- ભગવાન જગન્નાથની રથયાત્રાની તમામ તૈયારીઓ પુરી
- જગન્નાથ મંદિર ખાતે ભગવાનનો અભિષેક કરાયો
- બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે યજમાને પૂજા વિધિ કરી
પાટણ: શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા (Jagannath Rathyatra) ને લઈ ભગવાનની ધાર્મિક વિધિ શરૂ કરવામાં આવી છે. જગન્નાથ મંદિર ખાતે ભગવાનની નેત્ર પૂજા બાદ મંગળવારે નૌકાવિહાર અને બળદગાડા મનોરથ કરવામાં આવ્યો હતો. જેમાં ભાવિક ભક્તોએ ભગવાનને નૌકા વિહાર કરાવી બળદગાડા મનોરથના દર્શન કર્યા હતા. બાદ ભગવાનની તબિયત નાદુરસ્ત થતાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રને આંખો આવતા ભગવાન અને તેમના ભાઈને વૈદિક મંત્રોચાર સાથે રૂના પૂમડાં, વરિયાળીનું પાણી, કાળી દ્રાક્ષનું મિશ્રણ કરી ભગવાનને આંખે પાટા બાંધી તેમને મોસાળ મોકલવાની વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ભગવાન જગન્નાથનો મહા અભિષેક સહિત જલાભિષેક કરાયો
જગન્નાથ મંદિર ખાતે વિધિવત રીતે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનના દિવ્યનેત્રો ખોલવામાં આવ્યા હતા. 10 જુલાઈ શનિવારે ભગવાન જગન્નાથ, ભ્રાતા બલભદ્ર અને બહેન સુભદ્રા મનોહારી મામેરાની વિધિ સંપન્ન થયા બાદ રવિવારે જગદીશ મંદિર ખાતે ભગવાન જગન્નાથનો મહા અભિષેક સહિત જલાભિષેકની પૂજા બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે ભક્તિમય માહોલમાં કરવામાં આવી હતી તો મંદિરના શિખર પર શુભ મુહૂર્તમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ Rathyatra 2021: પાટણના જગદીશ મંદિર ખાતે ભગવાન જગન્નાથના નૌકાવિહાર મનોરથ યોજાયો
સોમવારે બપોરે ભવ્ય રથયાત્રા યોજવાની તૈયારીઓ પૂરી
પાટણના જગન્નાથ મંદિર ખાતેથી સોમવારે 12 જુલાઈએ બપોરે 2 વાગે ભવ્ય રથયાત્રા યોજવાની તૈયારીઓ લગભગ પૂરી થઈ છે અને મંદિર ખાતે રથયાત્રા પૂર્વેના વિવિધ કાર્યક્રમો પણ શરૂ થઈ ગયા છે. કોરોના મહામારીને કારણે ચાલુ વર્ષે ભગવાન જગન્નાથની 139મી રથયાત્રા માત્ર ત્રણ રથો સાથે 2 કિલોમીટરના ટૂંકા રૂટ ઉપર જ યોજાશે.