ETV Bharat / state

પાટણની ધારપુર હોસ્પિટલ કોરોના સામે ફરી સુવિધા સાથે સજ્જ - પાટણમાં વેક્સિનેશન

પાટણ જિલ્લામાં સરકાર દ્વારા મળેલી સૂચના આધારે (Corona case in Patan) તંત્ર દ્વારા કોરોનાને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ધારપુર સિવિલ હોસ્પિટલમાં સાધન સુવિધા સાથેનો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. ધારપુર સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન વેન્ટિલેટરની સુવિધા ઉભી કરવામાં આવી છે, તો નિષ્ણાતો, તબીબો અને નર્સિંગ સ્ટાફની પુરી વ્યવસ્થા કરાઈ છે. (Patan Dharpur Civil Hospital)

પાટણની ધારપુર હોસ્પિટલ કોરોના સામે ફરી સુવિધા સાથે સજ્જ

author img

By

Published : Dec 26, 2022, 4:56 PM IST

પાટણ આરોગ્ય તંત્ર ફરી કોરોના સામે લડવા સજ્જ

પાટણ : ચીન સહિત વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાએ ફરી હૂંફાળો માર્યો છે. તેમજ ગુજરાતમાં ઓમિક્રોનના નવા વેરિઅન્ટના દસ્તક સાથે તકેદારીના ભાગરૂપે રાજ્ય સરકાર અને આરોગ્ય (Corona case in Patan) વિભાગ સક્રિય બન્યું છે. તમામ પ્રકારના આગોતરા પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેને પગલે કોરોનાની લહેર સમયે આવા દર્દીઓથી ધમધમતી પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ ફરી સક્રિય બન્યું છે. સંભવિત કોરોનાના કસો ફરી નોંધાય તો તમામને સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હાલ 15 બેડની સુવિધા ઉપલબ્ધ છે અને જરૂર પડે વધુ વોર્ડ સાથે બેડ વધારવામાં આવશે. (Patan Dharpur Civil Hospital)

આ પણ વાંચો અમરેલીમાં બીમારી સામે લડવા બેડથી લઈને ઓક્સિજન સુધી સુવિધા ઉપલબ્ધ

હોસ્પિટલમાં સુવિધા પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 15 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. વધુ 50થી 60 બેડની સુવિધા કરવામાં આવશે. ઓક્સિજન અને વેન્ટિલેટરની બધી જ સ્થિતિ સારી હોવાનું જોવા મળી રહ્યું છે. ઓક્સિજનમાં 13,000 લિટરની ક્ષમતાની ટાંકી ઉપરાંત હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરવા માટે 1000 અને 500 લીટર પર મિનિટના બે પીસોઓ પ્લાન્ટ કાર્યરત છે. હાલમાં સ્ટાફ પૈકી બે સ્પેશિયાલિસ્ટ, ચાર ડોકટર અને 15 જેટલા નર્સિંગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ઇન્ચાર્જ ડોક્ટર નરેશ ગર્ગના જણાવ્યા અનુસાર દરરોજ 400 ની આસપાસ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે. જોકે છેલ્લા બે માસથી પોઝિટિવ કેસ મળ્યો નથી. જ્યારે બે ચાર દિવસથી વ્યક્તિનો સ્ટોક ન હોવાને કારણે હાલમાં વેક્સિન આપવાની કામગીરી બંધ છે જિલ્લામાં છેલ્લે 6 ઓક્ટોબરના રોજ એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. (Omicron Variant Corona case in Patan)

આ પણ વાંચો એમિક્રોન વાયરસને લઈને અમરેલી આરોગ્ય તંત્ર કરાયું સજ્જ

પાટણ જિલ્લામાં 90 ટકાથી વધુનું રસીકરણ રસીકરણની વાત કરીએ તો જિલ્લામાં 92 ટકા લોકોએ પ્રથમ રોજ 99 ટકા લોકોએ બીજો ડોઝ અને 90 ટકા લોકોએ બુસ્ટર ડોઝ (Booster dose in Patan) લીધો છે. પાટણ જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુ પટેલના જણાવ્યા અનુસાર જિલ્લામાં પ્રથમ ડોઝ 10,23,935ને આપવામાં આવ્યો છે. જેમાં 92 ટકા જેટલી કામગીરી થઈ છે, જ્યારે 10,18,667 લોકોને બીજો ડોઝ આપવામાં આવે છે. જેમાં 99 ટકા કામગીરી થયેલી છે, જ્યારે બુસ્ટર ડોઝમાં 90 ટકા જેટલા લોકોને આવરી લેવાયા છે. જિલ્લામાં હાલમાં વેક્સીન ન હોવાથી વેક્સિનેશન કામગીરી બંધ છે. (Patan Health Department)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.