ETV Bharat / state

Patan Crime : પાટીયા પાસેથી દેશી બનાવટના તમંચા કારતુસ સાથે શખ્સ ઝડપાયો - Kalyanpura Patiya Man with weapon

પાટણ પોલીસે કલ્યાણપુરા પાટીયા પાસેથી હથિયાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે આ શખ્સ પાસેથી દેશી બનાવટના બે તમંચા, બે કારતુસ સાથે શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે આ હથિયાર આપનારને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Patan Crime : પાટીયા પાસેથી દેશી બનાવટના તમંચા કારતુસ સાથે શખ્સ ઝડપાયો

author img

By

Published : Feb 25, 2023, 11:10 AM IST

પાટણ : રાજ્યમાં ગેરકાયદેસર દેશી હથિયારની હેરાફેરીને લઈને દિવસેને દિવસે સમાચાર સામે આવ્યા રાખે છે. ત્યારે પાટણ જિલ્લાના સરહદી એવા સાંતલપુર રાધનપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાંથી છેલ્લા કેટલાક સમયથી ઘાતક હથિયાર એવા દેશી બનાવટના ગેરકાયદેસર તમંચા અને બંદૂક, રિવોલ્વર મળી આવવાના બનાવો ચિંતાજનક બન્યા છે, ત્યારે પોલીસે આ હથિયારો ક્યાંથી આવે છે અને વેચાણ કરનાર કોણ છે તેમજ શા માટે ખરીદવામાં આવે છે. તે દિશામાં તટસ્થ અને નક્કર કાર્યવાહી કરી રહી છે. એક સપ્તાહમાં જ ત્રણ હથિયારો મળી આવ્યા બાદ ગઈકાલે પાટણ SOG પોલીસે દેશી બનાવટના બે તમંચા, જીવતા બે કારતુસ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો : Gir Somnath Crime : જગતનો તાત ખેડૂત હથિયારોની ખેતી કરતો ઝડપાયો, કેવા કેવા હથિયાર મળ્યાં જૂઓ

કલ્યાણપુરા નજીકથી યુવક ઝડપાયો : પાટણ જિલ્લા પોલીસ વડા વિજય પટેલની સુચના મુજબ પાટણ SOG ઇન્ચાર્જ PI આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથિયારના ગુનાઓ શોધી કાઢવા એક્શન પ્લાન બનાવવામાં આવે છે. વિવિધ વિસ્તારો ખુદી રહ્યા છે, ત્યારે આ દરમિયાન પાટણ SOG પોલીસ ટીમ ATSના ચાર્ટર મુજબની કામગીરી કરવા રાધનપુર પંથકમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે ખાનગી રહે મળેલી બાતમીના આધારે કલ્યાણપુરા ગામના પાટીયા પાસે વોચ ગોઠવી રાવળ પ્રકાશ બાબુભાઈ (રહે. હરિદર્શન સોસાયટી રાધનપુર) ઝડપી લીધો હતો. તેની પાસેથી હાથ બનાવટના દેશી તમંચા બે, જીવતા કારતૂસ નંગ 2 જપ્ત કર્યા હતા. તેમજ આ હથિયાર આપનાર તરીકે રાવળ પ્રભુ ઉર્ફે કટિયો મલુભાઈનું (રહે. રવિ ધામ રાધનપુર વાળા) નામ ખુલતા તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Vadodara Crime : શહેરમાં પિસ્તોલ કારતુસ વેચવા આવેલા શખ્સની કરી ધરપકડ

હથિયાર અંગે તપાસ કરાશે : SOG પી.આઈ ઉનાગરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગેરકાયદેસર દેશી બનાવટના તમંચા સાથે ઝડપાયેલ શખ્સ કોની પાસેથી તમંચા લીધી છે. શા માટે લીધી છે, તે અંગેની તપાસ કરવામાં આવશે. તેમજ આ તમંચો આપનાર અન્ય એક શખ્સનું નામ ખુલ્યું છે. તેને ઝડપી પાડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. SOG પોલીસે બંને આરોપીઓ સામે રાધનપુર પોલીસ મથકે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.