માહિતી પ્રમાણે, ચાણસ્મા તાલુકાના લણવા ખાતે વર્ષ 2017ની ચૂંટણી સભામાં નિયમ વિરુદ્ધ ભાષણ કરવાના ગુનામાં હાર્દિક પટેલ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેની મુદ્દતે હાર્દિક ચાણસ્મા સિવિલ કોર્ટમાં હાજર થયો હતો, ત્યારે કોર્ટમાં પ્રવેશે તે પહેલાં જ હાર્દિક પટેલે રાધનપુર પેટા ચૂંટણીને લઈ અલ્પેશ ઠાકોર સામે નિવેદન કર્યું હતું કે, અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા છે. પરંતુ, તેઓ વ્યસન મુક્તિ, યુવાનોને નોકરી, સમાજની વાત, દારૂબંદીની સરકારમાં દરખાસ્ત કરે તેવી સલાહ આપી હતી.
તદ ઉપરાંત સરકારના નવા ટ્રાફિક નિયમોને લઈને પણ હાર્દિકે કહ્યું હતું કે, જ્યાં સુધી જનતા જાગૃત નહીં થાય, ત્યાં સુધી વિપક્ષ પણ કંઈ કરી શકશે નહીં. હાર્દિક પટેલ કોર્ટમાં હાજર થતા જ કોર્ટે તેમને 10 હજાર રૂપિયાના જામીન પર મુક્ત કર્યા હતા જેથી હાલ પૂરતી હાર્દિકને રાહત મળી હતી.