પાટણ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે દિવાળી પર્વને અનુલક્ષીને નવ દિવસી માટે હંગામી ફટાકડાના સ્ટોર (Police Headquarters Inaugurated a Cracker Store) કાર્યરત કરવામાં આવ્યો છે. જેનું આજે જિલ્લા પોલીસ વડાએ (Patan District Police Chief) વિધિવત રીતે ઉદ્ઘાટન કરી લોકો માટે ખુલ્લો મુક્યો છે. પાટણ જિલ્લા પોલીસ વેલ્ફેર (Patan District Police Welfare) દ્વારા દર વર્ષે દિપાવલીના પર્વ પ્રસંગે નગરજનોને વ્યાજબી ભાવે સારી ગુણવત્તાના ફટાકડા (Good quality crackers) મળી રહે તે હેતુથી જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફટાકડા સ્ટોર કાર્યરત કરવામાં આવે છે.
શીવાકાશીની પ્રખ્યાત કંપની ચાલુ વર્ષે પણ હેડ ક્વાર્ટર ખાતે ફટાકડા સ્ટોર કાર્યરત કરવામાં આવ્યો છે. આ સ્ટોલમાં ખાસ કરીને શીવાકાશીની પ્રખ્યાત કંપનીના (Famous Company of Shivakashi) વિવિધ પ્રકાર અલગ અલગ જાતના 60થી વધુ વેરાયટીના ફટાકડા વેચાણ અર્થે મુકવામાં આવ્યા છે. દિપાવલીના પર્વના પ્રસંગે લોકોમાં ફટાકડા ખરીદવાનો અનેરો આનંદ ઉત્સાહ જોવા મળે છે. જેમાં લોકો મન મુકીને ફટાકડાની ખરીદી માટે દિવાળી પહેલા નીકળી પડે છે.
દર વર્ષે સસ્તા અને સારા ફટાકડાની ખરીદી ફટાકડા સ્ટોરમાં સીસીટીવી કેમેરા, ફાયર સેફ્ટીના સાધનો તેમજ વોટર બાઉઝર સહિતના સુરક્ષાને લગતા તમામ સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. પાટણ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કાર્યરત કરવામાં આવેલા ફટાકડા સ્ટોર પરથી દર વર્ષે સસ્તા અને સારા ફટાકડાની ખરીદી કરવા શહેર સહિત આસપાસના પંથકના લોકો મોટી સંખ્યામાં આવે છે.
સેફ્ટીનું પૂરતું ધ્યાન રાખેલું છે પાટણના SP વિજય પટેલે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વખતે પણ પાટણ હેડક્વાટરમાં દિવાળીના તેહવાર નિમિતે ફટાકડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણના વિંનતી કે સ્ટોરની મુલાકાત અવશ્ય લે. અમે સેફ્ટીનું પૂરતું ધ્યાન રાખેલું છે. જેમાં ફાયર બ્રિગડેની એક પૂરતા પ્રમાણમાં જે રેતી રાખવાની હોય તેની વ્યવસ્થા સાથે CCTV કેમેરાની પણ ખાસ વ્યવસ્થા રખાઈ છે.