સુરતમાં બનેલી આગની ઘટના બાદ પાટણ જિલ્લા વહીવટી તંત્ર પણ સજાગ બન્યું છે. જિલ્લા કલેકટર આનંદ પટેલના આદેશથી ગ્રાન્ડફ્લોરથી લઈને બીજા માળ સુધીની વિવિધ શાખાઓમાં ફાયર સેફ્ટીની નવીન બોટલો લગાવી કચેરીની સુવિધામાં વધારો કરાયો છે. આની પહેલા પણ 10 જેટલી ફાયરસેફટીની બોટલો લગાવી હતી. જો કે, કચેરીને વધુ સુરક્ષિત બનાવવા 17 જેટલી અગ્નિશામક યંત્રોની બોટલો લગાવવામાં આવી છે.
આ ઉપરાંત કલેકટર કચેરીના તાબા હેઠળની પ્રાંત તેમજ મામલતદાર કચેરીઓમાં પણ 12 ફાયર સેફટીના સેટ ફાળવવામાં આવ્યા છે. તેમજ આગામી દિવસોમા સુરક્ષા માટે કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવશે.