ETV Bharat / state

Patan Gadh Kalika Temple : સમગ્ર ભારતમાં સંપૂર્ણ મુખારવિંદ સાથેનું શ્રી કાલિકા માતાનું એકમાત્ર મંદિર પાટણમાં - રાજા સિદ્ધરાજ જયસિંહનો શાસન કાળ

પાટણના નગરદેવી તરીકે પૂજાતા અને પાટણનું રખોપું કરતા શ્રી કાલિકા માતા (Patan Gadh Kalika Temple ) કેવી રીતે નગરદેવી તરીકે પ્રસ્થાપિત થયાં તેના ઇતિહાસ ઉપર ઇટીવી ભારતનો વિશેષ અહેવાલ જૂઓ.

Patan Gadh Kalika Temple : સમગ્ર ભારતમાં સંપૂર્ણ મુખારવિંદ સાથેનું શ્રી કાલિકા માતાનું એકમાત્ર મંદિર પાટણમાં

author img

By

Published : Apr 2, 2022, 4:56 PM IST

પાટણઃ ગુજરાતની પ્રાચીન રાજધાની ગણાતા પાટણ નગરમાં રાજા સિદ્ધરાજ જયસિંહનો શાસનકાળ 1094 થી 1143 એટલે કે 49 વર્ષ સુધી (Reign of King Siddharraj Jaisinh) રહ્યો હતો. આ શાસનકાળ દરમિયાન રાજા સિધ્ધરાજ જયસિંહે આખા પશ્ચિમ ભારત પર શાસન કર્યું હતું અને અનેક મંદિરો તેમજ શિલ્પ સ્થાપત્ય બનાવ્યા હતાં. પોતાના સામ્રાજ્યનો વિસ્તાર વધારવા માટે સિદ્ધરાજ જયસિહે ઉજ્જૈન ઉપર ચઢાઇ કરી હતી. ત્યારે ગઢમાં બિરાજમાન કાલિકા માતાજીએ (Patan Gadh Kalika Temple )મદદ કરી હતી. કહેવાય છે કે સિદ્ધરાજે ઉગ્ર તપસ્યા કરીને માતાજીને પ્રસન્ન કર્યા હતાં અને પાટણ પધારવા નિમંત્રણ આપ્યું હતું. ત્યારે કાલિકા માતાએ કહેલું કે હું ગઢ કાલિકા છું મારા માટે ગઢ જોઈએ. તેથી રાજા સિદ્ધરાજે પાટણમાં ઇ.સ.1123માં ગઢ બનાવ્યા. જે ગઢના કિલ્લામાંથી માતાજી સ્વયંભૂ સંપૂર્ણ મુખારવિંદ (Kalika Mata Mandir with full Mukharvind in Patan ) સાથે પાટણમાં પ્રગટ થયાં. ત્યારથી શ્રી કાલિકા માતા પાટણના નગરદેવી (Temples of historical city Patan)તરીકે પૂજાય છે.

ગઢ કાલિકા કેવી રીતે પાટણના નગરદેવી બન્યાં તેનો ઇતિહાસ જાણવા જેવો છે

સંપૂર્ણ મુખારવિંદ સાથે બિરાજમાન- દેશના વિવિધ સ્થળો પર કાલિકા માતાજી બિરાજમાન છે. પરંતુ પાટણમાં કાલિકા માતા સંપૂર્ણ મુખારવિંદ સાથે બિરાજમાન છે. પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં કાલિકા માતાજીના માત્ર નેત્રના જ દર્શન થાય છે. કલકત્તાના ક્લીગાઢમાં માતાજીના નાસિકાના દર્શન થાય છે. ઉજ્જૈનમાં માતાજી અપૂર્ણ મુખારવિંદ (Kalika Mata Mandir with full Mukharvind in Patan )સાથે બિરાજમાન છે. જ્યારે પાટણમાં માતાજી સંપૂર્ણ મુખારવિંદ સાથે બિરાજમાન છે. અહીં એમના સાનિધ્યમાં 18 ભૂજાઓ સહિત પદ્માસનમાં ભદ્રકાળી માતાજી બિરાજમાન છે. જેથી ધાર્મિક રીતે આ મંદિરનું (Patan Gadh Kalika Temple )મહત્વ અનેકગણું વધારે છે.

કાલિકા માતાના દર્શનથી મનને શાંતિ મળેછે અને મનોકામના પૂર્ણ થાય છે : શ્રદ્ધાળુ -નગરદેવી શ્રી કાલિકા માતાજીના મંદિરે વર્ષેદહાડે હજારો માઇભકતો દર્શનાર્થે આવે છે અને પોતાની બાધા-માનતા પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે. છેલ્લા 40 વર્ષથી માતાજીના સાનિધ્યમાં દર્શનાર્થે આવતા રાકેશ ખત્રીએ જણાવ્યું હતું કે આ મંદિરે આવવાથી દરેક વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ થાય છે. સાથે સાથે મનને સંપૂર્ણ શાંતિ પ્રાપ્ત થાય છે તો સિરિન મોદી નામના દર્શનાર્થીએ જણાવ્યું હતું કે ચૈત્રી નવરાત્રિના (Patan Gadh Kalika Temple ) પાવન પ્રસંગે પ્રથમ દિવસે નગરદેવી શ્રી કાલિકા માતાને વિવિધ અલંકારોથી સુંદર રીતે શણગાર કરવામાં આવ્યા છે જેના દર્શન થકી જ મનને શાંતિ પ્રાપ્ત થાય છે.

કાલિકા માતાજીના વિવિધ સ્વરુપની સમજણ
કાલિકા માતાજીના વિવિધ સ્વરુપની સમજણ

આ પણ વાંચોઃ પાટણમાં કાલિકા માતા મંદિરમાં કાલી પૂજા, રાજા સિદ્ધરાજ જયસિંહે માતાની મૂર્તિ સ્થાપિત કરી હોવાની લોકવાયકા

શ્રી કાલિકા માતાને ડાયમંડના અલંકારોથી સુશોભિત કરાયા- પાટણના કાલિકા માતાના મંદિર (Patan Gadh Kalika Temple )ખાતે વર્ષ દરમિયાન આસો નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિ મહોત્સવ પરંપરાગત રીતે ધામધૂમપૂર્વક ઉજવાય છે. ચાલુ વર્ષે પણ ચૈત્રી નવરાત્રિ (Chitra Navratri 2022 ) પર્વની ભક્તિમય માહોલમાં શરૂઆત કરવામાં આવી છે. નવરાત્રિના પ્રારંભે શ્રી કાલિકા માતાજીને વિશિષ્ઠ શૃંગાર કરવામાં આવ્યાં હતાં. પુજારી દ્વારા માતાજીની દૈદીપ્યમાન મૂર્તિને દેશવિદેશમાંથી ખરીદેલા ડાયમંડના આભૂષણોથી સુશોભિત કરવામાં આવી હતી. સાથે જ મુંબઈ અને કલકત્તાના રંગબેરંગી ફૂલોની નયનરમ્ય આંગી કરવામાં આવી હતી. જ્યાં શ્રદ્ધાળુએ માતાજીની મૂર્તિના (Kalika Mata Mandir with full Mukharvind in Patan )દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતાં.

800 વર્ષથી પેઢી દર પેઢી પાટણવાસીઓની શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે ગઢ કાલિકા મંદિર

આ પણ વાંચોઃ Navratri 2021: પાટણમાં દુર્ગાષ્ટમી નિમીતે પરંપરાગત નગરદેવીની પાલખી યાત્રા નીકળી

ચૈત્ર સુદ આઠમ અને નોમ બે દિવસ માતાજી સન્મુખ ગાયન વાદન અને નૃત્યનો કાર્યક્રમ યોજાશે -નવરાત્રિ (Chitra Navratri 2022 ) દરમિયાન માતાજીને નિતનવા વસ્ત્રો, અલંકારોથી આભૂષિત કરાશે. ચૈત્ર સુદ આઠમ અને નોમ એમ બે દિવસ માતાજીના સાનિધ્યમાં આકાશવાણી અને સપ્તકના કલાકારો દ્વારા ગાયન, વાદન અને નૃત્યનો કાર્યક્રમ કરવામાં આવશે.

માતાજીની કૃપાથી પાટણ નગરે આજે પણ પોતાની જહોજલાલી જાળવી રાખી છે - ઐતિહાસિક નગર પાટણમાં શ્રી કાલિકા માતાજીના (Patan Gadh Kalika Temple )પ્રાગટ્ય બાદ અનેક ચઢાવ-ઉતારો અને કુદરતી આપત્તિઓ આવી છે. છતાં પણ આ ઐતિહાસિક નગરીએ કાલિકા માતાજીના આશીર્વાદથી આજે પણ પોતાની જાહોજલાલી જાળવી રાખી છે અને નગરજનો ક્ષેમકુશળ વસવાટ કરી માતાજી સન્મુખ નતમસ્તક થઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.