ETV Bharat / state

Jagannath Rath yatra 2022: પાટણમાં ભગવાન જગન્નાથજીનું મામેરૂ ભરાયુ, રાજકીય સામાજિક આગેવાનો અને શ્રદ્ધાળુઓ જોડાયા - જગન્નાથ રથયાત્રાનું મહત્વ

ભગવાન જગન્નાથજીની રથયાત્રાની(Jagannath Rath yatra 2022) પૂર્વ સંધ્યાએ પાટણમા યજમાન પરિવારના નિવાસ્થાનેથી હાથી ઘોડા બગી અને બેન્ડની સુરાવલીઓ વચ્ચે વાજતે ગાજતે ભગવાનની મામેરા(Patan Jagannath rathyatra ) યાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર થઈ જગદીશ મંદિરમાં પહોંચી હતી. મામેરા યાત્રામા જય રણછોડ માખણ ચોરના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. તો બીજી તરફ યાત્રામાં બે ગજરાજોએ વિશેષ આકર્ષણ જણાવ્યું હતું.

Jagannath Rath yatra 2022: પાટણમાં ભગવાન જગન્નાથજીનું મામેરૂ ભરાયુ, રાજકીય સામાજિક આગેવાનો અને શ્રદ્ધાળુઓ જોડાયા

author img

By

Published : Jul 1, 2022, 9:05 AM IST

પાટણ: શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્યાતિભવ્ય 140મી રથયાત્રા ઉજવવા(Patan Jagannath rathyatra ) માટે શહેરીજનોમાં અનેરો ઉમંગ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. રથયાત્રાની પૂર્વ સંધ્યાએ પાટણના ભેસાવાડા વિસ્તારમાં રહેતા અને વર્ષોથી મહેસાણા સ્થાયી થયેલા હરેશ જોશી પરિવાર દ્વારા બીજી વાર ભગવાનનું મામેરુ(Lord Jagannathji Mameru) ભરવાનો લાહવો લીધો હતો.

આ પણ વાંચો: જગન્નાથજીના મામાના ઘરે જમશે લાખો ભક્તો, મોસાળમાં જમણવારને લઈને સરસપુરવાસીઓ સજ્જ

ભગવાન જગન્નાથની વાજતે ગાજતે મોસાળા યાત્રા નીકળી - સાંજના સમયે જગદીશ મંદિરના કાર્યકરો અને ટ્રસ્ટીઓ વાજતે ગાજતે યજમાનના નિવાસ્થાને મામેરુ લેવા પહોંચ્યા હતા. યજમાન પરિવાર દ્વારા તમામનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યજમાનના નિવાસસ્થાનેથી ભગવાન જગન્નાથજી(Bhagwan Jagannath Rathyatra ), ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા બહેનના હીરાજડિત અલંકારો, પીળા પીતાંબર, રેશમી વસ્ત્રો સાથેની મામેરા યાત્રા નીકળી હતી. આ યાત્રામાં બે ગજરાજ, ત્રણ ઘોડા, બે બગી,બે બેન્ડ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભકતો જોડાયા હતા.

આ પણ વાંચો: Jagannath Rathyatra 2022: કૉંગ્રેસે ભગવાનને 145 કિલોનો પ્રસાદ અર્પણ કરી સરકાર બનાવવા આશાવાદ વ્યક્ત કર્યો

ઘોડા હાથી બગી અને બેન્ડની સુરાવલીઓ સાથે મામેરા યાત્રા રાજમાર્ગો પર નીકળી - ભગવાનની મોસાળા યાત્રા(Lord Jagannath Temple ) હિંગળાચાચર ચોક, ચતુર્ભુજ બાગ, જુના ગંજ બજાર થઈ જગદીશ મંદિરમાં પહોંચી હતી. મામેરા યાત્રામાં(Jagannath Rath yatra 2022 ) રાજકીય અને સામાજિક આગેવાનો ઉપરાંત ભાવિક ભક્તો જોડાયા હતા. મામેરા યાત્રામાં સૌથી આગળ રહેલા બે ગજરાજો એ લોકોમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. તો યજમાન પરિવારને બીજીવાર ભગવાન નું મામેરૂ ભરવાનો અવસર પ્રાપ્ત થવા બદલ પરિવારજનોએ પરમાત્માનો આભારમાની આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.