પાટણ: કહેવાય છે જેનું કોઇ નથી તેનો હજાર હાથ વાળો ભગવાન તેની સાથે હોય છે. એટલે કે ભગવાના મદદ કરવા આવે છે. મારવા આવે ત્યારે દેખાશે નહીં. પરંતુ તેની ખબર જરૂર પડી જાય છે. પાટણમાં આવેલા હનુમાનજી કરે છે લોકો થકી મુંગા પ્રાણીઓને મદદ. આ કારણે હનુમાનજીના મંદિરમાં પ્રસાદ ધરવામાં આવે છે. જે ગરબોની સાથેસાથ અબોલ પશુઓને ખવડાવી દેવામાં આવે છે. ગામમાં ભુખ્યું ના સુવુ જોઇએ તે જ જે મંદિરનો ઉદ્દેશ છે.
વિશ્વમાં એકમાત્ર એવું મંદિર: પાટણમાં આવેલું હનુમાન મંદિર કંઇક અલગ છે. રોટલીયા હનુમાન મંદિર એ સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવું મંદિર છે કે, જે મંદિરનો ઉદ્દેશ અનોખો છે. આમ તો હનુમાન દાદાના મંદિરે સિંદુરવડા સહિતના પ્રસાદ ચડતા હોય છે. પણ પાટણમાં આવેલ રોટલીયા હનુમાનને માત્ર રોટલા તેમજ રોટલીનો પ્રસાદ ચડે છે. રોટલીયા હનુમાન અબોલા પશુઓના જઠર અગ્નિ ઠારવાનું કામ કરે છે. આ મંદિર પાટણ સહિત બીજા પંથકના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. રોજ સવાર સાંજે મોટી સંખ્યામાં લોકો હનુમાન દાદાના દર્શનાર્થે આવે છે ત્યારે અચૂક રોટલા કે રોટલી લઈને આવે છે. દાદાને પ્રસાદ સ્વરૂપે ચડાવે છે. જે પ્રસાદ રોજ સાંજે મંદિરના સ્વામી સેવકો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને અબોલા શ્વાનને ખવડાવવામાં આવે છે.
આ પણ વાંચો Patan news: રખડતા ઢોરની દેખરેખ મામલે પાટણ નગરપાલિકા પર વિપક્ષ નેતાનો ગંભીર આરોપ
જીવ દયાના ઉદ્દેશ: જીવ દયાના ઉદ્દેશથી બનાવવામાં આવેલા રોટલીયા હનુમાન મંદિરનું એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મંદિરના સંચાલકો દ્વારા પાટોત્સવની ઉજવણી નિમિત્તે રોટલી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની રૂપરેખા આપતા મંદિરના સંસ્થાપક નિહલ પટેલે અપ્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, 16 એપ્રિલ 2022 ના રોજ પાટણમાં રોટલિયા હનુમાન મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરમાં હનુમાનદાદાને પ્રસાદ સ્વરૂપે માત્ર ઘરે બનાવેલ રોટલા કે રોટલીની જ પ્રસાદી કરાવવામાં આવે છે.
આ પણ વાંચો Patan News : પાટણની સમસ્યા ઉકેલવા માટે જિલ્લાના આગેવાનોના પ્રશ્નનો મુખ્યપ્રધાને સાંભળ્યા
એક વર્ષ પૂર્ણ: આગામી 16 મી એપ્રિલ 2023 ના રોજ મંદિર સ્થાપનાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. તેના પ્રથમ પાટોત્સવ નિમિત્તે જીવ દયાના ઉદ્દેશથી પાટોત્સવની અનોખી રીતે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાટોત્સવ દિવસે સાંજે ગુજરાતના ખ્યાતનામ ડાયરા કલાકાર કિર્તીદાન ગઢવીનો લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ડાયરામાં આવનાર દરેક વ્યક્તિ પાસેથી પ્રવેશ માટે ટિકિટના બદલે રોટલા કે રોટલી લઈને પ્રવેશ આપવામાં આવશે. રોટલી ઉત્સવ નિમિત્તે 25 હજાર કિલો રોટલા રોટલી એકત્ર થાય તે પ્રકારેનું આયોજન કરવામાં આવ્યું છે. રોટલી ઉત્સવમાં એકત્ર થયેલા રોટલા અને રોટલી રસ્તે રખડતા શ્વાન, ગાય સહિતના પશુઓને ખવડાવવામાં આવશે.