ETV Bharat / state

પાટણમાં મેવાણીએ ભાજપ અને RSS પર પ્રહારો કરવામાં કહ્યું કંઇક એવું કે... - પાટણના સુભાષ ચોક

પાટણમાં સુભાષચોકમાં સંવિધાન બચાવોના નારા સાથે વડગામ ધારાસભ્ય જીગ્નેશ( Meeting of Jignesh Mewani in Patan )મેવાણીના અધ્યક્ષસ્થાને જાહેર સભા યોજાઇ હતી. મેવાણીએ સરકારની નીતિઓ સામે ભાજપ અને RSS ઉપર આકરા પ્રહારો કર્યા હતા. એમાં કહી નાંખ્યું છે કે સભાઓની જગ્યાએ ભાજપની કુટાઈ,પીટાઈ અને ઠુકાઈ કરવાના કાર્યક્રમો યોજવામાં આવશે.

પાટણમાં સંવિધાન બચાવો જન સભામાં મેવાણીએ ભાજપ અને RSS પર આકરા પ્રહારો કર્યા

author img

By

Published : May 24, 2022, 6:28 PM IST

પાટણ: શહેરના સુભાષચોકમાં સંવિધાન બચાવોના નારા સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર અને વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના અધ્યક્ષ સ્થાને જાહેર સભા યોજાઇ(Constitution meeting in Patan)હતી. જેમાં જીગ્નેશ મેવાણીએ વધતી જતી મોંઘવારી વિદ્યાર્થીઓ સાથે મજાક સમાન પેપર લીક સમાજ સમાજ અને જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચેની વિભાજનકારી નીતિઓ સહિત લોકોને ગેરમાર્ગે દોરતી સરકારની નીતિઓ સામે ભાજપ અને RSS ઉપર આકરા પ્રહારો કર્યા હતા.તેમણે કહ્યું કે આગામી સમયમાં સંવિધાન બચાવો ( Meeting of Jignesh Mewani in Patan )સભાઓની જગ્યાએ ભાજપની કુટાઈ,પીટાઈ અને ઠુકાઈ કરવાના કાર્યક્રમો યોજવામાં આવશે.

સંવિધાન બચાવો જન સભા

હિટલરશાહી સરકાર સામે રોડ ઉપર ઉતરવું પડશે - પાટણના સુભાષ ચોકમાં જંગી જાહેર સભાને સંબોધતા જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે જવાહરલાલ નહેરુએ આ દેશ માટે 12થી 15 વર્ષ સુધી જેલવાસ ભોગવ્યો છે, નરેન્દ્ર મોદી અડધો દિવસ પણ જેલમાં રહ્યા નથી. દેશની સ્વતંત્રતા માટે લોહીનું એક ટીપું પણ આપ્યું નથી તેવા લોકો આજે શહીદોના નામે વિરાંજલી કાર્યક્રમ યોજી રહ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતના વિવિધ શહેરોમાં હિંસાઓ થઈ તેની શાંતિ અને અમનની અપીલ માટે નરેન્દ્ર મોદીને કરેલ ટ્વીટ બદલ મારી પર એક મહિલાને આગળ કરી ખોટી FIR દાખલ કરવામાં આવી છે.

મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા ભારત પાકિસ્તાનના મુદ્દાઓ થાય - આ માટે સંવિધાન બચાવો સભાઓ યોજવામાં આવી રહી છે. હાલમાં દેશમાં મોંઘવારી બેરોજગારીએ માઝા મૂકી છે ત્યારે પ્રજા સરકાર સામે અવાજ ન ઉઠાવે અને અસલ મુદ્દાઓ પરથી ધ્યાન ભટકવવા માટે ચૂંટણી સમયે મંદિર, મસ્જીદ, હિંદુ-મુસ્લિમ, ભારત પાકિસ્તાનના મુદ્દાઓ ઉભા કરવાવાળા આવા રામના નકલી ભક્તોને ઓળખવા મેવાણીએ આહ્વાન કર્યું હતું.

આ પણ વાંચોઃ જેલ માંથી મુક્ત થતા મેવાણીએ ગુજરાત સરકારને આપી ચેતવણી, માગ પુરી કરો નહિ તો...

કરોડો રૂપિયાના ડ્રગ્સ મુદ્દે અદાણીની હજી સુધી પૂછપરછ થઈ નથી : મેવાણી - અદાણીના મુન્દ્રા પોર્ટ પરથી પકડાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સ મુદ્દે મેવાણીએ જણાવ્યું હતું કે, એક સામાન્ય વ્યક્તિના ઘરે થી 10 ગ્રામ ડ્રગ્સ પકડાય તો પોલીસ તરત જ તેને ઉઠાવી લેછે અને પૂછપરછ કરે છે પરંતુ નરેન્દ્ર મોદીના જીગરી મિત્ર અદાણીની હજી સુધી પૂછપરછ થઈ નથી. તથા રાજ્યમાં વિવિધ 22 સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થયા છતાં કમલમના એ સોદાગરની પૂછપરછ પણ આજદિન સુધી થઈ નથી.દેશને મૂર્ખ બનાવવાનો ભાજપ ધંધો કરી રહ્યું છે.

વડાપ્રધાન દેશના સંસાધનો વેચવાના સ્ટાન્ડર્ડ મેનેજર - નરેન્દ્ર મોદીને દેશના સંસાધનો વેચવા માટેના સ્ટાન્ડર્ડ મેનેજર ગણાવી જીગ્નેશ મેવાણી એ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં જો ઈસ્ટ ઈન્ડિયા કંપની ફરી ભારતમાં આવે તો દેશના સંસાધનો વેચવા માટે સ્ટાન્ડર્ડ મેનેજરની જરૂર પડે તો નરેન્દ્ર દામોદરદાસ મોદી પ્રથમ અરજી આપવા જાય કેમ કે તેઓ તેમાં માહિર છે તેવો આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચોઃ હાર્દિક પટેલે કોંગ્રેસની ગરીમા જાળવી નથી: જીગ્નેશ મેવાણી

વિધાનસભા ચૂંટણીમાં દવાઈ, પઢાઈ ઔર કમાઈ કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો રહેશે - વર્તમાન સરકારે દેશની તમામ એજન્સીઓ પોતાના કબજામાં લઈને તેનું સંચાલન કરી રહી છે જેના પરથી ભૂતકાળની જેમ રાજાશાહી ,સામંતશાહી અને ગુલામી પ્રથા લાદવાનો આ નવો કીમિયો હોય તેમ લાગી રહ્યું છે માટે આ હિટલરશાહી સરકાર સામે રોડ ઉપર ઉતરવું પડશે. 2022 ની ચૂંટણીના સંદર્ભે જીગ્નેશ મેવાણી એ જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં પઢાઈ,દવા, ઓર કમાઈ એ કોંગ્રેસનો ચૂંટણી એજન્ડા રહેશે રહેશે.

હાલમાં આઝાદ ભારત ગુલામીની જંજીરોમાં જઈ રહ્યું છે: કિરીટ પટેલ - પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે હાલમાં બંધારણનો ઠેર ઠેર ભંગ થઇ રહ્યો છે. ડો. આંબેડકરનું જે આઝાદ ભારતનું સ્વપ્ન હતું તે આઝાદ ભારત આજે ફરીથી ગુલામીની જંજીરોમાં જકડાવા જઈ રહ્યું છે. ત્યારે જીગ્નેશ મેવાણીના આ અભિયાનમાં સૌને સહભાગી થવા અને યુવાનોને આગળ આવવા હાકલ કરી હતી. જીગ્નેશ મેવાણીએ પોતાના ઉપર પર થયેલ ખોટી એફઆઈઆર બાદ સમગ્ર રાજ્યમાં સંવિધાન બચાવો જાહેર સભાઓ યોજવાની શરૂઆત કરી છે. જેના ભાગરૂપે પાટણના સુભાષ ચોકમાં વિવિધ સમાજના લોકોની ઉપસ્થિતિમાં વિશાળ સભા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.