ETV Bharat / state

Patan Crime News: ટાકોદી ગામે જમીનમાં તારની વાડ મામલે કૌટુંબિક ભાઈઓ બાખડ્યા, 1ની હત્યા, 2 ઘાયલ - 2 ઘાયલ

પાટણના ચાણસ્મા ખાતે ટાકોદી ગામે ખેતરમાં વાડ કરવા બાબતે કૌટુંબિક ભાઈઓમાં ધીંગાણું સર્જાયું હતું. જેમાં ઉશ્કેરાયેલા એક પક્ષના 7 લોકોએ બીજા પક્ષના એક ઈસમની હત્યા કરી નાખી છે. આ સમગ્ર મામલે ચાણસ્મા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ. Chansma Family Brother quarreled 1 Killed 2 Injured

ટાકોદી ગામે જમીનમાં તારની વાડ મામલે કૌટુંબિક ભાઈઓ બાખડ્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 26, 2023, 9:50 PM IST

ટાકોદી ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

પાટણઃ ચાણસ્માના ટાકોદી ગામે બે કૌટુંબિક ભાઈઓ વચ્ચેની અથડામણને લીધે વાતાવરણમાં તંગદીલી સર્જાયી છે. આ અથડામણમાં ઉશ્કેરાયેલા એક પક્ષના 7 લોકોએ બીજા પક્ષના એક ઈસમની કરપીણ હત્યા કરી છે તેમજ 2ને ઘાયલ કર્યા છે. આ ઘટનાને લીધે ચાણસ્મા પોલીસ દોડતી થઈ ગઈ છે. પોલીસે ઘાયલોને સારવાર અર્થે ચાણસ્મા હોસ્પિટલ અને ત્યારબાદ ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે જ્યારે પરિસ્થિતિ વધુ વણસે નહિ તે માટે ટાકોદી ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

સમગ્ર ઘટનાક્રમઃ ટાકોદી ગામે બે કૌટુંબિક ભાઈઓ ખેતરમાં તાર લગાડવા મુદ્દે ઝઘડી પડ્યા હતા. મણીપુરા ગામ જવાના માર્ગ પર આવલે સંયુક્ત માલિકીની જમીનમાં થતા દબાણને રોકવા માટે ઝિયા ઉલ હક, યુસુફ સોલંકી, યુનુસ દાદાભાઈ, આયનુલહક, ઝુલફિકાર અને ક્યુમ અશરફ ફેંસિંગ માટેની કામગીરી કરી રહ્યા હતા. તે સમયે જ કૌટુંબિક ભાઈ જાઉલહક અન્ય 5 ઈસમો સાથે ટ્રેક્ટર લઈને ઘટના સ્થળે ધસી આવ્યા હતા. જાઉલહકે ઘટના સ્થળે પહોંચતાવેત ગાળાગાળી શરુ કરી અને કેમ થાંભલા રોપે છે તેવું કહ્યું હતું. ટ્રેકટરમાં આવેલ લોકોએ થાંભલાઓ રોપતા લોકો પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ઘાયલ યુનુસ દાદાભાઈ જમીન પર ફસડાઈ પડ્યા હતા. તેમના પર સહેજાદ અનવર નામના ઈસમે ઈકો ગાડી ચલાવી દીધી અને કચડીને કરપીણ હત્યા કરી દીધી. યુનુસ દાદાભાઈને બચાવવા જતા આયનુલહક અને ઝિયા ઉલ હક પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પોલીસ કાર્યવાહીઃ આ બનાવની જાણ થતાં જ ચાણસ્મા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ચાણસ્મા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત એલસીબી, એસઓજી વગેરે હાજર થઈ ગયા હતા. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘાયલ બંને ઈસમોને પહેલા ચાણસ્મા હોસ્પિટલ અને ત્યારબાદ ધારપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે આ ગુનાને લઈને ગામમાં પરિસ્થિતિ વણસે નહિ તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસે 7 ગુનેગારોને પકડવા માટે 4 ટીમો બનાવીને શોધખોળ હાથ ધરી હતી.

બે કૌટુંબિક ભાઈઓના વિવાદમાં થયેલ જૂથ અથડામણને પરિણામે ટાકોદી ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. હત્યામાં સંડોવાયેલ શખ્શોને ઝડપી લેવા એલસીબી, એસઓજી અને ચાણસ્મા પોલીસની 4 ટીમો કાર્યરત છે...એસ.એફ. ચાવડા(પીઆઈ, ચાણસ્મા પોલીસ સ્ટેશન, પાટણ)

  1. Patan Crime: ગજબ હેરાફેરી, એમ્બુલન્સમાં દર્દીની જગ્યાએ મળ્યો 2.62 લાખનો વિદેશી દારૂ
  2. Patan Crime : પાટીયા પાસેથી દેશી બનાવટના તમંચા કારતુસ સાથે શખ્સ ઝડપાયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.