ETV Bharat / state

સિદ્ધપુરમાંથી પકડાયેલ લૂંટારી ટોળકી બે દિવસના રીમાન્ડ પર, 40 લાખ લૂંટવાના હતાં - લૂંટના ઇરાદે

આંગડિયા પેઢીના માલિકને આંતરી 40 લાખ લૂંટવાના ઇરાદે તાકમાં બેઠેલી લૂંટારી ટોળકીને સિદ્ધપુર પોલીસે પકડી હતી. આ લૂંટારાઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. જેમાં તેમને બે દિવસના રીમાન્ડ પર સોંપવામાં આવ્યાં હતાં.

સિદ્ધપુરમાંથી પકડાયેલ લૂંટારી ટોળકી બે દિવસના રીમાન્ડ પર, 40 લાખ લૂંટવાના હતાં

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 18, 2023, 9:20 PM IST

બે દિવસના રીમાન્ડ પર લૂંટારા

પાટણ : સિદ્ધપુર ખાતે આવેલ એચ.એમ.આંગડિયા પેઢીના માલિકની રેકી કરી તેમની આંખમાં મરચાની ભૂકી નાખી અંદાજે 35 થી 40 લાખની લૂંટનો પ્લાન ઘડી ઉભેલા 6 ઘાડપાડુઓને સિધ્ધપુર પોલીસે ઝડપી પાડ્યા હતાં. આ કેસમાં આજે વધુ તપાસ અર્થે સિદ્ધપુર કોર્ટમાં રજુ કરતા બે દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ આ ટોળકી પાસેથી પોલીસે વેગનાર ગાડી તેમજ મરચાની ભુકી અને ઘાતક હથિયારો જપ્ત કર્યા છે.

આંગડિયા કર્મચારીને લૂંટવાનો પ્લાન : પાટણ જfલ્લામાં મિલકત સંબંધી બનતા ગુનાઓ અટકાવવા એસપી એ કરેલ સૂચનાને સિદ્ધપુર પીઆઈ જે.બી. આચાર્ય અને પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન સિદ્ધપુર ગંજ બજારના ગેટ પાસે આવતા બાતમી મળી હતી કે સિદ્ધપુર ગંજ બજારમાં આવેલ એચ.એમ. આંગડીયા પેઢી નજીક વેગેનાર ગાડી તથા બાઈક સાથે કેટલાક ઇસમો લૂંટ કરવાના ઇરાદે ઉભેલા છે. આ માહિતીના આધારે પોલીસ સ્ટાફે ઘટના સ્થળે જઇ તપાસ કરતા વેગેનાર ગાડી તથા મોટર સાયકલ સાથે છ ઇસમો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા.

પોલીસે વાહનોની ઝડતી કરતાં પ્રાણઘાતક હથિયારો તથા મરચાની સુકી ભૂકી મળી આવતાં શંકાસ્પદ ઇસમોની ઉંડાણપુર્વક પૂછપરછ કરતાં શંકાસ્પદ ઇસમ કિશનસિંહ હિરભા દરબાર સિદ્ધપુર ખાતેના રહેવાસી હોઈ અને જેઓએ એચ.એમ. આંગડીયા પેઢીની તથા તેના માલિકના રહેણાંક મકાન સુધી અવારનવાર રેકી કરી હતી. પેઢીના શેઠ સાંજના સાતેક વાગ્યાની આસપાસ છેલ્લે પાંત્રીસથી ચાલીસ લાખ રૂપિયા તેઓની ગાડીમાં લઇ જતાં હોવાની ટીપ મેળવી હતી. તેમાં અન્ય સાગરિતોની સાથે મળી પ્લાનીંગ કરી એચ.એમ. આંગડીયા પેઢીના શેઠની આંખોમાં મરચાની ભૂકી નાખી પ્રાણધાતક હથિયારોનો ઉપયોગ કરી પાંત્રીસથી ચાલીસ લાખ રૂપિયા લૂંટ કરવાના ઇરાદે આવેલા હતાં...કે. કે. પંડ્યા ( ડીવાયએસપી )

બે દિવસના રીમાન્ડ : આવો ખતરનાક ઇરાદો લઇને આવેલી ધાડપાડુ ગેંગને પ્રાણઘાતક હથિયારો, તથા લાકડાના ધોકા તેમજ વેગેનાર ગાડી GJ 02 AT 4425 તથા મોટર સાયકલ નં . GJ 38 AK 4241 સાથે પકડી લીધાં હતાં. સિદ્ધપુર પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી હતી અને આજે કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રીમાન્ડની માંગણી કરી હતી. પરંતુ કોર્ટે બે દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે.

આરોપીઓ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે : સિદ્ધપુર ડીવાયએસપી કે . કે પંડ્યાએ જણાવ્યું હતું કે 6 આરોપીઓ આંગડીયા પેઢીના માલિકની રેકી કરી તેને આંતરી લૂંટ કરવાની ફિરાકમાં હતાં. જોકે સિદ્ધપુર પોલીસની સતર્કતા અને મજબૂત બાદ તંત્રને આધારે લૂંટારુઓ લૂંટની ઘટનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે તેઓને દબોચી લીધા છે પકડાયેલ આરોપીઓ મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના છે. તેઓની સામે લોકલ પોલીસ સ્ટેશનમાં મિલકત સંબંધી અને ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

ઝડપાયેલ આરોપીઓની ઓળખ : કિશનસિંહ હિ૨ભા દરબાર હાલ રહે.સિદ્ધપુર ( મુખ્ય સુત્રધાર ટીપ આપનાર )કિરણજી લપુજી ઠાકોરહાલ રહે. મકતુપુર તા.ઉઝા શ્રવણજી રણુભા ડાભી રહે . શિહોરી તા.કાંકરેજ જી.બનાસકાંઠા પ્રતાપસિંહ માલભા ઝાલા રહે.ડઢાણા તા . માંડલ જી.અમઘવાદ અજયસિંહ જયહિંદસિંહ ડાભી રહે . શિહોરી તા.કાંકરેજ જી.બનાસકાંઠા અને ગણપતસિંહ જેણુભા ડાભી રહે . શિહોરી તા . કાંકરેજ જી.બનાસકાંઠા.

  1. Surat Crime News : કરીયાણાની દુકાનના વેપારી પર લૂંટના ઇરાદે હુમલો, ઘટના CCTV કેમેરામાં કેદ
  2. Anti social elements in Surat: સુરતમાં અસામાજિક તત્વો બેફામ, યુવક પર લૂંટના ઇરાદે હુમલો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.