ETV Bharat / state

Patan Crime : દુનાવાડામાં ધાણીફૂટ ગોળીબાર કરનાર યુવકની ધરપકડ, હથિયારોનો ઢગલો મળ્યો - POCSO ACT

પાટણમાં 20 વર્ષીય યુવકે સગીરા પાસે બીભત્સ માગણી કરી. જેને ન માનતાં તેણે સગીરાના પિતા ઉપર ધાણીફૂટ ફાયરિંગ (Dunawada Firing Case )કર્યું હતું. આ યુવાને બે દિવસ પહેલાં પણ અન્ય પિતાપુત્ર પર ફાયરિંગ (Patan Crime )કર્યું હતું. મામલાની તપાસમાં પહોંચેલી પાટણ પોલીસે યુવકની ધરપકડ કરી (Youth Arrested by Patan Police )ચાર હથિયારો કબજે કર્યાં હતાં.

Patan Crime : દુનાવાડામાં ધાણીફૂટ ગોળીબાર કરનાર યુવકની ધરપકડ, હથિયારોનો ઢગલો મળ્યો

author img

By

Published : Feb 4, 2023, 9:48 PM IST

યુવાને બે દિવસ પહેલાં પણ અન્ય પિતાપુત્ર પર ફાયરિંગ કર્યું હતું

પાટણ: હારીજ તાલુકાના દુનાવાડા ગામે પ્રેમમાં નાસીપાસ બનેલા યુવાને અંધાધુંધ ફાયરિંગ કર્યું હતું. આ યુવાને યુવતીના પિતા અને બે પિતા પુત્રને ઘાયલ કરવા બાબતે આજે પાટણ જિલ્લા પોલીસે અધિક્ષક વિજય પટેલે પત્રકાર પરિષદ યોજી ગોળીબારની ઘટના અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આરોપી યુવક પાસેથી હથિયારોનો ઢગલો મળ્યો હતો. દુનાવાડામાં ધાણીફૂટ ગોળીબાર કરનાર યુવકની ધરપકડ કરી લેવાઇ છે.

સગીરા પાસે બીભત્સ માગણી કરી : હારીજ તાલુકાના દુનાવાડા ગામે રહેતા 20 વર્ષીય હિમાંશુ નટવરભાઈ પરમાર એ ગામની જ સગીર વયની યુવતી સાથે મિત્રતા કેળવી બીભત્સ સબંધની માંગણી કરી હતી. જે તેણીએ નહીં સ્વીકારતા ઉશ્કેરાઇ જઇ પરમાર શૈલેષભાઇ બળવંતભાઇને સાથે રાખી યુવતીના ઘરે જઇ ફાયરીંગ કર્યું હતું. જયારે રસ્તામાં સગીરાના પિતા સામે મળતા તેમના ઉપર આડેઘડ ફાયરીંગ કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતાં.

બે દિવસ પહેલાં પિતા પુત્ર પર પણ ફાયરિંગ કર્યું હતું : આ ઉપરાંત બે દિવસ પહેલાની અદાવતમાં પટ્ટણી સોનજીભાઈ પોપટભાઈ તથા પટ્ટણી વિજયભાઈ સોનજીભાઈ ઉપર તેમના ઘરે જઇ ફાયરીંગ કરતા બંને પિતા પુત્ર પણ ઇજાગ્રસ્ત બન્યા હતાં. બનાવને પગલે પાટણ એલ.સી.બી. પોલીસે પરમાર હિમાંશુ નટવરભાઇ પરમાર અને પરમાર શૈલેષભાઇ બળવંતભાઇને દુનાવાડાથી ધારણોજ ગામ જવાના રસ્તે આવેલ ખેતરમાંથી દબોચી લીધા હતાં.

આ પણ વાંચો Ahmedabad Crime News: અમદાવાદના રખિયાલમાં યુવક પર ફાયરિંગ, SOG ક્રાઇમે બેને પકડ્યાં

બિહારથી લાવેલા હથિયારોનો ઢગલો મળ્યો : આ બંનેની અંગઝડતી કરતા ગુનામાં વપરાયેલ તથા અન્ય એક પિસ્તોલ મળી બે પિસ્તોલ મળી આવી હતી. આ હથિયારો કયાંથી લાવ્યા તેની પૂછછરછ કરતા આ બંને તથા પરમાર હિતેષભાઇ મુકેશભાઇ રહે.દુનાવાડા ત્રણે જણા ત્રણ માસ અગાઉ બિહારના ખગડીયા જંકશન ગયા હતા. જયાં એક દિવસ રોકાઇ બીજા દિવસે માનસી ગામે જઈ ચંદન નામના માણસનો સંપર્ક કરી બે દેશી તમંચા ( કટ્ટા ) તથા બે પિસ્તોલ અને કાર્ટીઝ લાવ્યા હતા. જે હકીકતના આધારે પરમાર હિતેશને પણ ઝડપી લઈ 43 કાર્ટીઝ સાથે આ ઘાતક હથિયારો કબજે લીધા હતાં.

ત્રણ આરોપીઓ ફરાર આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધાયો : હથિયારોની લેવેચ સાથે સંકળાયેલા અને હાલ ફરાર રાજપુત જીતેન્દ્ર ( મુળ રહે. રાજસ્થાન, હાલ - ઊંઝા ) પરમાર સતીષભાઈ કરશનભાઇ ( મુળ રહે.જાબડીયા તા.ડીસા, હાલ રહે.અમદાવાદ ) અને બિહાર રાજયના ચંદન સામે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધી આ ત્રણેય ફરાર આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો Ahmedabad Crime: બીટકોઈનના 14 કરોડ રૂપિયા મામલે સરખેજમાં ફાયરિંગ થયું હોવાનો ખુલાસો, 7 આરોપી ઝડપાયા

બે આરોપીઓ ઉપર પોકસો એક્ટ મુજબ ગુનો : જયારે મુખ્ય આરોપી પરમાર હિમાંશુ નટવરભાઇ અને તેના સાગરીત પરમાર શૈલેષભાઇ બળવંતભાઇ સામે આઈ.પી.સી POCSO એક્ટની કલમ 307, 354 (A), 354 (D), 326, 427, 114 કલમ- 11 (4), 12, 17 આર્મ્સ એકટની કલમો હેઠળ ગુનો નોંધી રીમાન્ડ મેળવવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.

એસઓજીને તપાસ સોંપાઈ : દુનાવાડા ગામેથી એકસાથે ચાર ઘાતક હથિયારો મળી આવતા ચોંકી ઉઠેલી પોલીસે આ સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. કોઈ આંતરરાષ્ટ્રીય ગેંગ હથિયારોના આ વેપલા સાથે આ આરોપીઓ સંકળાયેલા છે કે નહીં તેમજ આ આરોપીઓએ અન્ય હથિયારો ખરીદી વેચાણ કર્યું છે કે નહીં તે મામલે એસઓજીને તપાસ સોંપાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.