૃતક વેપારીએ ઊંચા વ્યાજે નાણાં લીધાં હતાં
પાટણના હાંસાપુર પાસે સાંઇકુટિર બંગ્લોઝમાં પરિવાર સાથે રહેતા અને ઊંઝાના ડાભી ગામનાં વતની વિજયભાઇ હરગોવનભાઇ પટેલ પાટણમાં ડ્રેસ મટિરિયલનો ધંધો કરતા હતાં. તેઓએ શરૂઆતમાં પાટણમાં દુકાન ચાલુ કરી હતી. પરંતુ ધંધામાં નુકશાન થતાં આર્થિક ભીસમાં આવેલા. જેથી વ્યાજે પૈસા આપતા લોકોનાં સંપર્કમાં આવ્યા હતાં અને ધંધા માટે પૈસા વ્યાજે લીધા હતાં. વિજયભાઇએ મહેસાણા , ઊંઝા, સૂરત, હિંમતનગર, પાટણ જેવા શહેરોમાં ધંધો કરવાનો પ્રયત્ન કરેલો પરંતુ ધંધામાં ખોટ જતાં તેમણે 7 અલગ અલગ વ્યક્તિઓ પાસેથી ઊંચા વ્યાજે નાણાં લીધા હતાં. કેટલાકને વ્યાજ સાથે પાછા આપ્યાં હતાં આમ છતાં પણ તેઓએ વિજયભાઈ તથા તેમની પત્ની ભાવનાબેન પટેલને ફોનથી અને અન્ય રીતે ધમકીઓ (Harassment of Usurers in Patan) આપીને પૈસાની ઉઘરાણી કરતા હતાં.
ધમકીઓથી કંટાળીને પગલું ભર્યું
વિજયભાઇએ પાટણના તાલુકાનાં પાટણ - ઊંઝા રોડ ઉપર આવેલા દિગડી ગામ પાસેના સધીમાતાનાં મંદિર નજીક પોતાની કારમાં જાતે દવા પી આત્મહત્યા (Patan Merchant Commits Suicide) કરતાં 3 જાન્યુઆરીએ રાતે ધારપુર હોસ્પિટલમાં ખસેડાતાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે 7 વ્યક્તિઓ સામે મરનાર વિજયભાઇ પટેલની પત્ની ભાવનાબેન પટેલ બાલીસાણા પોલીસ સ્ટેશન (Suicide case in Patan 2022)ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. 306,384,506 (1) મુજબ ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચોઃ સરદાર બ્રિજ પરથી એક મહિલાએ તાપી નદીમાં ઝંપલાવ્યું, ગૃહ પ્રધાને કાફલો રોકાવી મદદ માટે આપી સૂચના
પત્ની સાથે છેલ્લે ખુલાસીને કરી હતી વાત
આ ફરિયાદમાં પત્ની ભાવનાબેન જણાવ્યું છે કે, તેમનાં અને વિજયભાઇના 2017માં પ્રેમલગ્ન થયા હતાં અને વિજયભાઇના અગાઉના લગ્નથી સંતાનમાં એક દીકરો છે . તેમના જણાવ્યા પ્રમાણે ૩જી તારીખે સાંજે ભાવનાબેને તેમનાં પતિને ફોન કરીને ‘ તમે ક્યાં છો ? ’ તેમ કહેતાં વિજયભાઇએ તેમને કહેલ કે , હું ચાણસ્મા જાઉં છું કાં તો ડાભી જઇશ ’ ’ તેમ કહેલું. બાદમાં તેમનાં પતિનો ફોન ભાવનાબેન પર આવતાં પતિએ કહેલું કે , ‘ તું મને માફ કરજે ’ ’ તેમ કહીને ફોન કટ કરી દેતાં પત્નીએ ફરીથી ફોન કર્યો હતો . બાદમાં સાંજે વોટસએપ કોલ આવતાં પતિએ ફરીથી પત્નીને “ માફ કરજો , હવે બહુ લેટ થઇ ગયેલ છે . તું મને નહીં બચાવી શકે . મેં સેલફોસ અને ઉધઇની દવા પીધી છે. મારે ઘણું દેવું હતું પણ આ લોકોના ત્રાસથી મને મરવા માટે મજબૂર કરેલ છે. તું આ લોકોને છોડતી નહીંં મારા મરવા પાછળનું કારણ તું જાણે છે ? તેમ કહેતાં ભાવનાબેને પતિને પુછેલું કે ‘ ‘ તમે ક્યાં છો ? ’ ’ તો પતિએ પોતે ઊંઝા રોડ પર દિગડી ગામથી આગળ સધી માતાના મંદિરે રોડની સાઇડે છું . ’ ’ તેમ કહેતાં ભાવનાબેન તેમનાં ભાઇને લઇને ઉપરોક્ત સ્થળે ગયાં હતાં. ત્યાં એસેન્ટ ગાડી પડી હતી તેની ડ્રાયવર સીટ પર વિજયભાઇ દવા પીધેલી હાલતમાં અર્ધબેભાન હાલતમાં પડ્યાં હતાં જેથી તેઓને ગાડીમાં જ ધારપુર સિવિલમાં ખસેડ્યાં હતાં ને રાત્રે સાડા નવે તેમનું (Patan Merchant Commits Suicide) મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે 7 વ્યક્તિઓ (Suicide case in Patan 2022) સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.
આ પણ વાંચોઃ સુરત જિલ્લાના SP ઉષા રાડાએ સંકટ મોચન બની આત્મહત્યા કરવા જતા 20 લોકોનો બચાવ્યો જીવ