ETV Bharat / state

દિવાળીના મિની વેકેશનમાં 10 હજારથી વધુ પ્રવાસીઓએ રાણકી વાવની લીધી મુલાકાત

ઐતિહાસિક રાણકી વાવને નિહાળવા માટે દિવાળીના મિની વેકેશનમાં પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળ્યો છે. પ્રવાસીઓએ કોરોના મહામારીને ભૂલીને ઓનલાઇન ટિકિટ બુક કરાવી રાણીની વાવ જોઈ હતી. જેને લઇ પુરાતત્વ વિભાગને અંદાજે રૂપિયા સાડા ત્રણ લાખની આવક થઈ છે.

પ્રવાસીઓએ રાણકી વાવની લીધી મુલાકાત
પ્રવાસીઓએ રાણકી વાવની લીધી મુલાકાત
author img

By

Published : Nov 19, 2020, 11:09 PM IST

  • રાણીની વાવ ખાતે પ્રવાસીઓ ઉમટ્યા
  • 10 હજાર જેટલા પ્રવાસીઓએ લીધી રાણીની વાવની મુલાકાત
  • પુરત્વ વિભાગને 3.50 લાખની થઈ આવક

પાટણઃ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામી વિશ્વ ફલક પર ચમકેલી અને રૂપિયા 100ની ચલણી નોટ પર અંકિત થયેલી પાટણની ઐતિહાસિક રાણકી વાવને નિહાળવા દિવાળીના તહેવારોમાં દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ પાટણના મહેમાન બને છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે વિદેશી પ્રવાસીઓ પર સરકારે રોક લગાવી છે. જોકે, દિવાળીના મિની વેકેશનના પાંચ દિવસમાં અંદાજે દસ હજાર ભારતીય પ્રવાસીઓ પાટણના મહેમાન બન્યા હતા.

પ્રવાસીઓએ રાણકી વાવની લીધી મુલાકાત
પ્રવાસીઓએ રાણકી વાવની લીધી મુલાકાત

પ્રવાસીઓએ વાવના શિલ્પ સ્થાપત્યો નિહાળ્યા

પાટણાં રાણકી વાવ નિહાળવા આવેલા પ્રવાસીઓ રાણીની વાવના શિલ્પ સ્થાપત્યો અને કલા કોતરણી નિહાળી અભિભૂત થયા હતા. પાંચ દિવસમાં પુરાતત્વ વિભાગને અંદાજે સાડા ત્રણ લાખ રૂપિયાની આવક થઈ છે.

પ્રવાસીઓએ રાણકી વાવની લીધી મુલાકાત
પ્રવાસીઓએ રાણકી વાવની લીધી મુલાકાત

ધંધા-રોજગારને સારી એવી આવક

કોરોના મહામારીને ભૂલીને પ્રવાસીઓ ઐતિહાસિક રાણીની વાવ નિહાળવા આવી પહોંચતા રાણીની વાવ ખાતે ભારે ઘસારો પણ જોવા મળ્યો હતો. જેને લઇને પાટણના ધંધા-રોજગારને પણ સારી એવી આવક થઇ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.