ETV Bharat / state

પાટણમાં વૉટર ડ્રેનેજ સિસ્ટમની કામગીરીનું ખાતમૂહુર્ત કરાયું - water drainage system

પાટણની જનતા હોસ્પિટલ રોડ ઉપર આવેલ શ્રદ્ધા ફ્લેટથી આનંદ સરોવર તરફ જવાના માર્ગ ઉપર ચોમાસા દરમિયાન ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકા તંત્ર દ્વારા રૂપિયા 30 લાખના ખર્ચે 440 મીટરની સ્ટ્રોમ વોટર ડ્રેનેજ યોજનાના કામનું ખાત મુહૂર્ત બુધવારે વોર્ડ નં.6ના નગરસેવકોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કામગીરી આગામી બે માસમાં પૂર્ણ કરવામાં આવશે.

ડ્રેનેજ યોજનાના કામનું ખાત મુહૂર્ત બુધવારે વોર્ડ નં.6ના નગરસેવકોના હસ્તે કરવામાં આવ્યું

author img

By

Published : Mar 18, 2021, 12:12 PM IST

  • શ્રદ્ધા ફ્લેટથી સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી કરી શરુ
  • મુખ્યમંત્રી અમૃતમ યોજનાની ગ્રાન્ટમાંથી કામગીરી હાથ ધરાઈ
  • 30 લાખના ખર્ચે 440 મીટર પાઇપ લાઇનની નાંખવાની કામગીરી શરૂ કરાઈ

પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ચોમાસા દરમિયાન ભરાઈ રહેતા વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકા તંત્ર દ્વારા સરકારની વિવિધ યોજનાઓમાંથી લાખો રૂપિયાના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે શહેરના બળીયા હનુમાન મંદિર પાછળના ભાગે આવેલ શ્રદ્ધા ફ્લેટથી આનંદ સરોવર તરફ જવાના માર્ગ પર ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે મુખ્યમંત્રી અમૃતમ યોજનાની ગ્રાન્ટમાંથી રૂપિયા 30 લાખના ખર્ચે 440 મીટર લાંબી સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરીનું ખાતમુહૂર્ત નગરપાલિકાના વોર્ડ નંબર 6ના નગરસેવકોના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ભાવનગરમાં સુએજ વ્યવસ્થા અપૂરતી, નવા પ્લાન્ટ બાદ સંપૂર્ણ વ્યવસ્થા થશે

વરસાદી પાણીના નિકાલની કામગીરી બે મહિનામાં પૂર્ણ કરાશે

આ ખાતમૂહુર્ત બાદ આગામી દિવસોમાં વરસાદી પાણીની સમસ્યાનું નિરાકરણ થશે અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ યોજનાની કામગીરી બે માસમાં પૂર્ણ કરવામાં આવશે તેવી આશા રહીશોમાં બંધાઈ છે. આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ વોર્ડ નંબર છના કોર્પોરેટર મુકેશભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ,કપિલાબેન સ્વામી સહિત નગરપાલિકાના કર્મચારીઓ અને આ વિસ્તારના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચો : ભાવનગરની સર ટી હોસ્પિટલની ઘોર બેદરકારી, ડ્રેનેજની ટાંકીમાં ગાય ખાબકી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.