ETV Bharat / state

પાટણમાં મહારાષ્ટ્રીયન પરિવારોએ ગુડી પડવાની ઉજવણી કરી

પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારમાં અને ભદ્ર વિસ્તારમાં રહેતા 25 જેટલા મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ગુડી પડવાની શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી.

patan
patan
author img

By

Published : Apr 13, 2021, 2:29 PM IST

  • પાટણમાં ગુડી પડવાની કરાઇ ઉજવણી
  • મહારાષ્ટ્રીયન પરિવારોએ પરંપરાગત ગુડી પડવાની કરી ઉજવણી
  • કોરોના મહામારીના ભરડામાંથી સમગ્ર વિશ્વ મુક્ત બને એવી મહારાષ્ટ્રીયન પરિવારોએ કરી પ્રાર્થના

પાટણ: શહેરમાં મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા હિન્દુ નવા વર્ષ ગુડી પડવાની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. પરિવારના સભ્યો દ્વારા ગુડીની પૂજા કરી નવુ વર્ષ મંગલમય નીવડે તેમજ કોરોના મહામારીમાંથી મુક્ત બની એવી પ્રાર્થના કરવામાં આવી હતી.

ભગવાન શ્રીરામ ચૌદ વર્ષનો વનવાસ વેઠી અયોધ્યા પરત ફર્યાની ખુશીમાં કરાય છે ઉજવણી

પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારમાં અને ભદ્ર વિસ્તારમાં રહેતા 25 જેટલા મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ગુડી પડવાની શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ભગવાન શ્રીરામ ચૌદ વર્ષનો વનવાસ વેઠી અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં આ પર્વની ઉજવણી કરવામાં આવે છે.

પાટણમાં મહારાષ્ટ્રીયન પરિવારોએ ગુડી પડવાની ઉજવણી કરી
પાટણમાં મહારાષ્ટ્રીયન પરિવારોએ ગુડી પડવાની ઉજવણી કરી

આ પણ વાંચો: ઉગાદી અને ગુડી પડવા વિશેષઃ ખોરાકના 6 સ્વાદ બનાવે છે શ્રેષ્ઠ આરોગ્ય

ગુડી પડવો કડવાશ અને મીઠાશનો સમન્વય

ત્યારે મંગળવારે પાટણમાં મહારાષ્ટ્રીયન પરિવારોએ પોતપોતાના ઘરના આંગણે એક લાકડી પર રેશમી વસ્ત્ર વીંટાળીને તેની ઉપર લોટો મૂકી ઘરની બહાર બારી પર કે અગાસીમાં તેને બાંધી ગુડીની વિધિવત રીતે પૂજા કરી હતી. તો ગુડી પડવો કડવાશ અને મીઠાશનો સમન્વય છે આજના દિવસથી આરોગ્ય પ્રત્યે સભાન લોકો લીમડાના મોર નું સેવન શરૂ કરતાં હોય છે તો હિન્દુ કેલેન્ડર મુજબ ગુડી પડવો એ વણજોઈતું શુભ મુહૂર્ત ગણાય છે અને કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આ દિવસે કરવામાં આવે છે.

મંગળવારે ત્રિવેણી સંગમ રચાયો

ગુડી પડવો ચૈત્ર સુદ એકમ, પ્રતિપદા અને આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થતો હોય આજના દિવસનું વિશેષ મહત્વ છે.

આ પણ વાંચો: જાણો ગુડી પડવાનું મહત્વ અને શાસ્ત્રો મુજબ કેવી રીતે કરવી પૂજા-અર્ચના?

ગુડી પડવામાં લીમડાનો પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે

આ દિવસે પ્રસાદનું પણ વિશેસ મહત્વ છે. જેમાં ચણાની પલાળેલી દાળ અથવા પલાળેલા ચણા, લીમડાનાં ફૂલ અને કુમળાં પાન, મધ, જીરું અને થોડો હિંગ મિશ્રણ કરીને વાટીને પ્રસાદ બનાવી વહેંચવામાં આવે છે. અન્ય કોઈપણ પદાર્થ કરતાં લીમડામાં પ્રજાપતિ-લહેરીઓ ગ્રહણ કરવાની ક્ષમતા વધારે હોવાથી નવવર્ષને દિવસે કડવા લીમડાનો પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે.

પૂજામાં વપરાયેલા કળશમાં પાણી પીવું

સૂર્યાસ્તના સમયે ગોળનો ભોગ ચડાવીને ધ્વજ (ગુડી) ઉતારવો. વાતાવરણમાં રહેલી પ્રજાપતિ-લહેરીઓ કળશના માધ્યમ દ્વારા ઘરમાં પ્રવેશ કરે છે. તે લોટામાં પાણી ભરીને બીજા દિવસથી પીવાના ઉપયોગમાં લેવું. ધ્વજને કારણે પ્રજાપતિ-લહેરીઓ થકી સંસ્કારિત કળશ તેવા જ સંસ્કાર, પીવાનાં પાણી પર કરે છે. એટલે આખું વર્ષ આપણને પ્રજાપતિ-લહેરીઓ પ્રાપ્ત થાય છે. આ આજના દિવસનું ખાસ મહત્વ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.