ETV Bharat / state

અમદાવાદમાંથી 6 CNG રીક્ષાની ચોરીનો પાટણ LCBએ ભેદ ઉકેલ્યો - પાટણ LCB

અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી રીક્ષાની ચોરી (CNG rickshaw theft )કરનાર બે આરોપીને પાટણ પોલીસે ઝડપી લીધા છે. આ શખ્સોએ શહેરમાંથી 6 રીક્ષાની ચોરી કરી હતી. પાટણ LCBએ( Patan LCB Police )બાતમીના આધારે આ શખ્સોને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદમાંથી 6 CNG રીક્ષાની ચોરીનો પાટણ LCBએ ભેદ ઉકેલ્યો

author img

By

Published : Jul 29, 2022, 3:05 PM IST

પાટણઃ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 6 સીએનજી રીક્ષાની ચોરી (Theft of rickshaws from Ahmedabad)કરનાર સરસ્વતી તાલુકાના લાખડપ ગામના બે સગા ભાઈઓને પાટણ એલસીબી પોલીસે બાતમી (CNG rickshaw theft )આધારે સરસ્વતી તાલુકાના નાયતા ગામે ઝડપી લઇ તેઓની પાસેથી રૂપિયા 35,000 નો મુદ્દા માલ કબજે કરી તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

CNG રીક્ષાની ચોરી

આ પણ વાંચોઃ દેશ વિદેશમાં ફરવા જજો પણ આવું ન કરતા, પોલીસ કરી શકે છે કાર્યવાહી

CNG રીક્ષાઓ ચોરી - પાટણ એલસીબી ( Patan LCB Police )મિલકત સંબંધી ગુનાઓને અનુસંધાને સરસ્વતી તાલુકામાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે સરસ્વતી તાલુકાના લાખડપ ગામે રહેતા પટણી આકાશ રામુ લઅને પટણી રાહુલ રામુ બન્ને CNG રીક્ષાઓ ચોરી કરીને તેના સ્પેસપાટ જુદા કરી ભંગારમાં વેચવા જઈ રહ્યા છે. જે હકીકત આધારે નાયતા નજીક પોલીસે નાકાબંધી કરી વાહન ચેકિંગ હાથ ધાર્યું હતું. જે દરમિયાન સીએનજી રીક્ષા આવી પહોંચતા પોલીસે તેને ઉભી રખાવી રીક્ષાની તલાસી લેતા તેમાંથી ચોરેલી અન્ય રિક્ષાઓના સ્પેરપાર્ટ તથા પતરા અને ટાયરો મળી કુલ રૂપિયા 35,000નો મુદ્દા માલ મળી આવ્યો હતો.

આ પણ વાંચોઃ તસ્કરોએ હદ વટાવી, ચડ્ડી બનિયાન ગેંગ આખી તિજોરી જ ઉઠાવી ગયા! ઘટનાCCTVમાં કેદ

અમદાવાદ અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરી - આ મુદ્દા માલ પોલીસે જપ્ત કરી આ બન્ને રીઢા રીક્ષા ચોરોની વધુ પૂછપરછ કરતા અમદાવાદ શહેરના બાપુનગર, શહેર કોટડા, રખિયાલ, યુએન મહેતા હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ તેમજ અન્ય એક જગ્યાએથી મળી કુલ 6 સીએનજી રીક્ષા ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે બન્નેની ધરપકડ કરી તેઓની સામે ગુનો નોંધી આ શખ્સો અન્ય ગુનાઓમાં સંડોવાયેલા છે કે નહીં તેની વધુ તપાસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.