ETV Bharat / state

પાટણ નગરપાલિકામાં ભાજપની સત્તા ડગુમગુ, કોંગ્રેસના 6 સભ્યોએ છેડો ફાડી કરી ઘરવાપસી

પાટણ: ભાજપ શાસિત પાટણ નગરપાલિકામાં પાલિકાના ઉપપ્રમુખે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થાય તે પહેલા જ રાજીનામું આપ્યું હતું. જે બાદ પાલિકાના રાજકારણમાં ખળભળાટ મચી ગઈ છે. તો આ સાથે જ 6 સભ્યોએ કોંગ્રેસમાં ઘરવાપસી કરતા ભાજપના પાલિકા પ્રમુખની સત્તા પર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે.

પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખે આપ્યું રાજીનામું
author img

By

Published : Jul 19, 2019, 6:27 PM IST

પાટણ નગરપાલિકાના કુલ 44 સભ્યો પૈકી 17 સભ્યો ભાજપના છે, જયારે 6 સભ્યો કોંગ્રેસમાંથી અલગ થયેલા છે. જેમના સહારે ભાજપે પાલિકામાં સત્તા હાંસલ કરી હતી.જોકે બાદમાં પાલિકાના ઉપપ્રમુખ વસંત પટેલ સામે ભાજપના જ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા અંદરો અંદર જૂથવાદ થયું હતું. જો કે અવિશ્વાસની દરખાસ્તના પગલે પાલિકામાં સામાન્ય સભા મળવાની હતી. સભા શરૂ થાય તે પહેલાં જ ઉપપ્રમુખે રાજીનામું આપ્યું હતું. સત્તધારી પક્ષ સામે બળવો કર્યો હતો, સાથે જ વસંત પટેલ સહિતના 6 સભ્યોએ કોંગ્રેસમાં ઘર વાપસી કરતા પાલિકાના રાજકારણમાં પ્રમુખનું સ્થાન ડામાડોળ બન્યું છે.

પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખે આપ્યું રાજીનામું

ઉલ્લેખનીય છે કે, પાલિકા પ્રમુખ મહેન્દ્ર પટેલ પણ કોંગ્રેસમાંથી બળવો કરી કેસરિયો ખેસ ધારણ કરી 23 સભ્યોના સમર્થનથી પાલિકાના પ્રમુખ બન્યા હતા. જો કે હવે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા સભ્યો પરત ઘર વાપસી કરી કોંગ્રેસમાં પરત ફર્યા છે.

Intro: ભાજપ શાસિત પાટણ નગરપાલિકામાં પાલિકાના ઉપપ્રમુખે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થાય એ પહેલાજ રાજીનામુ ધરી દેતાં પાલિકાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે, સાથે જ છ સભ્યોએ કોંગ્રેસમાં ઘરવાપસી કરતા ભાજપના પાલિકા પ્રમુખની સત્તા પર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે..

Body: પાટણ નગરપાલિકા ના કુલ 44 સભ્યો પૈકી 17 સભ્યો ભાજપના છે જયારે 6 સભ્યો કોંગ્રેસમાંથી અલગ થયેલા જૂથના છે જેમના ટેકા થી ભાજપે પાલિકામાં સત્તા હાંસલ કરી હતી..જોકે બાદમાં પાલિકાના ઉપપ્રમુખ વસંત પટેલ સામે ભાજપ ના જ સભ્યોએ અવિશ્વાસ ની દરખાસ્ત રજૂ કરતા અંદરો અંદર જૂથવાદ થઈ જવા પામ્યો હતો જો કે અવિશ્વાસ ની દરખાસ્ત ના પગલે આજે પાલિકામાં સામાન્ય સભા મળવાની હતી જો કે સભા શરૂ થાય તે પહેલાં જ ઉપ પ્રમુખે રાજીનામુ ધરી દઈ સત્તધારી પક્ષ સામે બળવો કર્યો હતો સાથે જ વસંત પટેલ સહિત ના 6 સભ્યો એ કોંગ્રેસ માં ઘર વાપસી કરતા પાલિકાના રાજકારણમાં પ્રમુખ નું સ્થાન ડામાડોળ બની જવા પામ્યું છે

બાઈટ - 1 વસંતભાઇ પટેલ, ઉપ પ્રમુખ ,નગર પાલિકા પાટણ

બાઈટ -2 મહેન્દ્રભાઈ પટેલ ,નગરપાલિકા પ્રમુખ પાટણ Conclusion:ઉલ્લેખનીય છે કે પાલિકા પ્રમુખ મહેન્દ્ર પટેલ પણ કોંગ્રેસ માં થી બળવો કરી કેસરિયો ખેસ ધારણ કરી 23 સભ્યો ના સમર્થન થી પાલિકા ના પ્રમુખ બન્યા છે જો કે હવે કોંગ્રેસ માં થી ભાજપ માં ગયેલા કેરલક સભ્યો પરત ઘર વાપસી કરી કોંગ્રેસમાં પરત ફરતા પાલિકા નો આંતરિક વિખવાદ તેની ચરમસીમા એ પહોંચી જાવા પામ્યો છે અને આ પરિસ્થિતને પગલે વહીવટલક્ષી નિર્ણયો અને વિકાસ કામો પણ અટકી પડશે જેથી આગામી સમયમાં પાલિકાના સત્તા સૂત્રો હાંસલ કરવા કેવા કાવાદાવા ખેલાય છે એ તો જોવું રહ્યું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.