ETV Bharat / state

બસ સ્ટેશનનુું કામકાજ ક્યારે પુરુ થશે, વેપારીઓએ ભારે આક્રોશ સાથે રેલી કાઢી

author img

By

Published : Oct 7, 2022, 2:01 PM IST

પાટણમાં બસ સ્ટેશનના કામકાજને (bus station in Patan) લઈને પ્રવાસીઓ તેમજ વેપારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. જેને લઈને વેપારીઓએ રેલી યોજીને કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આ આ ઉપરાંત ST બસો શહેરમાંથી દોડાવવામાં નહીં આવે તો બસ સ્ટેશનમાં ઊંઘી જઈ બસોની પ્રવેશ બંધી કરવામાં આવશે. (Patan Traders rally held)

બસ સ્ટેશનનુું કામકાજ ક્યારે પુરુ થશે, વેપારીમાં ભારે આક્રોશ સાથે રેલી કાઢી

પાટણ શહેરમાં બની રહેલા નવું આઈકોનિક બસ સ્પોટની કામગીરી મંથરગતિએ (Patan Bus Station) ચાલતી હોવાને કારણે શહેરીજનોને ભારે હાલાકી વેઠવી પડે છે, ત્યારે ધારાસભ્યની આગેવાનીમાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી હતી. નવું બસ સ્ટેશન શરૂ ન થાય ત્યાં સુધી તમામ ST બસો શહેરમાંથી દોડાવવામાં નહીં આવે તો એક સપ્તાહમાં હંગામી બસ સ્ટેશનમાં ઊંઘી જઈ બસોની પ્રવેશ બંધી કરવામાં આવશે તેવી ચીમકી ધારાસભ્ય ડો. કિરીટ પટેલે આપી હતી. (Patan Traders rally held)

પાટણમાં નવા બસ સ્ટેશનની કામગીરી ઝડપી પૂર્ણ કરવા વેપારીઓએ રેલી યોજી

કલેકટરને આવેદનપત્ર આપ્યું પાટણ શહેરના વેપારી સંગઠનો દ્વારા રાજ્યના મુખ્યપ્રધાનને ઉદ્દેશી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી માંગ કરી હતી કે, નવું બસ સ્ટેશન કાર્યરત કરવાની છેલ્લી સમય મર્યાદા જાહેર કરવામાં આવે. જ્યાં સુધી નવું સ્ટેશન કાર્યરત ન થાય ત્યાં સુધી લોકલ અને એક્સપ્રેસ સહિતની તમામ બસો જુના બસ સ્ટેશનને લાવવાની વ્યવસ્થા કરવામાં આવે. હાલના હંગામી બસ સ્ટેશનમાં પ્રવાસીઓને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે. ધારાસભ્ય ડો. કિરીટ પટેલે કલેકટરને જણાવ્યું હતું કે, ST બસો શહેરમાં આવતી નથી. જેના કારણે ગામડામાંથી આવતા પ્રવાસીઓ, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓને હાલાકીઓ ભોગવવી પડે છે. (bus station in Patan)

બસ સ્પોર્ટનું કામ ગોકળગતિ
બસ સ્પોર્ટનું કામ ગોકળગતિ

વેપારી સાથે ધારાસભ્યની ચીમકી વધુમાં કિરીટ પટેલે જણાવ્યું હતું કે, રીક્ષાના ડબલ ભાડા ખર્ચીને શહેરમાં આવવું પડે છે. રાત્રિના સમયે પરિવારજનો સાથે આવતા પ્રવાસીઓની હાલત દૈન્ય બને છે. રીક્ષાઓ ન મળતા અડધી રાત્રે પગપાળા ચાલીને પોતાના ઘર સુધી જવું પડે છે. સરકાર દ્વારા કોન્ટ્રાક્ટરને કડક સૂચના આપી નવા બસ સ્ટેશનનું કામ ઝડપી પૂર્ણ કરવામાં આવે. જ્યાં સુધી આ નવું બસ સ્ટેશન શરૂ ન થાય ત્યાં સુધી તમામ ST બસો શહેરમાંથી દોડાવવામાં નહીં આવે તો આગામી સપ્તાહે વેપારીઓ અને શહેરીજનોને સાથે રાખી હંગામી બસ સ્ટેશનમાં ઊંઘી જઈ બસોની પ્રવેશબંધી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. (traders Movement in Patan)

બસ સ્ટેશનનુું કામકાજ
બસ સ્ટેશનનુું કામકાજ

વેપારીઓના ધંધા રોજગાર પર અસર સામાજિક આગેવાન લાલ એસ. ઠક્કરે પણ આ નવીન બની રહેલા બસ સ્ટેશન ટૂંક સમયમાં શરૂ નહીં થાય તો, નગરજનોને સાથે રાખી વિવિધ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. તો બીજી તરફ અન્ય બસ સ્ટેશનોના કરાયેલા ખાતમુહૂર્ત બાદ મોટાભાગના બસ સ્ટેશનનો આધુનિક બની કાર્યરત થતાં પ્રવાસીઓ તેનો લાભ લઈ રહ્યા છે, જ્યારે પાટણના આ બસ સ્ટેશનની કામગીરી હજી અધ્ધરતાલ છે. જૂની બસ સ્ટેન્ડ છેલ્લા છ વર્ષથી બંધ હોવાને કારણે આ વિસ્તારના વેપારીઓના ધંધા રોજગાર ઉપર પણ અસર પડી છે. (Traders ST bus in Patan)

બસ સ્પોર્ટનું કામ ગોકળગતિ છેલ્લા છ વર્ષથી આઈકોનિક બસ સ્પોર્ટનું કામ ગોકળગતીએ ચાલી રહ્યું છે, જ્યારે કોન્ટ્રાક્ટર આર્થિક તંગીનું કારણ આગળ ધરે છે. જેને લઇ પ્રવાસીઓને શહેરીજનો હાલાકી વેઠી રહ્યા છે, ત્યારે આજે વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપી આ બસ સ્ટેન્ડ ઝડપથી શરૂ થાય તેવી માંગ કરી છે, ત્યારે હવે સરકાર આ બાબતે કેવી કામગીરી કરે છે તે જોવું રહ્યું.(Operation bus station in Patan)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.