● અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ગુજરાત પ્રાંતના પ્રતિનિધિમંડળે કુલપતિને આપ્યું આવેદનપત્ર
● યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા ભવન ચાલુ કરવા બાબતે આપ્યું આવેદનપત્ર
● એચ એન જી યુનિવર્સીટી માં 37 વર્ષથી ગુજરાતી ભાષા ભવન નથી
● ભાષાભવન ન હોવાને કારણે વિદ્યાર્થીઓને પડે છે મુશ્કેલીઓ
● એચ એન જી યુનિવર્સીટી માં યુજીસીના નિયમો મુજબ ગ્રાન્ટેડ ભાષાભવન ચાલુ કરવાની કરી માગ
પાટણ: અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ગુજરાત પ્રાંતના પ્રતિનિધિમંડળે યુનિવર્સિટીના કુલપતિ ડો. જે જે વોરાને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં ગુજરાતી ભાષાનું ગ્રાન્ટેડ ભાષાભવન છે પરંતુ કમનસીબે શુદ્ધ ગુજરાતી ભાષાના પિતા હેમચંદ્રાચાર્યના નામ સાથે સંકળાયેલી પાટણ યુનિવર્સિટીમાં જ ભાષાભવન નથી. જે હાલની શિક્ષણ પદ્ધતિની મોટી કરુણતા છે.
ભાષાભવનની સ્થાપનાથી ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓને મળશે લાભ
ભાષાભવનની સ્થાપનાથી ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓને તેનો સીધો લાભ મળે તેમ છે. ભારતના સંવિધાન અને યુ.જી.સી.ના નિયમો મુજબ રાજ્યની યુનિવર્સિટીઓમાં માતૃભાષાનું ભવન હોવું જોઈએ મુખ્ય વિષય ગુજરાતી સાથે એમ.એ, એમ.ફીલ, પી.એચ.ડી અને નેટ સ્લેટ કરતાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ઉત્તર ગુજરાતમાં છે. જેઓને ભાષાભવનનો સીધો લાભ મળશે. આ ઉપરાંત GPSC મુલ્કી સેવા વર્ગ-1, 2 ની પરીક્ષા તેમજ ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પણ તેનો સીધો લાભ મળશે.
ભાષાભવન ન હોવાને કારણે આ પ્રદેશની સંસ્કૃતિને ઉજાગર કરી શકાતી નથી : અમૃત પટેલ
અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ગુજરાત પ્રાંતના માર્ગદર્શક અમૃત પટેલે જણાવ્યું હતું કે, આ પ્રદેશ અદ્ભુત છે ઉત્તર ગુજરાતમાં પ્રાચીન લોક સાહિત્યના અનેક પ્રકારના સંશોધનો થયા છે પણ ભાષાભવન ન હોવાને કારણે આ પ્રદેશની સંસ્કૃતિને ઉજાગર કરી શકાતી નથી આ સંસ્કૃતિનો અભ્યાસ કરવો હોય તો અહીં ભાષાભવન અતિ મહત્વનું છે માટે પાટણ યુનિવર્સિટીમાં ભાષાભવન થાય તો દિવાદાંડી સર્જાશે અને તેનો પ્રકાશ હજારો માઈલ સુધી ફેલાશે.
- HNG યુનિવર્સીટી દ્વારા મંગળવારથી OMR પદ્ધતિથી ઓફલાઇન પરીક્ષા લેવાશે
- 3251 વિધાર્થીઓ આપશે પરીક્ષા
- યુનિવર્સિટીના 18 પરીક્ષા કેન્દ્રો પર 22 પરીક્ષાઓ યોજાશે
સ્નાતક સેમેસ્ટર-4 અને અનુસ્નાતક સેમિસ્ટર-2 ના વિવિધ વિષયોની પરીક્ષાઓ
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં માર્ચ-એપ્રિલમાં યોજાયેલઆ સ્નાતક સેમેસ્ટર-4 અને અનુસ્નાતક સેમિસ્ટર-2 ના વિવિધ વિષયોની પરીક્ષાઓ અન્વયે રિપોર્ટર વિદ્યાર્થીઓને ફરી એક તક આપવામાં આવી છે. મંગળવારથી યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોના 18 પરીક્ષા કેન્દ્રો પર સ્નાતક સેમેસ્ટર-4 અને અનુસ્નાતક સેમિસ્ટર 2 માં BA.Bcom,. BSC, Bed,,ma mcom,msc, mswની કુલ 22 પરીક્ષાઓ OMR પદ્ધતિથી ઓફલાઇન યોજાશે. આ પરીક્ષામાં 3,251 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું છે આ પરીક્ષામાં સમય મર્યાદા પૂર્ણ થઇ ગઇ હોય તેવા 947 વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે. તેમ યુનિવર્સિટીના પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું.