પાટણ: વેરના કારણે હત્યા થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. એક જ સમાજના બે કૌટુંબિક પક્ષો વચ્ચે વેરના કારણે હત્યા કરી હોવાનું પાટણમાં સામે આવ્યું છે. વેર કરે એવું કોઇ ના કરે. વેરના કારણે લોકોના જીવ પણ જતા રહ્યા છે. હાલ તો પાટણમાં બનેલી આ ઘટનાને લઇને ચકચાર જોવા મળી રહ્યો છે.
"અગાઉની જૂની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી હોવા અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. ગામમાં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હત્યારાને પકડવા માટેના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે-- ડીડી ચૌધરી (શંખેશ્વર પીઆઈ)
રીવોલ્વરથી ફાયરીંગ: બનાવની પ્રાપ્તવિગતો મુજબ પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પાડલા ગામે છ મહિના અગાઉ ભટ્ટી સમાજના કૌટુંબિક ભાઇઓના બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઇલીયાસ ઉર્ફે ઇલ્થંજુમીયા ભટ્ટીએ સરફરાજખાન ઉર્ફે સફુકાલુમીયા ભટ્ટી ઉપર પોતાની પાસે રહેલ ખાનગી રીવોલ્વરથી ફાયરીંગ કર્યું હતું. જે અંગેની ફરીયાદ શંખેશ્વર પોલીસ મથકે નોંધાતા પોલીસે ઇલીયાસની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. દમ્યાન છ મહિના બાદ ઈલીયાસ જામીન પર છુટી પરત પાડલા આવ્યો હતો.
હત્યારાઓને ઝડપવાના ચક્રોગતિમાન: શંખેશ્વર રોડ પર આવેલ સારકી તલાવડી નજીક બાઇક સાથે જઇરહેલ ઇલીયાસને ટકકર મારી નીચે પાડી દીધો હતો. ત્યારબાદ બંને ભાઈઓએ માથાના ભાગેતીક્ષ્ણ હથિયારથી ઘા મારી કરપીણ હત્યા કરી ફરાર થઇ ગયા હતા . અગાઉની અદાવતનો બદલો લેવા ખુની ખેલ ખેલાતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે. બે વ્યક્તિઓ સામે નોંધાઈ ફરિયાદબનાવ અંગે મૃતકના ભાઈ નુરમહંમદ પુંજુમીયા અલ્ખા ભટ્ટીએ શંખેશ્વર પોલીસ મથકે સરફરાજખાન ઉર્ફે સકુ કાલુમીયા ભટ્ટી અને સલીમ કાલુમીયા ભટ્ટી ( રહે . બંને પાડલા ) વિરુધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસેં 302 ,34 , 114 મુજબ ગુનો નોંધી આરોપીઓની ધરપકડકરવા કવાયત હાથ ધરી છે.