પાટણઃ વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની સમસ્યાથી (Environmental protection) દેશ અને દુનિયા ચિંતિત છે. અત્યારે વરસે દહાડે એક લાખ પચાસ હજાર કિલોગ્રામ પ્લાસ્ટિક નીકળે છે. વર્ષ 2050 સુધીમાં વધીને 761 મેટ્રીક ટન થવાનો અંદાજ છે. ત્યારે પર્યાવરણને નુકશાન ન થાય તે માટે ઓછા ગ્રેડવાળા બાયોપ્લાસ્ટિક બનાવવા માટે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન (Gujarat State Biotechnology Mission) દ્વારા પાટણ યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગના (Department of Life Sciences Patan University) ડો. આશિષ પટેલને 47 લાખનો રીસર્ચ પ્રોજેકટ આપવામાં આવ્યો છે. આ પ્રોજેકટથી (HNGU Bioplastic Project ) પર્યાવરણનું જતન અને તેની જાળવણી થશે.
લેબોરેટરીમાં બનશે બાયોપ્લાસ્ટિક - પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના(Hemchandracharya North Gujarat University) લાઇફ સાયન્સ વિભાગ (Department of Life Sciences Patan University)ખાતે ડો. આશિષ પટેલ અને તેમની રિસર્ચ ટીમ દ્વારા તેમની લેબોરેટરીમાં પર્યાવરણની જાળવણી (Environmental protection) માટે બટાટાના સ્ટાર્ચમાંથી (Bioplastic from potato starch) બાયોપ્લાસ્ટિક બનાવવાનું રીસર્ચ (HNGU Bioplastic Project ) કરવામાં આવી રહ્યું છે. બટાટાના સ્ટાર્ચમાંથી બનાવેલ બાયોપ્લાસ્ટિક માત્ર એકજ અઠવાડિયામાં નાશ પામે છે. હાલમાં વપરાતા સાદા પ્લાસ્ટીકને કુદરતી રીતે નાશ પામવામાં 400 વર્ષનો સમય લાગે છે. જેને કારણે આજે પર્યાવરણને નુકશાન થઇ રહ્યુ છે. ત્યારે પર્યાવરણને નુકશાન ન થાય તે માટે પાટણ યુનિવર્સિટીની રીસર્ચ લેબોરેટરીમાં ઇતિહાસમાં પ્રથમવાર બાયોપ્લાસ્ટિક બનાવવાનું સંશોધન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ કુદરતી આફતો લઈને પોરબંદરમાં બાયો ડાઇવર્સિટી અને ક્લાઇમેન્ટ ચેન્જ પ્રોજેક્ટ લોન્ચિંગ
ઓછા ગ્રેડવાળા બાયો પ્લાસ્ટીક બનાવવામાં આવશે - પર્યાવરણ નુકશાનને (Environmental protection)અટકાવવા બટાકાના સ્ટાર્ચમાંથી (Bioplastic from potato starch ) ઓછા ગ્રેડવાળા બાયોપ્લાસ્ટિક બનાવવામાં આવશે. સમગ્ર ભારતમાં બટાકાનું હબ ગણાતા ડીસામાં બટાકાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે.જેને કારણે ખેડૂતોને પુરતા ભાવ પણ મળતા નથી. ત્યારે જો બટાકાના સ્ટાર્ચમાંથી બાયોપ્લાસ્ટિક બનાવવામાં આવે તો ખેડૂતોને તેના પુરતા ભાવ પણ મળશે અને પર્યાવરણને પણ બચાવી શકાશે. બાયોપ્લાસ્ટિક માત્ર એકજ અઠવાડિયામાં પર્યાવરણમાં કુદરતી રીતે નાશ પામતું હોવાથી માનવજીવન અને પર્યાવરણ પર તેની કોઇ આડઅસર થતી નથી તેવું રીસર્ચ લેબોરેટરીના ડો.આશિષ પટેલે જણાવ્યું છે.
આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારે ભારતને સિંગલ-યુઝ પ્લાસ્ટિક-ફ્રી બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું
રિસર્ચ ટીમે બેઝિક બનાવી દીધું - રિસર્ચ ટીમ દ્વારા (HNGU Bioplastic Project ) સૌપ્રથમ યુનિવર્સિટીના લોગોવાળી પ્લાસ્ટિકની બેગ બનાવવામાં આવશે. લાઇફ સાયન્સ વિભાગમાં (Department of Life Sciences Patan University) રિસર્ચ ટીમ દ્વારા છ થી આઠ મહિનાના સમયગાળામાં બેઝિક બાયોપ્લાસ્ટિક બેગ તૈયાર કરવામાં આવી છે. ત્યારે હવે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી ગાંધીનગર દ્વારા પાટણ યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગને 47 લાખ ફાળવવામાં આવ્યા છે. સૌપ્રથમ યુનિવર્સિટીના લોગોવાળી પ્લાસ્ટિકની બેગ બનાવવામાં આવશે અને ત્યારબાદ પાણીની બોટલ, દૂધની કોથળીઓ ઉપરાંત અલગ અલગ ગ્રેડની મોટી વસ્તુઓ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટમાં સફળતા મળશે તો ભવિષ્યમાં પ્લાસ્ટિકની સમસ્યાથી લોકોને મુક્તિ મળશે અને પર્યાવરણનું જતન (Environmental protection) પણ થશે.