પાટણ : જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો માટે આજ રોજ બીજા (Patan assembly seat) તબક્કામાં મતદાન થવા જઈ રહ્યું છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે મતદાનની આ સંપૂર્ણ પ્રક્રિયા શાંતિપૂર્ણ નિષ્પક્ષ અને પારદર્શિત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે EVM અને VVPAT મશીનોની ભૂમિકા ખૂબ અગત્યની હોય છે. તેથી EVM અને VVPAT મશીનો જે વાહનોમાં લઈ જવામાં આવ્યા હતા. (Second phase polling in Patan)
GPS ટ્રેકિંગ મારફતે નજર ચારેય વિધાનસભા બેઠકોની 132 બસો, સેક્ટર વેહીકલ્સ પર GPS ટ્રેકિંગ મારફતે નજર રાખવામાં આવશે. મતદાન મથકો પર EVM અને VVPAT મશીનો આવ્યાથી લઈને મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી સ્થળ પર નિયત સમયે પહોંચે અને ત્યારબાદ ડિસ્ટ્રીક્ટ વેર હાઉસ પર પહોંચે ત્યાં સુધી વાહનો પર GPS ટ્રેકિંગ મારફતે મોનીટરીંગ કરવામાં આવશે. તમામ વાહનો ક્યાં પહોંચ્યા, ક્યા સમયે પહોંચ્યા, ક્યાં કેટલું રોકાયા એ તમામ બાબતો પર સીધી નજર રાખવામાં આવશે. આ તમામ મોનીટરીંગ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના MSc IT વિભાગ કાર્યરત GPS ટ્રેકિંગ સિસ્ટમ કન્ટ્રોલ રૂમ મારફતે કરવામાં આવશે. (Patan Assembly Candidate)
લાઈવ વેબકાસ્ટિંગ મારફતે સીધી નજર પાટણ જિલ્લાની રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર ખાતે કાર્યરત મતદાન મથકો પર સીધી નજર રાખી શકાય તે માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના MSc IT વિભાગ ખાતે લાઈવ વેબકાસ્ટિંગ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. જિલ્લાના કુલ 1231 મતદાન મથકો માંથી 646 મતદાન મથકો અને 368 પોલીંગ સ્ટેશન લોકેશન પર લાઈવ વેબકાસ્ટિંગ મારફતે સીધી નજર રાખવામાં આવશે. મતદાન મથકો પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ન્યાયિક વાતાવરણમાં મતદાનની પ્રક્રિયા સંપન્ન થાય તે માટે આ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. (Patan Polling Station)
સુવિધાઓ ગોઠવી દેવામાં આવી બંને કંટ્રોલરૂમમાં કમ્પ્યુટર, ટેલિફોન, ઈન્ટરનેટ સહિત GPS ટ્રેકિંગ માટે જરૂરી તમામ સુવિધાઓ ગોઠવી દેવામાં આવી છે. પાટણ જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર સુપ્રિતસીંઘ ગુલાટીએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના MSc IT વિભાગ ખાતે કાર્યરત GPS ટ્રેકિંગ સિસ્ટમ કન્ટ્રોલ રૂમ અને લાઈવ વેબકાસ્ટીંગ રૂમની મુલાકાત લીધી હતી. મુલાકાત લીધા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી, જિલ્લા કલેક્ટરે જરૂરી સુચનો પણ આપ્યા હતા. (Gujarat Assembly Election 2022)