ETV Bharat / state

મહિલાઓની સુરક્ષા અને સાયબર ક્રાઈમ પર નેશનલ સેમિનાર યોજાયો - Patan latest news

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન ખાતે મહિલાઓની સુરક્ષા અને સાઈબર ક્રાઈમ અંગેનો રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. જેના અધ્યક્ષ સ્થાને મહિલા આયોગના સભ્ય ડૉ. રાજુલબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતાં.

મહિલાઓની સુરક્ષા અને સાયબર ક્રાઈમ પર નેશનલ સેમિનાર યોજાયો

author img

By

Published : Mar 12, 2020, 3:51 PM IST

Updated : Mar 12, 2020, 4:37 PM IST

પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન ખાતે મહિલાઓની સુરક્ષા અને સાઈબર ક્રાઈમ અંગેનો રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. જેના અધ્યક્ષ સ્થાને મહિલા આયોગના સભ્ય ડૉ. રાજુલબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

મહિલાઓની સુરક્ષા અને સાયબર ક્રાઈમ પર નેશનલ સેમિનાર યોજાયો

વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમના ગુનાઓનું દિનપ્રતિદિન વધતો જાય છે. અને ખાસ કરીને યુવાનો સાઇબર ક્રાઇમના ભોગ બને છે, ત્યારે સાયબર ક્રાઇમથી થતા ગુનાઓથી સલામત રહેવા માટે પાટણ યુનિવર્સિટીની કેસ કમિટી દ્વારા મહિલાઓની સુરક્ષા અને સાઇબર ક્રાઇમ વિષય પર એક દિવસીય સેમિનાર યોજાયો હતો.

આ સેમિનારમાં પાટણ ડિસ્ટ્રીકટ જજ એ.કે.ગુપ્તાએ જણાવ્યું હતું કે, આજનો વિષય આખો ગ્રંથ છે. જેમાં શારીરિક જ નહીં માનસિકતા અને સાયકોલોજી પણ એની પાછળ કામ કરે છે .સ્ત્રીઓ પર આસાનીથી ક્રાઈમ થઈ શકે છે. કારણ કેસ તેમની મેન્ટાલીટી અને વર્તન સરળ હોય છે. ક્રાઈમની સાથે કુશળ સાઇકોલોજી અંગે માર્ગદર્શન જરૂરી છે. સલામતીની જવાબદારી સમાજ -સરકારની સાથે પોતાની પણ છે.

યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં અભ્યાસની સાથે અન્ય પ્રવૃત્તિઓમાં વિશિષ્ટ પ્રદાન કરનાર 19 વિદ્યાર્થીનીઓને મહાનુભાવોના હસ્તે વન્ડરફુલ આઉટ સ્ટેન્ડિંગ વુમન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી.

Last Updated : Mar 12, 2020, 4:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.