પાટણ : ચાણસ્માના ખોરસમ ગામે રવિવારની રાત્રે સહેજાદ સિપાઈ નામનો યુવાન પુર ઝડપે બાઈક ચલાવી રહ્યો તો. જેને લઈને ગામના ચોકમાં પાર્લર ધરાવતા ભુદર પટેલે બાઈક ધીમું ચલાવવા બાબતે બાઈક સવારને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ બાઈક સવાર યુવકે ઘરે જઈ આ બાબતની જાણ પોતાના પિતા રહેમાન ખાન સિપાઈને કરી હતી. આથી ઉશ્કેરાયેલા પિતા-પુત્રએ છરો (Murder case in Chanasma) લઈ ફરીથી બાઈક પર ગામના ચોકમાં આવી પહોંચ્યા હતા.
છરો કાઢી આધેડને પેટના ભાગે માર્યો
પાર્લર માલિક ભુદર પટેલને અપશબ્દો બોલી કહ્યું કે, મારા છોકરાને કેમ બોલ્યા. આ સમયે ચોકમાં ઉપસ્થિત અન્ય લોકોએ પણ આ બંને પિતા-પુત્રને ગાળો બોલવાની ના પાડતા મામલો ઊંચકાયો હતો.જેને લઈને વિધર્મીએ સહેજાદ ખાને પોતાના ફેટમાંથી છરો (Murder Case in Khorasam) કાઢી આધેડને પેટના ભાગે મારતા તેઓ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા હતા. આ બનાવ બાદ પિતા-પુત્ર બાઇક લઇને નાસી ગયા હતા. જાગ્રત આધેડને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી વાહનમાં ચાણસ્મા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકની છવાઈ ગયો હતો. ગામમાં ભારે સનસની મચી હતી.
ગામમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો
આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા LCB, SOG સહિતનો પોલીસ કાફલો ખોરસમ ગામે દોડી આવ્યો હતો. પરિસ્થિતિ વણસે નહીં તે બાબતે ગામમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાય ગયો હતો. હુમલો કરી નાસી છૂટેલા પિતા-પુત્રને તેના ઘરેથી ઝડપી લઈ તેની વિરુદ્ધ (Crime in Khorasam) કાયદેસર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.