- ચોમાસા પૂર્વે દરવાજાઓનું મેન્ટેનન્સ હાથ ધરાયુ
- સરસ્વતી બેરેજ પર 28 દરવાજા મુકાયા છે
- દરવાજાઓમાં ગ્રેસિંગ અને ઓઈલિંગ કરવાની કામગીરી હાથ ધરાઈ
પાટણ: રાજ્ય સરકાર દ્વારા પાટણ નજીક પસાર થતી સરસ્વતી નદી ઉપર ડેમ બેરેજ બાંધવાનું નક્કી કરી 1965માં તેની શરૂઆત કરવામાં આવી હતી અને 1972માં તે કામગીરી પૂર્ણ કરી વાહન વ્યવહાર માટે બ્રિજને ખુલ્લો મુક્યો હતો આ ડેમને 49 વર્ષ થયા છે. સરસ્વતી બ્રિજ ઉપર પાણી સંગ્રહ અને વહન કરવા માટે 28 દરવાજા મુકવામાં આવ્યા છે. ત્યારે આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને બેરેજના સત્તાધીશો દ્વારા દરવાજાનું મેન્ટેનન્સ હાથ ધરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: નર્મદા ડેમના જળ-વિદ્યુત મથકમાં રોજની સરેરાશ 2.8 કરોડ કિંમતની 1.40 કરોડ યુનિટ વીજળીનું થાય છે ઉત્પાદન
સમારકામથી દરવાજા ખોલવા -બંધ કરવામાં સરળતા રહેશે
નદી પરના લાંબા બેરેજના 28 દરવાજાઓ ને ખોલ બંધ કરવા માટે મૂકવામાં આવેલી મશીનરી જરૂરિયાતના સમયે ખોટવાઈ ન જાય તે હેતુથી મશીનરીના ચકકરો સહિતના ભાગોમાં ગ્રીસિંગ,ઓઈલિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સરસ્વતી બેરેજના 28 દરવાજાઓ નું મેન્ટેનન્સ છેલ્લા પાંચ દિવસથી ચાલી રહ્યું છે જેથી આગામી ચોમાસામા ડેમના દરવાજા ખોલવામાં અને બંધ કરવામાં સરળતા રહેશે.