ETV Bharat / state

Patan Crime : પાટણનો કેટરર્સ હની ટ્રેપનો શિકાર બની 1.95 લાખના ખાડામાં ઊતર્યો, નોંધાવી પોલીસ ફરિયાદ - યુવતી

પાટણમાં કેટરિંગનું કામ કરતા યુવકને એફબી ફ્રેન્ડ રીક્વેસ્ટ આવી હતી. યુવકે સ્વીકારી લેતાં એક યુવતી તેને મળવા પહોંચી ગઇ હતી. એ પછી સટાસટી એવો ઘટનાક્રમ બન્યો કે પૂરું થયું ત્યારે પાટણ પોલીસમાં ફરિયાદ નોંધાવવી પડી કે પોતે હની ટ્રેપનો શિકાર બન્યો છે અને લાખમાં લૂંટાયો છે.

Patan Crime : પાટણનો કેટરર્સ હની ટ્રેપનો શિકાર બની 1.95 લાખના ખાડામાં ઊતર્યો, નોંધાવી પોલીસ ફરિયાદ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 27, 2023, 3:04 PM IST

ફ્રેન્ડ રીક્વેસ્ટ સ્વીકારવાનું મોઘું પડ્યું

પાટણ : પાટણમાં મંડપ અને કેટરર્સનું કામ કરતા યુવકને ફેસબુક ઉપર અજાણી યુવતીની ફ્રેન્ડ રીક્વેસ્ટ સ્વીકારવાનું મોઘું પડ્યું હતું. તેને આ યુવતી અને તેનાં નકલી ક્રાઇમ બ્રાંચના અધિકારીઓની ગેંગે 1.95 લાખના ખાડામાં ઉતારીને માર મારીને તેને હનીટ્રેપમાં ફસાવીને અન્ય લોકોની મદદથી તેનું અપહરણ કરીને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. હની ટ્રેપનો શિકાર યુવકે આ બાબતે પાટણ ‘ બી ’ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.

હની ટ્રેપનો ભોગ બનનાર યુવકની ફરિયાદને આધારે યુવકને જે જે સ્થળ પર લઈ જવામાં આવ્યો હતો તે સ્થળનું નિરીક્ષણ તેમજ સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સને આધારે આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવી છે. એમ.એ પટેલ (પીઆઈ,પાટણ બી ડિવિઝન )

ફેસબુક ફ્રેન્ડ રિકવેસ્ટ યુવકને ભારે પડી: પાટણ ખાતે એક સોસાયટીમાં રહેતા તથા કેટરર્સનો વ્યવસાય સાથે સંકળાયેલા યુવકે પાટણ બી ડીવીઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ એક સપ્તાહ અગાઉ તેઓના મોબાઇલ ફોનમાં પોતાના ફેસબુક આઇ.ડી.પર જીચા મિલન નામની ફેસબુક આઈ.ડી. ઉપરથી ફ્રેન્ડ રીક્વેસ્ટ આવતા તે એક્સેપ્ટ કરી હતી. ત્યારબાદ એક યુવતી સાથે મેસેન્જરથી હાય હેલોની વાતચીત ચાલુ થઈ હતી.

વેપારી તેને લેવા ગયો: યુવતીએ જણાવ્યું કે તે અમદાવાદમાં રહે છે અને રૂબરૂ મળવાનું કહી પાટણ આવવા જણાવ્યું હતું. જેથી મોબાઈલ નંબર માગતા તેણે બે નંબર આપ્યા હતા. 20/9/2023ના રોજ જીયા નામની આ યુવતીએ મોબાઈલ નંબર 8238910451 પરથી વોટ્સએપ કોલ કરી પાટણ આવવાનું કહ્યું હતું. 21/9/2023 ના રોજ પાટણ પદ્મનાથ ચોકમાં ઉતરવાનો કોલ મળતાં તે વાહન લઈને વેપારી તેને લેવા ગયો હતો.

પોત પ્રકાશ્યું: અમદાવાદથી પાટણ આવેલ આ 25 વર્ષીય યુવતીએ કપડાં ખરીદી કરવાનું કહેતા 1300 ની કિંમતનો તૈયાર ડ્રેસ અપાવી બપોરના ૩ કલાકના સુમારે રેલવેના પ્રથમ ગરનાળા પાસે છોટા હાથીમાં બેઠા હતા તે સમયે સફેદ કલરની સ્વીફટ ગાડીમાં ત્રણ વ્યકિતઓએ નીચે ઉતરી મહેસાણા ક્રાઇમ બ્રાંચના માણસો તરીકેની ઓળખ આપી અહીંયા શું કરો છો તેમ ધમકાવ્યાં હતાં. આ સમયે યુવક ભાગવા જતા તેને પકડી લઇ સ્વીફ્ટ ગાડીમાં બેસાડી દઇ ચાણસ્મા હાઈવે તરફ લઇ ગયા હતા અને જણાવ્યું કે તું બીજાની પત્નીને લઇને કેમ બેઠો હતો. જીયાબેનના પતિએ મહેસાણા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે. તેમ કહી યુવતીના પતિને ફોન કરી ચાણસ્મા બોલાવ્યો હતો.

5 લાખની કરી માંગણી: તેને ગાડીમાં બેસાડતા ચોથા શખ્સે જણાવ્યું તેની પત્ની જીયાબેન ઘરેથી દોઢ લાખ રુપિયા લઇ નિકળેલ છે તે પરત અપાવો તો સમાધાન કરું. આથી ગાડીમાં બેઠેલા શખ્સોએ યુવક પાસે 5 લાખની માંગણી કરી હતી. આટલા રૂપિયા નહીં હોવાનું જણાવતા આ ટોળકીએ ગાડીમાં જ યુવકને ગડદાપાટુ તથા પેટ, બરડા અને મોંઢાના ભાગે ફેંટો મારી હતી.

બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી: મારથી બચવા ત્રણ લાખ આપવાનું કહી આ ટોળકીએ યુવકના શર્ટના ખિસ્સામાંથી મોબાઇલ અને પેન્ટના ખિસ્સામાંથી રોકડ રૂા 1,35,000 લઇ લીધા હતા અને મોબાઇલનો પાસવર્ડ ખોલાવી મોબાઇલમાં ફોનપે ઓપન કરી ચાણસ્માથી હારીજ વચ્ચે તથા અન્ય એક પંપ ઉપર સી.એન.જી. ગેસ ભરાવી તેમજ જુદા જુદા ટ્રાન્જેકશન કરી કુલ 60 હજાર એકાઉન્ટરમાંથી ઉપાડી લઇ લણવા આવી ત્યાં ફરી ગેસ ભરાવી વધુ રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ હવે રૂપિયાની વ્યવસ્થા થઇ શકે તેમ નથી તેવી યુવકેએ આજીજી કરતા રાત્રિના સુમારે લણવા ઉતારી આ બાબતે કોઈને વાત કરીશ કે પોલીસને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની અને જીયા દ્વારા બળાત્કારની ફરિયાદની ધમકી આપી હતી.

યુવકે નોંધાવી ફરિયાદ: બનાવથી હતપ્રત બનેલા યુવકેએ ચાણસ્મા ભત્રીજાને બોલાવી પાટણ આવી ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે જીયા અને અન્ય ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  1. મહેસાણા બાદ હવે વિસનગરમાં હની ટ્રેપનો શિકાર બન્યો પાટણનો ખેડૂત
  2. ઓનલાઈન હની ટ્રેપનો શિકાર બનેલા બારડોલીના નગરસેવકને હોદ્દા પરથી દૂર કરવા કોંગ્રેસની માગ
  3. મેજર બન્યા હની ટ્રેપનો શિકાર, બ્લેકમેલથી પરેશાન થઈને નોંધાવી FIR

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.