ETV Bharat / state

Gujarat Gaurav Divas 2022: પાટણમાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીનો ધમધમાટ, પાટણ યુનિવર્સિટીમાં કરવામાં આવી આ ખાસ તૈયારીઓ - પાટણમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ

પાટણમાં ગુજરાત ગૌરવ દિવસ (Gujarat Gaurav Divas 2022)ની ઉજવણી થવાની છે. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન અને રાજ્યપાલ આવવાના છે. આ માટેની તૈયારીઓ પાટણ ખાતે શરૂ થઈ ગઈ છે. પાટણ યુનિવર્સિટીમાં 3 હેલીપેડ તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જ રંગરોગાન અને લાઇટિંગ પણ કરવામાં આવ્યું છે.

પાટણમાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીનો ધમધમાટ

author img

By

Published : Apr 27, 2022, 5:26 PM IST

પાટણ: ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીમાં રાજ્યપાલ અને મુખ્યપ્રધાન (Gujarat Gaurav Divas 2022) સહિતના પ્રધાનો અને રાજ્ય કક્ષાના અધિકારીઓ પાટણ આવવાના છે. જે અનુસંધાને યુનિવર્સિટી ગ્રાઉન્ડ (Patan University Ground)માં વહીવટીતંત્ર દ્વારા 3 હેલીપેડ તૈયાર કરી દેવામાં આવ્યા છે. પાટણ ખાતે ગુજરાત ગૌરવ દિનની ભવ્ય ઉજવણી કરવા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

પાટણ યુનિવર્સિટીમાં 3 હેલીપેડ તૈયાર કરવામાં આવ્યા

આ પણ વાંચો: Gujarat Gaurav Din in Patan : અહીં યોજાશે પહેલીવાર રાજ્ય સ્થાપના દિવસ સમારોહ, જાણો કેવો છે તંત્રનો ધમધમાટ

રંગરોગાન અને લાઇટિંગની કામગીરી કરવામાં આવી- વિવિધ સમિતિઓની રચના કરી જુદી જુદી જવાબદારીઓ પણ સમિતિઓને સોંપવામાં આવી છે. સમિતિઓ દ્વારા જે કામગીરી (Gujarat Gaurav Divas In Patan) શરૂ કરવામાં આવી છે તેમાં કચેરીઓના રંગરોગાન બાદ લાઇટિંગની કામગીરી કરવામાં આવી છે. ઉજવણીમાં મહામહિમ રાજ્યપાલ, મુખ્યપ્રધાન (CM Bhupendra Patel In Patan)થી માંડીને આખું પ્રધાનમંડળ અને રાજ્ય કક્ષાના અધિકારીઓ આવવાના છે. તેમના આગમનને પગલે પાટણ યુનિવર્સિટી (Hemchandracharya North Gujarat University) ગ્રાઉન્ડમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા 3 હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા છે.

ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીની તૈયારીઓ.
ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીની તૈયારીઓ.

આ પણ વાંચો: મહીસાગરમાં ગુજરાત ગૌરવ દિન નિમિત્તે ચિત્ર અને નિબંધ-કાવ્યલેખન સ્પર્ધા યોજાઇ

પૂરજોશમાં તૈયારીઓ, નગરજનોમાં ઉત્સાહ- વહીવટી તંત્ર દ્વારા અગાઉ આ હેલીપેડ બનાવેલા હતા. તેમાં રીપેરિંગ અને કલર કામ કરી રિનોવેટ કરી હેલીપેડ તૈયાર કરવામાં આવ્યા છે. આમ ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીને લઈને પાટણમાં હાલ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી તરફ નગરજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.