પરંપરાગત ગરબા પાટણમાં લીંબચ માતાના ભાતીગળ ગરબા...ફિલ્મી ગીતો, પાર્ટીપ્લોટના ઘોંઘાટને બદલે અહીં નવરાત્રી દરમ્યાન ઢોલ, મંજીરા અને ખંજરીના તાલે ગરબા ગવાય છે. મોંઘા સંગીતના સાધનો અને ડીજેના બદલે મહોલ્લાના રહીશો પોતાના સૂર જ રેલાવી માતાજીના ગુણગાન ગાય છે.
આજના ડિઝીટલ યુગમાં ગરબામાં પણ આધુનિકતા પ્રવેશી ગઈ છે. જેને લીધે આપણી સંસ્કૃતિ ક્યાંકને ક્યાંક વિસરાઈ રહી છે, ત્યારે પાટણની લીંબચમાતાની પોળના રહીશોએ પ્રાચીન ગરબાનું અસ્તિત્વ આજે પણ જાળવી રાખ્યું છે.