પાટણ કોરોનાની નવી લહેરની ભીતિ ( Fear of new wave of Corona ) ધારપુર હોસ્પિટલમાં કોવિડ-19ની પરિસ્થિતીને પહોંચી વળવા માટેની તૈયારીઓની વિગતે વાત કરીએ તો હાલમાં અહીં ગેટ નં-03 પર ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ (Preparations in Dharpur Hospital ) ઉભી કરવામાં આવી છે. 15 બેડ વીથ વેન્ટીલેટર ટ્રાયજ એરિયામાં રાખવામાં આવ્યા છે. જેમાં ફિવર ક્લિનિક અને RTPCR સેમ્પલ કલેક્શનની કામગીરી કરવામાં આવશે.
100 બેડ રિઝર્વ કોવિડ-19ના દર્દીઓ માટે હાલમાં કુલ 100 બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે અને ભવિષ્યમાં જો જરૂર પડશે તો 475 સુધીના બેડની વ્યવસ્થા કરવા માટે પણ ધારપુર હોસ્પિટલ તંત્ર (Patan Health Department) તૈયાર છે. ધારપુર હોસ્પિટલમાં હાલમાં કુલ 235 વેન્ટીલેટર ઉપલબ્ધ છે જેમાંથી કુલ 35 જેટલા વેન્ટીલેટર હાલમાં કોવિડ-19ના દર્દીઓ માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે. ભવિષ્યમાં જરૂરીયાત મુજબ વેન્ટીલેટરની સંખ્યામાં વધારો કરવામાં આવશે.
આ પણ વાંચો વિશ્વમાં કરચલાની નવી પ્રજાતિની શોધમાં પાટણ યુનિવર્સિટીના પ્રોફેસર બન્યા સહભાગી
ધારપુર હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક અને RTPCR લેબ કોવિડ 19ની બીજી લહેર સમયે ઓક્સિજનની તાતી જરૂરીયાત ઊભી થઈ હતી તેથી ઓક્સિજનની જરૂરીયાતને પહોંચી વળવા માટે પણ ધારપુર હોસ્પિટલ તંત્ર સજ્જ છે. હાલમાં અહીં 13 KL એટલે કે 13,000 લિટર લિક્વિડ મેડીકલ ઓક્સિજન ટેન્ક ઉપલબ્ધ ( Oxygen tank in Dharpur hospital ) છે, તેમજ 1000 LPM (લિટર પર મિનીટ)નો અને 500 LPM (લિટર પર મિનીટ)નો ઓક્સિજન પ્લાન્ટ ઉપલબ્ધ છે. આ સિવાય 150 જમ્બો ઓક્સિજન સિલિન્ડર પણ ધારપુર હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. કોવિડ-19 સામે રક્ષણ મેળવવા માટે RTPCR ટેસ્ટ પણ ખુબ જરૂરી છે તેથી ધારપુર હોસ્પિટલમાં RTPCR લેબ પણ કાર્યરત છે જેમાં હાલમાં રોજના 100-150 ટેસ્ટ કરવાની કાર્યક્ષમતા નક્કી કરવામાં આવી છે. ભવિષ્યમાં જરૂર જણાશે તો રોજના 1000-1200 જેટલા ટેસ્ટ કરવા માટે પણ ધારપુર હોસ્પિટલ તંત્ર કટિબદ્ધ છે.
આ પણ વાંચો પાટણની ધારપુર હોસ્પિટલ કોરોના સામે ફરી સુવિધા સાથે સજ્જ
નિષ્ણાત તબીબો સહિત નર્સિંગ સ્ટાફ તહેનાત ધારપુર હોસ્પિટલમાં કોવિડ19 સામે લડત આપવા માટે પુરતા સ્ટાફની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આ તમામ સ્ટાફ સાથે જિલ્લા કલેક્ટર સુપ્રિતસિંહ ગુલાટીએ વાતચીત કરીને તેઓની તૈયારીઓ અંગે તેમજ ટેક્નિકલ તૈયારીઓ અંગેની માહિતી મેળવી હતી. હાલમાં ધારપુર હોસ્પિટલમાં કોવિડ-19 વોર્ડ માટે 4-જુનિયર ડોક્ટર્સ, 2-સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ, 10-નર્સિંગ સ્ટાફ, 03-નર્સિંગ ઈન્ચાર્જ, 2-બાયોમેડીકલ એન્જીનિયર્સને રિઝર્વ રાખવામાં આવ્યા છે. પાટણ જિલ્લા વહીવટીતંત્ર આરોગ્ય વિભાગ સાથે મળીને કોવિડ19ની સંભવિત પરિસ્થિતીને પહોંચી વળવા માટે તૈયાર છે ત્યારે જિલ્લાના દરેક વ્યક્તિએ સરકારની કોવિડ19ની માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી છે.