- મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો
- પાટણ નગરપાલિકાનું 55.51 ટકા મતદાન થયુ
- સિદ્ધપુર નગરપાલિકાનું 56.68 ટકા મતદાન
- હારીજ નગરપાલિકાનું 63.64 ટકા મતદાન
પાટણ: નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો ઉપર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ મળી કુલ 150 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં 44 ઉમેદવારોને વિજયી બનાવવા મતદારોએ રવિવારે ઉત્સાહભેર મતદાન કર્યું હતું. પાટણની 67 બિલ્ડિંગોમાં 112 મતદાન મથકો ઉપર સવારથી જ લાંબી કતારો સર્જાઇ હતી. મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.
EVMને સીલ કરાયા
પાટણમાં રાજકીય આગેવાનો તેમજ ધારાસભ્યો અને ઉમેદવારોએ પણ પોતાના મતદાન મથક ઉપર જઈ મતદાન કર્યું હતું. બીજી તરફ મતદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પાટણ 6 વાગ્યા સુધીમાં પાટણ નગરપાલિકામાં 55.51 ટકા મતદાન થયું હતું. મતદાન પૂર્ણ થયા બાદ તમામ મતદાન મથકો ઉપરથી જ EVMને સીલ કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મૂકવામાં આવ્યા હતા. સિધ્ધપુર નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકોના 124 ઉમેદવારો માટે 6 વાગ્યા સુધીમાં 56.68 ટકા મતદાન થયું હતું.
જિલ્લા પંચાયતનું કુલ 63.85 ટકા મતદાન
જિલ્લા પંચાયતની 32 બેઠકોના 78 ઉમેદવારો માટે યોજાયેલા મતદાનમાં ભારે રસ્સાકસ્સી જોવા મળી હતી. મતદાનના અંતે જિલ્લા પંચાયતનું કુલ 63.85 ટકા મતદાન થયું હતુું. જ્યારે જિલ્લાની તાલુકા પંચાયતની 166 બેઠકો પર મતદાનના અંતે 64.27 ટકા મતદાન થયુ છે.