જિલ્લા મથક પાટણ ખાતે આજે આરોગ્યના 500થી વધુ કર્મચારીઓ સિવિલ હોસ્પિટલમાં એકત્ર થયા હતા અને સિવિલ હોસ્પિટલ ખાતેથી રેલી યોજવામાં આવી હતી. જેમ આરોગ્ય ના કર્મચારીઓએ વિવિધ પ્લેકાર્ડ ધારણ કરી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ રેલી શહેરના વિવિધ માર્ગો પર થઈ સિંધવાઈ માતાના મંદીર પરીસર ખાતે પહોંચી હતી. જયાં આરોગ્ય કર્મચારી સંઘના આગેવાનોએ આગળની રણનીતિ અંગે માહીતી આપી હતી. આગામી 17 મી ડિસેમ્બરના રોજ તમામ કર્મચારીઓ આરોગ્ય કમિશ્નરને રજૂઆત કરશે.